________________
૩૫૩
શ્રેણિક કહે સુણો સુંદરી, મુઝ પ્રેમ પીઆર રે; તાત મંડપ જોયાં વિનાં, તેડી તું નવિ જાય રે... કંત સુંદરી કહે તમ્યો સંચરો, ન જાણો તુમ ઠામ રે; કંત કહો મુઝ કાનમાં, તુમ નગરનું નામ રે.. કંત રાય કહે સૂત જવ જણે, મોટેરો વલી હોય રે; આહ ચીઠીએ વંચાવો , સહી સમઝર્સે સોય રે.. કંત રાજગૃહી નગરી ભલી, ધોલાં ત્યાંહ ટોડાય રે; અમ્યો ગોવાલ છું તેહના, ભાખઈ એમ તિહાં રાય રે... કંત પુત્ર સપુત્ર જો એહસે, સોઝી કાઢસેં સોય રે; અસ્તું ય કહી નૃપ ચાલીઉં, મેલઈ કટક નર સોય રે... કંત રાજગૃહી પૂરમાં ગયો, સાંહા ભ્રાતા આવેહ રે; રાય શ્રેણિક જઈ તાતનઈ, વલી પાય લાગેહ રે... કંત તાત હરખ્યો તીહાં ઘણો, મલ્યો વલભ પ્રાણ રે; રાય રીદય ચાંપી રહ્યો, હું તો કિહાં સુજાણ રે... કંત બેનાત્રટિ હું તો સહી, જપતો તુમ નામ રે; આજ દરસણ પ્રભુ પામીઉં, થયાં સઘલડાં કામ રે... કંત રાજ શ્રેણિકને આપીઉં, બીજાને દઈ દેશ રે; આપ સંયમ લઈ તાતજી, મુંક્યા સકલ કલેસ રે... કંત રાજ શ્રેણિક સુપર કરઈ, રાજગૃહી શિણગાર રે; નારિ સુનંદાનો વલી, હવઈ કહો અધિકાર રે...કંત સુત જનમ્યો બહુ સુખ કરુ, નામ અભયકુમાર રે; સાત વરસો થયો તે વલી, ભણાવઈ તેણી વાર રે.. કંત ઉદ્યમ કરી સુત તિહાં ભણે, સીખ્યો સબલ વિદ્યાય રે; ચંચલ છોકરા તિહાં ઘણા, વઢવ પણિ થાય રે... કંત વઢતા સબલ સાલિયા, કહઈ મારસ્યો માંય રે; એહ ન બાપો છોકરો, આવઈ છે વલી આંહ રે... કંત છોકરઈ પૂછીઉં માયને, દેખાડવો પીતા આપ રે; એવડુંઉં સહી મુઝ તણો, ક્યાહાં માહરો બાપ રે.. કંત માય રૂઈ તિહાં ધ્રુસકે, સંભારયો નીજ કંત રે; પુરષ પરદેશ સધાવીઉં, વાહલો સોય અત્યંત રે.. કંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org