________________
૨૯૩
મહારૂં બાણ અમોધ સદા સહી, દેવતાનું આપ્યું એહ રે; તેહ તીર ન વાગો એહનિ, મહારો આવ્યો છેહ રે.
•. ૧૬૦૩ ભ૦ તેણઈ ઝગડઈ ચેડો ઉસરયો, જીત્યો ચંપાનો નાથ રે; લખિ ચોરાસી માનવ મુઆ, વ્રત વિહુણા અનાથ રે.
•.. ૧૬૦૪ ભ૦ મુઆ ક્રોધ કરતા બાપડા, નરગ ત્રીયંચમાં જાય રે;
વલી ઋષભ કહઈ નર આગલિ, રથ મુસલ ઝગડો થાય રે. ... ૧૬૦૫ ભ૦ અર્થ - શત્રુ સેન્ચ પર એક શસ્ત્ર ફેંકતા તે ચારે બાજુથી અનેક થઈ ફેંકાતાં. એક કાંકરો નાખતાં તે તીર બની તીર્ણ પ્રહાર કરતો. આવા શિલાકંટક યુદ્ધથી (નવ મલ્લી અને નવ લિચ્છવી એમ)અઢાર દેશના રાજાઓ નગરમાં પેસી ગયાં. ચેડારાજાના પક્ષના અનેક નરવીરો પણ રણસંગ્રામ છોડી ભાગ્યા. ... ૧૬૦૧
ચેડારાજાએ હવે પોતાનું અમોઘ તીર કોણિકરાજા ઉપર છોડયું. સૌધર્મેન્દ્ર દેવે તે બાણ હાથમાં પકડી લીધું. કોણિકરાજાને અમોધ બાણ ન વાગ્યું ત્યારે ચેડારાજા હાથ ઘસતા રહી ગયા. ... ૧૬૦૨
ચેડારાજાએ જાણ્યું કે, “મારું આ અમોઘ બાણ દેવતાનું આપેલું હોવા છતાં, તે તીરથી આજે કોણિકરાજાન વિંધાયા તેથી મારું પુણ્ય આજે ખૂટયું છે. હવે મારો અંત નિશ્ચિત છે.” ... ૧૬૦૩
ચેડારાજા ચિંતિત બની રણભૂમિમાંથી પાછા ફર્યા. ચંપાનગરીના રવાની કોણિકરાજાનો વિજય થયો. એક દિવસના મહાશિલાકંટક યુદ્ધમાં ૮૪ લાખ અવિરતિધર મનુષ્યોનો સંહાર થયો. ... ૧૬૦૪
તેઓ ભયંકર કોટિનો ક્રોધ કરતાં મૃત્યુ પામ્યા તેથી તેઓ પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં ગયા. કવિ ઋષભદાસ કહે છે કે, હે ભવ્યાત્માઓ! ત્યાર પછી રથમુશળ યુદ્ધ થયું.
... ૧૬૦૫ દુહા : ૮૪ ચેડો નૃપ પછઈ નવિચઢયો, તેડયો સુભટ એક સાર; વર્ણનાગનતુ ભલો, દીધો તમ શિર ભાર.
... ૧૬૦૬ ભ૦ સેનાની તેહનિ કરયો, કરજે તું સંગ્રામ; હુઈ નરપતિની આગચા, કરઈ સજાઈ તામ.
... ૧૬૦૭ ભ૦ અર્થ :- બીજા દિવસે ચેડારાજા રણસંગ્રામમાં ન ગયા. તેમણે એક શૂરવીર સુભટને તેડાવ્યો. ચેડારાજાએ વરુણ-નાગ નજીઆ' નામના શૂરવીર શ્રાવક યોદ્ધાને માથે સેચનો ભાર સોંપ્યો. .. ૧૬૦૬
ચેડારાજાએ તેને સેનાપતિ બનાવ્યા. તેમણે આજ્ઞા કરતાં કહ્યું કે, “તમે આજે સંગ્રામ કરજો” પોતાના રાજાની આજ્ઞા થતાં વરૂણ-નાગ નzઆ શ્રાવકે યુદ્ધ ભૂમિમાં જવા માટે તૈયારી કરી. ... ૧૬૦૭
ઢાળ : ૭૧ વરુણ નાગ નzઆ શ્રાવકની કથા
સુણો મોરી સજની એ દેશી. રાગ કેદારો તામ વિચારઈ સંગ્રામ કરવો રે, વરણ નાગનટુઉ છઈ કહેવો રે; નવઈ તત્ત્વનો છઈ જાણો રે, અરીહંત દેવની સિર વહઈ આણો રે. ... ૧૬૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org