SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ. રાજકુમાર શ્રેણિક દાવાનળમાંથી હેમખેમ નીકળી પ્રસન્નતા પૂર્વક આગળ વધ્યા. તેઓ કલકલ વહેતી ગંગા નદીના કિનારે આવ્યા. આ ગંગા નદીમાં અગાધ જળરાશિ હતી. ૧૧૫ ગંગા નદીના કિનારે એક ચંદનનું સુકાયેલું મોટું વૃક્ષ હતું . (કુમાર ઝડપથી તે વૃક્ષ પર ચડયા. વૃક્ષ સુકાયેલું હોવાથી તૂટીને ગંગાનદીના પ્રવાહમાં પડયું. કુમાર નદીમાં તણાવા લાગ્યા. કુમારે તરત જ જલતારક રત્નનું સ્મારક કર્યું.) કોઈ જહાજમાં બેઠા હોય તેવી નિશ્ચિંતતા સાથે તેઓ વૃક્ષની ડાળી પર બેસી ગયા. (રત્નના પ્રભાવથી ભૂખ-તરસની વ્યાધી વિના વીસ દિવસ સુધી નદીમાં પ્રવાસ કર્યો) તેઓ ચંદનવૃક્ષ સાથે વીસમા દિવસે 'બેનાતટ નગરના કિનારે આવ્યા. (હાલનું બેનપ, બનાસકાંઠામાં આવેલું છે.) ૧૧૬ બેનાતટ નગરના કિનારે જ્યારે રાજકુમાર આવ્યા ત્યારે (ચંદનની સુગંધથી આકર્ષાઈને નગરના લોકો ત્યાં આવ્યા.) નગરજનોએ નદીના કિનારે પુષ્કળ પ્રમાણમાં ચંદનનું લાકડું જોયું. રાજકુમાર શ્રેણિક ચંદનનું લાકડું લઈ રાજમાર્ગ પર બેઠા, ત્યારે પ્રજાજનો ચંદન ખરીદવા ત્યાં એકઠાં થયાં. ૧૧૭ એક શ્રીમંત નાગરિકે પૂછ્યું, ‘‘આ ચંદન વૃક્ષની શું કિંમત છે ?’’ રાજકુમારે કહ્યું, ‘‘એક ટુકડાની કિંમત લાખ સુવર્ણમુદ્રા છે.’’ થોડી જ પળોમાં રાજકુમારે ચંદનવૃક્ષ વેંચી પુષ્કળ ધન (સુવર્ણ) મેળવ્યું. તેમણે સુવર્ણનાં બદલામાં કિંમતી રત્નો ખરીદી લીધાં. ૧૧૮ રત્નોને બરાબર સાચવી તેઓ નગરની સીમમાં પ્રવેશ્યા. ત્યાં તેમણે શુકન-અપશુકનની ચકાસણી કરી. સીમમાં પ્રવેશતાં માર્ગમાં બળદ, ઘોડો, ગધેડો સામે મળ્યા. જમણી બાજુ ચીબરી=ભેરવ પક્ષી ટહુકારો કરતી હતી. ... ૧૧૯ જમણી તરફથી માર્ગમાં શ્વાન આડો ઉતર્યો, અને ડાબી તરફથી કૂતરી જતી હતી. રાજકુમાર શ્રેણિક જમણી તરફ હતા ત્યારે ડાબી તરફ ભૈરવનાથનું મંદિર હતું. આવા શુકન જેને પ્રાપ્ત થાય તે નરના ઘરે લક્ષ્મી સ્થિર થાય છે. ૧૨૦ (૧)બેનાતટનું બીજું નામ વેણાતટપુર છે. (ત્રિ.શ.પુ.ચ., સર્વ.-૧૦, સર્ગ-૬, પૃ.૧૦૪) (૨) ધનાવહ, ધનદત્ત, ભદ્રશેઠ અને ઈન્દ્રદત્ત જેવા જુદાં જુદાં નામો કૃતિઓમાં જોવાં મળે છે. ૩૫ ... તેમણે જ્યારે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને શુભ શુકન થયા. નગરજનોએ દ્વારે તોરણો બાંધ્યા હતા. નોળિયો, મોર જમણી તરફથી જતાં હતાં તેમજ બળદો અને સૈનિકો પણ સામે મળ્યા. ...૧૨૧ ફૂલોની છાબ ભરેલી માલણ, અશ્વ પલાણ કરેલો તેમજ જેની પીઠ પર બાણો ભાથામાં ભર્યા છે તેવો શૂરવીર યોદ્ધો સામે મળ્યો. એક પનિહારી(કુંભ સહિત) અને તેતરોનું ઝુંડ સામે મળ્યું. એવા શુભ મુહુર્તે (શુકને) રાજકુમારે નગરમાં પ્રવેશ કર્યો. ૧૨૨ રાજકુમારે લાખોના રત્નોની ચોરી ન થાય તે હેતુથી રૂપ પરિવર્તન કર્યું. તેઓ રત્નના પ્રભાવે પોતે અત્યંત સ્વરૂપવાન બન્યા. દર્પણમાં પોતાનું બદલાયેલું રૂપ જોયું. નગરજનના રાજમાર્ગ ઉપર ચાલતાં ચાલતાં પ્રથમ ધનાવાહ શેઠની મોટી પેઢી આવી. (ત્યાં તેમના ઓટલા પર બેઠા) કવિ ઋષભદાસ કહે છે કે ધનાવાહ શેઠનો રાજકુમાર શ્રેણિક સાથે મિલાપ થયો. ૧૨૩ Jain Education International For Personal & Private Use Only ... www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy