________________
૩૬૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
પૂછવા લાગ્યા, “મહારાજા કેમ ચાલ્યા ગયા? તેમને ફરીથી કેમ પાછા ન જોયા?' તેમણે ઉજ્જયિની નગરીમાં આવી ચંડપ્રદ્યોતનરાજાને લશ્કર છોડી ત્યાંથી નાસી આવવાનું કારણ પૂછ્યું. ...૧૧૮
ચંડપ્રદ્યોતનરાજાએ કહ્યું, “દુષ્ટો! વિશ્વાસઘાતકો! તમે મને નાસી જવાની વાત પૂછો છો? તમે ચાલ્યા જાવ. ધિક્કાર છે! તમારા માતા-પિતાને. મેં તમને અસંખ્ય સોનામહોરો આપી તમારી માવજત કરી છતાં (અલ્પ ધનના કારણે શત્રુઓના હાથે વહેંચાયા?) થોડું વધુ ધન મેળવી શત્રુ સાથે ભળી ગયા.”...૧૧૯
ત્યારે ચૌદ દેશના રાજાઓ હસીને બોલ્યા, “રાજન્! તમે કેવી વાત કરો છો? અમે પૂર્વ અનેક સ્થળોએ યુદ્ધ કર્યા છે પણ હજુ સુધી ક્યાંય છેતરપીંડી નથી કરી.”
..૧૨૦ આજ તમને એવી શું આપત્તિ આવી કે કાંઈ પણ કહ્યા વિના રાંકની જેમ ત્યાંથી ઊભા થઈને નાસી આવ્યા? તમે અમારું પણ નામ ખરાબ કર્યું છે. હે મહારાજા ! આપે આ બહુ ખોટું કાર્ય કર્યું છે.......૧૨૧
દુહા : ૫
એક પતીનઈ બીજુ પાણિધુ, રાખી સકઈ તિહાં રાખ; જે ઉતરયો અધ વાયકે, વલતું ન ચઢિ લાખ
.. ૧રર સાયર સંઘઈ સો મોકલે, ચંદા પૂત જોહાર ચઢયા કલંક ન ઉતરે, તુઝ પંપણ મુઝ ખાર
... ૧૨૩ અર્થ :- એક પતિવ્રતાપણું અને બીજુ પાણીધર (નકલંક) મોતી એ બનેને જો તું સાચવી શકે તો સાચવીને રાખ. જો તે વસ્તુ ઉતરી જાય તો પુનઃ લાખ પ્રયત્ન કરવા છતાં પાછી મળતી નથી. ...૧રર
સમુદ્રમાં વ્યાપાર માટે સૌ (વસ્તુ) મોકલે અને સમુદ્ર પુત્ર ચંદ્રને સહુ જુહાર કરે છે, છતાં પિતા-પુત્ર બન્નેને જે કલંક મળ્યું છે તે ઉતરતું (ધોવાતું-નષ્ટ થતું) નથી. પિતા ખારો છે, પુત્ર ચંદ્ર ખોડ ખાંપણવાળો છે. ચંદ્ર પાસે કલંક (ક્ષતિ-દોષ) છે અને સાગર પાસે ખારાશ છે.
..૧૨૩ ચોપાઈ : ૩ બુદ્ધિનિધાન છેતરાયા ખંપણરાય ચઢાવ્યો આજ, સુભટ સકલની ખોઈ લાજ; તુમ્યો રણિ ભાગા ઠંડવો ઠામ, એ સહુ અભયકુમારનું કામ આવ્યો હઈ ખરો વિચાર, એ ખોટારો અભયકુમાર; લખી મોકલ્યો ખોટો લેખ, હું નાઠો મુઝ પતિ નહી રેખ હવઈ અભયકુમારને જોય, ઝાલી લ્યર્વે નર વલી કોય; તો મુઝનું સુખ શાતા હોય, કરો ઉપાય મંત્રીસર સોય મુંહ માંગ્યો તેહને દીજઈ, તેહનિ ભગતિ ઘણી કીજીઈ; નગર નાયકા બોલિ તાંહિ, ઝાલી કમરને આણો આંહિ
••• ૧૨૭
(૧) ચંડપ્રદ્યોતનરાજા વડે અભયકુમારને પકડવા રચાયેલ પ્રપંચ, ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૪ થી ૧૯૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org