________________
૩૫૧
...૪૧
તેમણે ગરીબોને ઘી, વસ્ત્ર આદિ ઘણા પ્રકારનું દાન આપ્યું. સુનંદારાણીએ શુભ ધ્યાનમાં દિવસો વ્યતીત કરતાં ગર્ભનુ પાલન કર્યું.
...૩૭ એક દિવસ શ્રેણિક રાજા હવેલીના શયનકક્ષમાં બેઠા હતા. સુનંદારાણીના દેહ પરિવર્તનને જોઈ તેમણે પોતાની પત્નીને કહ્યું.
...૩૮ - “હે દેવી! તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તમને જીવોને અભયદાન દેવાની અભિલાષા જાગી હતી તેથી તે સુંદર બાળકનું નામ “અભયકુમાર' રાખશું.'
..૩૯ ચતુર સુનંદારાણીએ શ્રેણિકરાજાના ખુશમિજાજ સ્વભાવને જોઈ પ્રેમથી પૂછયું, “હે સ્વામીનાથ ! તમે ક્યા નગરના રહેવાસી છો?તે મને કહો.”
..૪) હે દેવી! જ્યાં રાજગૃહી નગરી રહેલી છે ત્યાંનો હું ગોપાલ (રાજકુંવર) છું. હું સફેદ બારણાના ટોડલાવાળા મકાનમાં રહું છું.” શ્રેણિકરાજાએ પ્રેમપૂર્વક ઉત્તર આપતાં કહ્યું.
સુશીલ અને હોંશિયાર સુનંદારાણી પતિના વચનો સાંભળી મનમાં અત્યંત ખુશ થયા. તેઓ પતિવ્રતા નારીની જેમ નિત્ય પોતાના પતિનું મન ખુશ રાખતાં હતાં.
...૪૨ શ્રેણિક રાજા કહ્યાગરી સુનંદારાણી સાથે આનંદપૂર્વક રહેતા હતા. કવિ ઋષભદાસ હવે મહારાજા પ્રસેનજિતની કથા કહે છે, તે સાંભળો.
..૪૩ દુહા : ૩ પ્રસેનજીત પૃથવી ઘણી, કરતો ઈસ્યો વિચાર;
શ્રેણિક સુત હાંથી ગયો, કોહોનું દેર્યું ભાર અર્થ - મહારાજા પ્રસેનજિત રાજગૃહી નગરીના રાજા હતા. તેમણે વૃધ્ધાવસ્થામાં એવો વિચાર કર્યો કે, “મારો બુદ્ધિશાળી પુત્ર શ્રેણિક મારા અયોગ્ય વર્તનથી નગર છોડી પરદેશ ચાલ્યો ગયો છે. હવે આ પૃથ્વીનો ઉત્તરાધિકારી હું કોને બનાવું?'
...૪૪ ચોપાઈ : ૧ પરદેશમાં ગયેલ પુત્રના સમાચાર અઢું ચતવે પ્રથવીરાય, દિલસું બહુ ચિંતાતુર થાય; કવણ દેશ ગયો મુઝ પુત્ર, કવણ સોંપત્યું ઘરનું સુત્ર પુત્ર નવાણું નહીં ગુણવંત, તે પરજાનેં નવી પાલત; અસ્ય વીમાસે રાજા જસઈ, શુક સંબોધન આવ્યો તસઈ મિલ્યો રાયનઈ કીધી ભેટિ, વણજારો એમ બોલ્યો નેટિ; પુત્ર એકસો દૂતા આહિ, નવાણું દીસઈ તે કાંય તવ નરપતિ બોલઈ તસ વારિ, રત્ન રહે કિમ માહરે બારિ; માહરી બુધિ તે મુઝને ફલી, જગ મોહન સુત ચાલ્યો વલી
•.. ૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org