SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' .૨૫ આ કાર્યથી રાજા ખુશ થઈ તમને બક્ષીસ કે વરદાન આપશે ત્યારે તમે કાંઈ પણ ન લેશો. તેના બદલામાં મારી પત્ની (તમારી દીકરી સુનંદા) નો દોહદ પૂર્ણ કરજો.” ..૨૩ સોનાના પાત્રમાં પાણી ભરી તેમાં રત્ન ડુબાવી તે રત્ન નવાણનું જળ લઈ શેઠ રાજસભામાં આવ્યા. ..૨૪ શેઠે રાજાને કહ્યું, “રાજનું! આપની પુત્રી ક્યાં છે? તેમને અહીં રાસભામાં બોલાવો. તેમને આજે હું નેત્રનું તેજ આપી દેખતી કરીશ.” રાજાએ ખુશ થઈ શેઠને ખૂબ સન્માન આપ્યું. તેમને બેસવા માટે આસન આપ્યું. શેઠે રાજાને સંતોષકારક વચનો કહ્યાં. ..ર૬ રાજાએ પોતાની પુત્રીને રાજ્યસભામાં બોલાવી. તેનું નામ “સુલોચના' હતું. તે દેવકન્યા જેવી સૌંદર્યવાન હતી. ...૨૭. શેઠે રન નવાણનું જળ હાથમાં લીધું. તે જળ રાજકુમારી સુલોચનાની આંખો ઉપર ચોપડયું. રાજકુમારીની બન્ને આંખો નિર્મળ થઈ. તેને દ્રષ્ટિ મળી. ...૨૮ રાજાના આનંદની કોઈ અવધિ ન રહી.તેમણે ખુશ થઈને શેઠને ઘણી બક્ષીસ માંગવાનું કહ્યું. રાજાએ કહ્યું, “શેઠજી ! તમે મારી પુત્રીને દ્રષ્ટિ આપી છે તેથી તમે જે માંગશો તે સર્વ હું આપીશ''....ર૯ શેઠે કહ્યું, “હે રાજન! મારી પુત્રીને એક વિચિત્ર દોહદ ઉત્પન્ન થયો છે. તે આપની કૃપાથી પૂર્ણ થઈ શકે એમ છે. આપ પ્રેમપૂર્વક કંઈ આપવા ઇચ્છતા હો તો તેની ઈચ્છા પૂર્ણ કરો.” ...૩૦ રાજાએ શેઠના મુખેથી દોહદની વાત જાણી. તેમણે કહ્યું, “શેઠજી !આટલા અલ્પ (નાના) કાર્ય માટે તમે ચિંતા શા માટે કરો છો? તમારી પુત્રી એ મારી પુત્રી છે. તમારી પુત્રીને અભયદાન દેવાના કોડ જાગ્યા છે. તે જાણીને હું ખૂબ ખુશ થયો છું.” ...૩૧ રાજાએ ધનાવાહ શ્રેષ્ઠીની પુત્રી સુનંદાને રાજમહેલમાં તેડાવી. તેને ગજરાજની ખાંધ ઉપર રહેલી અંબાડીમાં બેસાડી. સુનંદાની પાછળ રાજાની પુત્રી સુલોચના પણ બેઠી. ત્યાર પછી મહારાજા હાથી ઉપર ચડયા. તેઓ બધાની પાછળ બેઠા. તેમણે માર્ગમાં ભંભા વગાડી (તેમની પાછળ નગરજનોનો સમૂહ ચાલ્યો) સુનંદારાણી સહિત સર્વ નગરવાસીઓ આનંદપૂર્વક જિનમંદિરે આવ્યા. તેમણે ભાવપૂર્વક જિનપૂજન કર્યું. ...૩૩ સુનંદારાણી જિનેશ્વર ભગવંતના ચરણોનું પૂજન કરી પાછાં વળ્યાં. સુનંદારાણીની સર્વ મનોકામનાઓ સફળ થઈ. ...૩૪ ધનાવાહશેઠ અને શ્રેણિકરાજા બન્ને ખૂબ ખુશ થયાં. બીજી બાજુ સુનંદારાણી અને રાજકુંવરી સુલોચના એકબીજાની સહિયર બની. ...૩૫ તેમણે સાધુ ભગવંતોને સુપાત્રદાન આપ્યું. તેમણે જિનેશ્વર ભગવંતની પૂજા કરી. તેમણે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નવપદની હદયમાં શ્રદ્ધા ધારણ કરી. ...૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy