________________
૩૬૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
ચંડ પ્રદ્યોતન બીહનો ત્યાંહ, જોઈ ખણી નર ડેરા માંહિ; સોવન કલસ પ્રગટયા તિહાં સાર, ભૂપ કહે નરને ધીકાર લુણ હરામતણા કરનાહાર, નૃપ દ્રોહીનું પાપ અપાર; ફટ ભૂંડો દ્રવઈ સ્ વલ્યા, તજી નાથ શ્રેણિકને મલ્યા પૂજ્યો રાય બોલ્યો નહી ફરી, હઈયે બીહીક મરણની ધરી; ગણઈ.... માધવરાય, ભાંગુ કટક તે કેડિ થાય સકલ રીધિ રાજાની જેહ, શ્રેણિક ભૂપ લ સીલે તે; સુભટ ચઉદ રાયચ્યું જેહ, છત્ર વિનાં નર નાઠા તેહ પૂઠિથી પૂછઈ સહૂ કોય, નાસઈ રાય ફરી નવિ જોય; ઉજેણીમાં આવ્યો ભૂપ, પૂછે નાઠા તણો સરુપ જાઉં દૂષ્ટ ચું પૂછો વાત, ધીગ તુમ જનની વિગ તુમ તાત; કનક કો લઈ પોશા બહુ, ધન લેઈ નઈ ફરીયા સહૂ રાજા ચઉદ વદઈ તિહાં હસી, ભૂપતિ વાત કરો છો કસી; અનેક ઠામિ કીધા સંગ્રામ, તિહાં ન કરયા અમ્યો લુણ હરામ આજ કસી તુમ આપત પુઠિ, જે અણ સમઝેિ નાઠા ઉઠી; ખોય્ તમ્યો અમારું નામ, રાય કરયો તઈ માઠાં કામ
... ૧૨૧ અર્થ:- અભયકુમાર બુદ્ધિનો ભંડાર હતા. તેઓ વિષમ અને દુર્ગમ કાર્યો પણ ક્ષણવારમાં કરતા હતા. એક દિવસ માલવ નરેશ ચંડપ્રદ્યોતનરાજાએ મોટું લશ્કર લઈ રાજગૃહી નગરી ઉપર ચઢાઈ કરી. ...૧૦૪
(તેમની સાથે) ચૌદ દેશના રાજાઓ સાથે પંદરમા માલવપતિ પણ મોટું અને બળવાન લશ્કર લઈ સાથે આવ્યા. મહાકાળ પરમધાર્મિક જેવા પંદર રાજાઓ મગધ દેશ તરફ આવ્યા. ગુપ્તચર પુરુષોએ તેમજ નગરજનોએ તેમને સમીપ આવતાં જોયાં. (ગુપ્તચરો પાસેથી રાજાએ સમાચાર સાંભળ્યા.) ...૧૦૫
શ્રેણિકરાજા અણધારી આવી પડેલી આફતથી ચિંતાતુર થયા. ભય પામેલા શ્રેણિકરાજાએ અભયકુમાર તરફ અમૃત ભરેલી નજરે જોયું. સાહસિક શિરોમણી અભયકુમારે કહ્યું, “પિતાજી ! તમે શું ચિંતા કરો છો?” શ્રેણિકરાજાએ કહ્યું, “વત્સ! ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજા (મોટું લશ્કર લઈ) અહીં યુદ્ધ કરવા માટે આવે છે”
અભયકુમારે કહ્યું, (સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર ઉપાયથી કાર્ય થાય છે. સામ ઉપાય અપનાવવાથી પ્રતિષ્ઠાને હાનિ થશે. દામ અને દંડ ઉપાયથી સ્વામી- સેવક ભાવ પ્રગટશે તેથી માન હાની થશે.) “પિતાજી! હું શસ્ત્ર વિના બુદ્ધિથી કંઈક વિચારીને(ભેદ ઉપાયરૂપી રસાયણથી) કાર્ય કરીશ.” અભયકુમારે લોખંડના મોટા કળશાઓને સોનામહોરો વડે ભર્યા. આ કળશાઓને તેઓ નગરની બહાર લાવ્યા.
...૧૦૭
...૧૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org