SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' લખઈ લેખ વિવેકી સોય, જે મોર નંઈ સો પીછાં હોય; એક જ તઈસ્યું અડકઈ તાસ, જો નવાણું પોતા પાસિ . ૩૬૦ લખી લખ તે આપ્યો અસ્યો, વલ્યો દૂત રાજગૃહી દસ્યો; આવી કાગલ આપ્યો રાય, ભૂષણ સહુ મુક્યાં તેણઈ ઠાય ... ૩૬૧ દેખી ભૂષણ હરખ અપાર, ધિન ધિન શ્રેણિક તું અવતાર; જય જય કાર હોયે, એહનઈ, દુહવ્યો નેહએ છઈ જેહ નઈ .. ૩૬ર તે શ્રેણિક જો આવઈ આહિ, તો વતું હોય પુરમાંહિં; સાંગણ સુત કહઈ સુણો કથાય, કિમ આવઈ હવઈ શ્રેણિક રાય .. ૩૬૩ અર્થ - હે હંસપુત્ર! સાંભળ. તું ઉત્તમ નર છે. ભલે મેં તને દુભાવ્યો, તારો તિરસ્કાર કર્યો પરંતુ તું મારા પર ઉપકાર કરજે. અગરબત્તી સ્વયં બળી બીજાને સુગંધ આપે છે તેમ નાગરવેલનું પાન મુખમાં દાંત નીચે દબાઈને પણ મુખના શ્વાસને સુગંધી બનાવે છે. ... ૩૪૭ પુત્ર! તું ચંદન જેવો શીતળ અને રત્ન સમાન કિંમતી છે. તારા આવવાથી આ રાજ્યનું સંચાલન સુચારુ ઢંગથી થશે. બેટા! મારી પાસે ભલે નવાણુ પુત્રો છે પરંતુ તારા જેવો (ચતુર) એક પણ નથી. (તું એક લાખ બરાબર છે.) ... ૩૪૮ વનમાં પુષ્કળ વાંસના વૃક્ષો હોય છે, તેથી શું સરે?(જંગલમાં વસવાટ ન થાય) સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય વિના સમાજ કે ઘરનું નિર્માણ ન થાય. ઘી, ગોળ અને લોટ પ્રમાણસર હોય તો જ સ્વાદિષ્ટ અને મધુર જલેબી બને. ... ૩૪૯ નિર્માલ્ય પુરુષોની બહુલતાથી શું સરે? બળવાન અને શૂરવીર એક જ પુરુષ બસ છે ! એક બળવાન પુરુષ લાખ પુરુષનું કાર્ય સ્વયં કરે છે. લાખ નબળા પુરુષો એક શૂરવીરનું સ્થાન કદી ન લઈ શકે.(તું લાખો પુરુષમાં એક શૂરવીર છે.) ... ૩૫૦ તે કારણથી હે પુત્ર! તું મને મળવા જલ્દીથી પગલાં ભર. તું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું જળનો ત્યાગ કરું છું. હું તારી આતુરતાથી રાહ જોતો દ્વારે ઊભો રહીશ. તારા પિતા તને (મળવા બેચેન છે) ખૂબ પ્રેમ કરે છે. જો તું પાછો આવીશ તો તને પિતાના અપાર સ્નેહનો અનુભવ થશે. ... ૩૫૧ ચાતક પક્ષી ખૂબ જોરથી પીઉ પીઉ'નો ચિત્કાર(કરી) મેઘરાજાને બોલાવે છે પરંતુ મેઘરાજા પર તેના ચિત્કારની કોઈ અસર થતી નથી. (તેમ જો તું નહી આવે તો હું શ્રેણિક શ્રેણિક કરીને તેને પોકારતો રહીશ પણ તેથી શું વળશે?) આવા એક તરફી સ્નેહને ધિક્કાર છે ! ... ઉપર ચક્રવાક અને ચક્રવાકી પક્ષીની એકબીજા પ્રત્યેની સાચી પ્રીતિ હોય છે, એવું મેં સાંભળ્યું છે. તેઓ બન્ને એકબીજા પ્રત્યે ખૂબ સ્નેહ ધરાવે છે તેથી તેઓ મળવા તત્પર હોય છે. પુત્ર! તું પણ આ પક્ષી જેવો મારા પ્રત્યે નેહરાખજે.... ૩૫૩ પુત્ર! (તું મનમાં કોઈ વિષાદન ધરજે) મેં તને રાજસભામાં બોલાવી માન આપ્યું હતું કે અપમાન? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy