________________
૩૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
કહઈ હું મોહકમ પણિ હું ઘાઠી રે, રાવણની પરિ બુધિ મુઝ નાહઠી રે; કડવું બોલી ખોયો કંત રે, ન જાણ્યો કેવલી નર ગુણવંત રે
... ૧૧૪ સોચા કરતી ગઈ આવાસિં રે, શ્રેણિક સંચરયો મન ઉહલાસિં રે; આવ્યો ગંગાનિ તે તીરિ રે, સબલ પૂર ભરી તે નીરિ રે સુકો તરુઅર મોટો એકો રે, બેઠો શ્રેણિક ધરીય વિવેકો રે; રત્ન તણો છોઈ મહિમા સારો રે, વીસ વાસરિ પામ્યો પારો રે બેનાતટિ આવ્યો નર જ્યારઈ રે, ચંદન લાકડું દીઠું ત્યારઈ રે; બેઠો નગર તણી તે વાટિ રે, મલ્યા લોક તે ચંદન માર્ટિ પૂછઈ લોક સું લેસ્યો ધનો રે, કડકાનો લેઉં લાખ સોવનો રે; ચંદન વેચી સોવન લેતો રે, કંચન આપી રત્ન જ ગ્રહઈ તો રે ચાલ્યો આવો સીમ જ માંહયો રે, શુકન પરીક્ષા કરતો ત્યાહયો રે; વૃષભ તુરંગમ રાશભ જે હોરે, બોલઈ દેવિ જિમણી તેહો રે વાન ઉતરયો જિમણો જ્યારઈ રે, સુની તે બાર ડાવી ત્યારઈ રે; ડાવી ભયરવ જમણો રાય રે, એણઈ શકુનિ લછિ થિર થાય રે નગર ભણી નૃપ ચાલ્યો જ્યારઈ રે, તોરણ ચાસિં બાંધ્યા ત્યારઈ રે; જાતો જમણો નકૂલ નઇ મોરો રે, મલીયા ધોરી હાથેદારો રે કુસમ માલનિ અશ્વ પલાણિ રે, સુભટ ભલેરો ભરયો તે બાણ રે; કુંભ એકનિ મલ્યા ગણસો રે, એણઈ શકુનિ કીધો પરસેવો રે .. ૧રર રત્ન પ્રભાવિ વાધિઉં રૂપો રે, જુઈ ચોટા તણું સરૂપો રે;
પહઈલઈ હાર્ટિ બનાવો સેઠો રે. ઋષભ કહઈ કરિ નૃપસ્યું ભેટો ... ૧૨૩ અર્થ - પોતાના કુળની મર્યાદાનો ભંગ ન થાય તે માટે રાજકુમાર શ્રેણિકે અગ્નિ રત્ન હાથમાં લીધું.(અગ્નિ રત્નની સહાયતાથી અને દેવના સ્મરણથી અગ્નિ ઠરી ગયો) તેઓ જંગલ પાર કરવા માટે ઝડપથી અગ્નિમાં પ્રવેશ્યા. (કુમારે હસતાં હસતાં બૂમ મારી ભીલકન્યાને કહ્યું. “ઓ કન્યા! તને વિવાહ કરવો હોય તો જલ્દીથી અહીં અગ્નિમાં પ્રવેશ કર.'') ભીલકન્યાનો ચહેરો શ્યામ થઈ ગયો. (તે અગ્નિથી ગભરાતી હતી) તે અપમાનિત થઈ પાછી વળી.
... ૧૧૩ ભીલકન્યાએ પશ્ચાતાપ કરતાં કહ્યું, “હું કઠોર બનવા ગઈ તેમાં હું પોતે જ છેતરાઈ ગઈ. રાવણની જેમ મારી પણ વિવેક શક્તિ નાશ પામી છે. હું જેમ તેમ કડવું બોલતી રહી તેથી મેં મૂર્ખ સુંદર અને ગુણવાન પતિને ખોયો. (હું મારી બડાઈ હાંકતી રહી) મેં એ પણ ન જાણ્યું કે આ માનવ કેટલો ગુણિયલ હતો.' (આ યુવક પાસે અગ્નિમાં પ્રવેશી શકે એવી મંત્રશક્તિ હતી.)
...૧૧૪ પોતાની મૂર્ખતા પર અફસોસ કરતી ભીલકન્યા પાછી પર્વતના શિખર પર પોતાના આવાસે ચાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org