SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' સંગમ (શાલિભદ્રનો પૂર્વભવ) અને નયસારે (ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ ભવ) ઘણું દાન નથી આપ્યું પરંતુ ભાવપૂર્વક પંચ મહાવ્રતધારી સંતોને આહારદાન આપી તેમના આત્માને સંતોષ પમાડ્યો છે. તેથી તેમને સકલ નિધાન પ્રાપ્ત થયાં. ...૮૫૭ ચંદનબાળાએ ભગવાન મહાવીર સ્વામીને ઘોડાને ખવડાવવામાં આવતાં તુચ્છ બાકુળા વહોરાવ્યાં હતાં. ચંદનબાળાની ભાવપૂર્વક પ્રભુને વહોરાવવાની ઉત્કૃષ્ટ ભાવનાએ તેમને કેવળજ્ઞાન અપાવ્યું....૮૫૮ કુપાત્રને શ્રેષ્ઠ કોટિનું આહાર દાન આપવા છતાં સંસાર સમુદ્ર પાર કરી શકાય નહીં. શેઠને ત્યાં રહેલનોકરે ભાવપૂર્વક, થોડું ભોજન સંતોને આપ્યું તેથી તે દેવનો અવતાર પામ્યો. ... ૮૫૯ દેવભવનાં વર્ગનાં સુખો ભોગવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે નોકરનો આત્મા શ્રેણિક મહારાજાને ત્યાં પુત્રપણે જન્મ્યો. તેનું નંદીષેણ કુમાર નામ પાડયું. તે બાળકના આગમનથી મહારાજાનો વંશ વધ્યો. ૮૬૦ લક્ષ ભોજક બ્રાહ્મણ ઈર્ષાના કારણે(વિવેક અને ભક્તિના અભાવમાં) મરીને તિર્યંચમાં ગયો. તેને શુભ ગતિનો અવસર પ્રાપ્ત ન થયો. તેણે પાંચ થી સાત ભવ બકરીના કર્યા. ત્યાર પછી તે વનમાં હાથિણીની કુક્ષિમાં હાથીપણે જન્મ્યો. હાથણી તેની માતા હતી. (જે હાથણી ગર્ભ ધારણ કરે તેને શક્તિમાન યૂથપતિ મારી નાખતો.) હાથણી જ્યારે ગર્ભવતી બની ત્યારે તેણે વિચાર્યું, “રખે! નિર્દયી ચૂથપતિ પોતાના બાળકને મારી નાખે.” હાથણીના માતૃવાત્સલ્ય બાળકને ગમે તેમ કરી બચાવવા ઉપાયો વિચારવા વિવશ કર્યું. ... ૮૬ર પોતાના ગર્ભને બચાવવા હાથણી ટોળામાંથી ધીમે ધીમે છૂટી પડી. તે તાપસીના આશ્રમમનાં ગઈ. તેણે તાપસોને ઈશારાપૂર્વક બે પગ જોડીને વિનંતી કરી કે, “મારા ગર્ભમાં એક બાળક છે. . ૮૬૩ જો તમે મને સહારો આપશો અને સુરક્ષા કરશો તો મારું બાળક જીવતું રહેશે. (અન્યથા યૂથપતિના હાથે આ હસ્તિ-શાવકનું મૃત્યુ થશે.)” (તાપસોના દિલમાં અનુકંપા ઉપજી) તાપસોએ કહ્યું, “તું પ્રસવ વેળાએ અહીં આવી બાળકને જન્મ આપજે.” જગતમાં પરોપકારી, બીજાના ધનનો ત્યાગ કરનારા, પરસ્ત્રીગમનનો ત્યાગ કરનારા લોકો ઘણાં ઓછાં હોય છે. તેઓ આપેલું વચન ભંગ કરતા નથી.... ૮૬૫ સંતો-મહંતો ભલે બીજા પાસેથી યાચના કરી વસ્તુ લે છે પરંતુ તેઓ નિઃસ્વાર્થ ભાવે લોકોનું કલ્યાણ કરી જગતમાં પરોપકાર કરે છે. કવિ ઋષભદાસ કહે છે કે હવે સેચનક હસ્તિનો અધિકાર સાંભળો....૮૬૬ દુહા ઃ ૪૩ શ્રેણિક સુત તણી કથા, હસ્તિનો અધિકાર; તાપસ વચને હાથિણી, ધરતી હરખ અપાર ... ૮૬૭ અર્થ - મહારાજા શ્રેણિકના પુત્ર નંદીષેણ કુમારની કથામાં સેચનક હસ્તિનો અધિકાર છે. તાપસીના (૧) નયસાર : પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક ગામનો મુખી હતો. તે મધુરભાષી અને પરોપકારી હતો. શત્રુમર્દન રાજાએ પ્રાસાદ અને રથ બનાવવા માટે કાષ્ઠ લેવા તેને જંગલમાં મોકલ્યો. મધ્યાન સમયે ભોજનનો સમય થતાં તેણે વિચાર્યું કોઈ ભિક્ષુક અતિથિ તરીકે આવે તો તેમને ભિક્ષા આપી પછી ભોજન કર્યું. એવામાં સાર્થથી વિખૂટા પડેલા, થાકી ગયેલા, ક્ષઘાથી પીડિત એક તપસ્વી મુનિરાજ ત્યાં આવ્યા. તેમને ભોજન-પાણી વહોરાવ્યા. મુનિએ તેને સમ્યકધર્મથી પરિચિત કર્યો.(શ્રી મહાવીર ચરિત : પ્રથમ પ્રસ્તાવ, પૃ. ૪ થી ૧૧.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy