________________
ઉપર
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ',
...૪૬
શ્રક સંબોધન બોલ્યો તામ, સુણિ શ્રેણિક રહિવાનો ઠામ; બેનાત્રટિ બનાવો સાહ, રહે સુનંદાસું તિહાં રાય
...૪૯ સુધ વાત જાણી તિહાં સહુ, વધામણી આપી નર બહુ; સાગણ સૂત કહઈ લખતો રાય, કિમ શ્રેણિક લાગઈ નૃપ પાય
... ૫૦ અર્થ:- ઉપરોક્ત વિચારથી મહારાજા પ્રસેનજિતનું હદય અત્યંત ચિંતાતુર થયું. તેઓ મનમાં વિચારવા લાગ્યા, “મારો પુત્ર શ્રેણિક ક્યા દેશમાં ગયો હશે? હું મારા રાજ્યનો ભાર ક્યા પુત્રને મસ્તકે સોપું?...૪૫
મારા નવાણુ પુત્રો ઉત્તરાધિકારી બનવા માટે અયોગ્ય અને ગુણહીન છે. તેઓ પ્રજાનું યોગ્ય રીતે પાલન પોષણ કરી શકે તેવી લાયકાત નથી. મહારાજા પ્રસેનજિત આ પ્રમાણે વિચારતા હતા ત્યારે પરદેશથી શ્રક સંબોધન નામનો એક વ્યાપારી નગરમાં આવ્યો.
રાજાને મળ્યો. તેણે રાજાના ચરણે કિંમતી વસ્તુઓ ભેટ ધરી. તેણે તે સમયે રાજાની સમક્ષ બીજા નવાણુપુત્રોને જોયા. પરદેશી વેપારીએ તરત જ રાજાને પૂછયું, “મહારાજ! આપને તો સો પુત્રો હતા, અહીં નવ્વાણુ પુત્રો જ કેમ દેખાય છે?'
•..૪૭ મહારાજા પ્રસેનજિતે ત્યારે ઉત્તર આપતાં કહ્યું, “(હું એવો ભાગ્યશાળી ક્યાં છું, મારા મહેલમાં આવું કિમત રત્ન ક્યાંથી રહી શકે ? મારી કુબુદ્ધિ મને જ ફળી. જગતમાં આનંદ પામડનારો મારો પુત્ર મારી દુર્બુદ્ધિથી મને છોડી પરદેશ ચાલ્યો ગયો છે.”
...૪૮ મહારાજાની મનોવ્યથા જોઈ શ્રક સંબોધને કહ્યું, “મહારાજ ! આપના પુત્ર શ્રેણિક કુમારના રહેઠાણનું સ્થાન હું જાણું , તે સાંભળો. બેનાતટ નગરમાં ધનાવાહ નામના એક શ્રેષ્ઠી રહે છે. શ્રેણિક કુમાર ધનાવાહ શ્રેષ્ઠીની પુત્રી સુનંદા સાથે લગ્ન કરી ત્યાં જ રહે છે.”
..૪૯ મહારાજા પ્રસેનજિત સહિત ત્યાં રહેલા સર્વએ શ્રેણિકકુમારના શુભ સમાચાર સાંભળ્યા. રાજાએ વધામણી આપવા બદલ શ્રક સંબોધનને ધણી કિમંતી વસ્તુઓ ભેટ આપી ખુશ કર્યો. મહારાજાએ પુત્રને બોલાવવા એક પત્ર લખ્યો. શ્રેણિકરાજા પોતાના પિતા પાસે કેવી રીતે આવીને પગે લાગશે તે સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ હવે કહે છે.
•..પ0 ઢાળ : ૩ બુદ્ધિનિધાન મહામાત્યા બન્યા
ચાલિ ચતુર ચંદ્રાનની એ દેશી. નારિને કહઈ નર ચાલસું, સતી કહઈ તેણી વાર રે; તું ચાલઈ હું તો ગરભણી, મુઝ કહો કુણ આધાર રે કંત મુકી કાં સંચરે... આંચલી જલ વિન કિમ રહે માછલી, સૂકઈ વેલ વિણ વાર રે; તુમ વિનાં કિમ રહું એકલી, સાથિં લીજીઈ નાર રે... કંત
... પર
.. પ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org