SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ જેવી રીતે જંબુદ્વીપની જગતીને લવણસમુદ્રના પાણી ફરતા વટે છે, તેમ રાજગૃહી નગરીને ચારે તરફથી ચંડપ્રદ્યોતનરાજાએ આવીને ઘેરી લીઘી. ...૧૦૮ રાજગૃહી નગરીની બહાર સુભટો તંબુઓ બાંધીને રહ્યા. મહામંત્રી અભયકુમારે ગુપ્તચરો મારફતે ચારે ખૂણાઓમાં ત્યાં સોનામહોર ભરેલા એક એક કળશ જમીન ખોદાવી દટાવ્યા. મહામંત્રી અભયકુમારે દંભપૂર્વક ત્યાર પછી એક પત્ર ચંડuધોતન રાજાને લખ્યો. ..૧૦૯ તેમણે લખ્યું કે, “હે મહારાજ!ચેલણારાણી મારી માતા છે તે સંબંધે શિવાદેવી રાણી મારી માસી થાય. મારા માટે માતા અને માસી બન્ને પૂજ્ય છે. તેમનામાં કોઈ અંતર નથી. હે રાજન્!તે સંબંધથી તમે પણ મને એટલા જ પ્રિય છો.” ...૧૧O અભયકુમારે પત્રમાં ખોટું લખ્યું કે, “હે માસા રાજા! હું તમને હિતકારી વાત કરું છું. તમે આ યુદ્ધ રોકો કારણકે (ભેદ ઉપાયમાં પ્રવીણ) મારા પિતાજીએ તમારા સુભટોને ધન આપી ખરીદી લીધાં છે. માસા: અવસર આવશે ત્યારે (પશુની જેમ) તમને બંદીવાન બનાવશે. ...૧૧૧ મહારાજ! તમને પ્રતિતી ન હોય તો જ્યાં તમારા મુખ્ય સોનાપતિના તંબુ છે ત્યાં જઈ જુઓ. તંબુના ચારે ખૂણામાં સુવર્ણ ભરેલા કળશો છે કે નહીં? તેની તપાસ કરાવો. હે મહારાજ! હું તમારા હિત માટે તમને ચેતાવણી આપું છું.' ...૧૧ર અભયકુમારે આ પ્રમાણે ખાનગી પત્ર લખીને એક વિશ્વાસુ દૂત મારફતે ચંડપ્રદ્યોતનરાજા પાસે મોકલ્યો. તેની સાથે કેટલાક વિશ્વાસુ માણસોને પણ મોકલ્યા. ચંડપ્રદ્યોતનરાજાએ આ ગુપ્ત પત્ર વાંચ્યો. તેમને અભયકુમારના વચનો મનથી સત્ય લાગ્યાં. ..૧૧૩ ચંડપ્રદ્યોતનરાજા ભયભીત બન્યા. તેમણે ખાતરી કરવા પોતાની સાથે આવેલા સેનાપતિઓના તંબુના ચારે ખૂણાઓ છૂપી રીતે ખોદાવ્યા. ત્યાંથી તે સમયના સોનામહોરના ભરેલા કળશો પ્રગટ થયા. ચંડપ્રદ્યોતનરાજાએ પોતાના સ્વામીદ્રોહ સેનાપતિઓને ધિક્કાર્યા. ..૧૧૪ તેમણે મનોમન કહ્યું, “મારા સુભટો નમકહરામ છે. રાજા સાથે વિશ્વાસધાત (રાજ દ્રોહ) કરવો એ મહા ભયંકર પાપ છે. અરે દુષ્ટો તમને ધિક્કાર છે ! તમે ધનના લોભથી શું લલચાઈ ગયા? પોતાના રાજાને છોડી શત્રુ પક્ષના શ્રેણિકરાજા સાથે ભળી ગયા?'. ચંડuધોતનરાજા હૃદયમાં મરણની બીકથી સુભટોને કહ્યા વિના જ ત્યાંથી પલાયન થઈ ગયા. (તેમને નાસી જતાં જોઈને મનમાં શંકા કરતા તેમના સુભેટો પણ નાસવા લાગ્યા) માલવપતિ પાછા ન ફર્યા તેથી તેમની સાથે આવેલા લશ્કરમાં નાયક વિના ભંગાણ પડ્યું. ..૧૧૬ અભયકુમારના કહેવાથી ચંડપ્રદ્યોતનરાજાના હાથી, અશ્વ, રથ વગેરે સંપત્તિ શ્રેણિકરાજાએ લેવાય તેટલી લઈ લીધી. ચૌદ દેશના રાજાઓના મુખ્ય સેનાપતિઓ પણ માલવપતિના નેતૃત્વ વિના છૂટા કેશ અને છત્રવિનાના મસ્તક વડે લશ્કર છોડી ભાગ્યા. ...૧૧૭ ચંડપ્રદ્યોતનરાજા અશ્વ ઉપર બેસી ત્વરિત ગતિએ ઉજ્જયિનીમાં પાછા આવ્યા સર્વ સુભેટો પરસ્પર ...૧૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy