________________
૧૨૫
મલિન બને છે. લૌકિક દેવો પાસે સ્ત્રી, પશુ-પક્ષીનું વાહન, ધન-સંપત્તિ, હથિયાર ઈત્યાદિ છે. તેઓ કોઈના પર ખુશ-નાખુશ પણ થાય છે. વીતરાગી દેવ પાસે કોઈ ભૌતિક સંપત્તિ નથી. તેઓ વીતરાગી છે. તેમની પાસે આત્મિક સંપત્તિ છે. તેઓ ન કોઈના પર ખુશ થાય, ન કોઈના પર નાખુશ થાય. જગતમાં આખ પુરુષ શ્રી મહાવીર પ્રભુને જોયા પછી અન્ય દેવને જોવાનું મન ન થાય.) લોકો ભૌતિક શક્તિ પ્રાપ્ત કરવા અનેક દેવદેવીઓનું પૂજન કરે છે. કેટલાક જીવો આજીવિકા માટે પીર અને પયગંબરો પાસે જાય છે. ...૬૩૬
સંસારી જીવો(પોતાના પુણ્ય-પાપ પર ભરોસો ન હોવાથી) યોગી-સંન્યાસીઓની પાછળ ભટકે છે, તેમને વંદન કરે છે. તેમને(અન્ય ધર્મી) ફિરંગીઓની વાતો, તેમના ચમત્કારો રસપ્રદ લાગે છે. તેઓનું સમકિત ઢીલું-માયકાંગલું છે. તેઓ ધર્મશ્રદ્ધામાં પાંગળા છે.”
...૬૩૭ સતી સુલસા પાસે શ્રેષ્ઠ કોટીનું શુદ્ધ સમકિત હતું. સતી સુલતાનું મસ્તક તીર્થંકર પરમાત્માના ચરણો સિવાય ક્યાંય નમતું ન હતું, કવિ ઋષભદાસ કહે છે કે દેવ, દેવેન્દ્ર અને જ્ઞાનીજનો પણ સતી સુલસાની દઢ શ્રદ્ધાની પ્રશંસા કરતા હતા.
...૬૩૮ દુહા ઃ ૩૬ સુલસા ઉચિત સાચવઈ, ગુણિઆ ઉપરિને; મધ્યશ વરતિ અવગુણઈ, જિનનાં વચન ધરેહ
... ૬૩૯ અર્થ:- સતી સુલસા હંમેશાં ઉચિત-યોગ્ય(ઘટિત) સાચવતા હતા. તેઓ ગુણિજનો પ્રત્યે નેહ ધરાવતા હતા. તેમનાં ગુણકીર્તન કરતા હતા. તેઓ અજ્ઞાની અને અવગુણી વ્યક્તિ પ્રત્યે માધ્યસ્થ (તટસ્થ) ભાવ રાખતા હતા. તેઓ જિનેશ્વર ભગવંતોના વચનો ઉપર શ્રદ્ધા કરી તેને આત્મસાત કરતા હતા. ...૬૩૯
ઢાળ ઃ ૨૮ સતી સુલસાના સમ્યકત્વની પરીક્ષા
પુન્યવંતા જગિં તે નરા અને ડુંગરીઉ જાડો એ દેશી. આજ સુલસા સમિ શ્રાવિકા, નથી કો જગમાંહિ રે; એક મિથ્યા મતિ દેવતા, ન માનિ વલી ત્યાંહિ રે
.. ૬૪૦ આ. મુનિવર થઈ તિહાં આવીઉં, ધર્મલાભ કહઈ ત્યાંહિ રે; તેલ લક્ષીપાક જે રૂઅડું, અછઈ તુમ ઘરમાંહિ રે
... ૬૪૧ આ. હરખીય તેલ વહરાવતી, આવી ઊંબર બારિ રે; વેગિં સીસો તિહાં છટકલ્યો, ભાંગો તે તેણઈ કારિ રે મુનિવર કરઈ તહાં ખરખરો, દુખ નહી સુલતાય રે; વેગિ સીસો લેઈ આવતી, ભાગો તે તેણઈ થાય રે મુનિવર કહઈ હવે નવિ લીઉં, શ્રાવિકા કહઈ લીઉં સ્વામી રે; બહુએ સીસા મુઝ મંદિરિ, વિગર તુંહ કુણ કામિ રે
••• ૬૪૪ આ.
••• ૬૪૨ આ.
••. ૬૪૩ આ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org