SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ તે હૃદયપૂર્વક વિચારજે. મેં તારા ભવિષ્યના કલ્યાણ માટે જ કડવાં વચનો કહ્યાં હતાં. (મારાથી તારા દિલને ઠેસ લાગી હોય તો) મારી ભૂલ બદલ મને માફ કરજે. ... ૩૫૪ મોરની સુંદરતા તેનાં મોરપીંછથી છે. મોર જો તેનાં પીંછાઓનો ત્યાગ કરે તો તે પોતે નગ્નબદસુરત બને છે. મોરપીંછ શ્રી કૃષ્ણ વાસુદેવના મસ્તકના મુગટે શોભતું હતું. (મોરપીંછનું સ્થાન ઉત્તમ જગ્યાએ હોય છે), તેમ ઉત્તમ પુરુષો સર્વત્ર શ્રેષ્ઠ હોવાથી પૂજનીય બને છે. ... ૩૫૫ હે વત્સ ! આ પત્ર મળતાં વાંચીને તું તરત જ તારા પિતાને મળવા આવવા પ્રણાય કરજે. જો તારાં દર્શન થશે તો મારા જીવતરની અંતિમ ઈચ્છા પૂર્ણ થશે.” દૂત દ્વારા મહારાજાએ પત્ર લખી મોકલ્યો. દૂતે હવે બેનાતટ નગરી તરફ ઝડપથી પ્રયાણ કર્યું. ... ૩૫૬ દૂતે બેનાતટ નગરે જઈ રાજકુમાર શ્રેણિકના હાથમાં પત્ર આપ્યો. પત્ર વાંચી તેમણે અતિ પ્રસન્ન થઈ કહ્યું, “મારા પિતાજીનો પ્રેમ મારા માટે કાયમ છે. આજે મારા હાથ સનાથ બનયા છે !' રાજકુમાર શ્રેણિકના હૃદયમાં અતિશય આનંદ થયો. પિતાજીની યાદ આવતાં (હૃદય ગદ્ગદિત બન્યું) આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ... ૩૫૭ (“સુનંદા પુત્રને જન્મ આપે પછી રાજગૃહી તરફ પ્રણાયે કરવું,' એવા વિચારથી કુમારે પિતાને પત્ર લખો.) મહારાજા શ્રેણિકે હૃદયમાં અત્યંત વિવેક લાવી અનેક પરિવારજનો માટે સોનાના આભૂષણો બનાવડાવ્યાં. તેમાં પાંચ વર્ણના અમૂલ્ય રત્નો જડેલાં હતાં. ... ૩૫૮ તેમણે નવાણુ ભાઈઓ તથા તેમની પત્નીઓ માટે કિંમતી આભૂષણો લીધાં. તેમણે માતા-પિતા, સોને યાદ કરીને, દરેક માટે કિંમતી ભેટ દૂત સાથે મોકલી. કુમારે પિતાજીના પત્રનો જવાબ આપતાં લખ્યું કે, “હું સારા સથવારે પિતાજીને મળવા આવું છું.” ... ૩પ૯ કુમારે પિતાજીને વિવેકપૂર્વક પત્રમાં લખ્યું, “જે મોરના સો પીછાં હોય તેનું કદાચ એક પીછું ઓછું થઈ જાય તો તેમાં મોરની શોભા ઘટી જતી નથી, તેવી રીતે મારા નવવાણુ ભાઈઓ આપની પાસે છે. મારા ન રહેવાથી શું ફરક પડશે? પિતાજી! આપ બિલકુલ અફસોસ ન કરશો.” ... ૩૬૦ રાજકુમાર શ્રેણિકે પત્ર લખી દૂતને આપ્યો. દૂતે તરત જ રાજગૃહી નગરીની દિશા તરફ પ્રયાણ કર્યું. તેણે શીઘ આવીને મહારાજાને પત્ર તેમજ સાથે લાવેલાં આભૂષણો આપ્યાં. ... ૩૬૧ અભૂષણો જોઈ પ્રસેનજીત રાજાને પોતાના વિવેકી પુત્ર પ્રત્યે ખૂબ બહુમાન થયું. તેમના હૃદયમાંથી ઉદ્ગારો સરી પડયાં.“શ્રેણિક તું ધન્ય છે !તારો અવતાર ધન્ય છે ! (તેમણે કુમારને આશીર્વાદ આપતાં કહ્યું) તને મેં ધિક્કાર્યો છતાં તને મારા પ્રત્યે એટલો જ સ્નેહ છે. તારું સદા કલ્યાણ થશે. શ્રેણિક જો અહીં પાછો આવે તો જાણે નગરમાં બધી જ વસ્તુ છે! અર્થાત્ શ્રેણિકના આવવાથી નગરમાં કોઈ કમી નહીં રહે.” સંઘવી સાંગણના પુત્ર ઋષભદાસ કહે છે કે, રાજકુમાર શ્રેણિક કઈ રીતે રાજગૃહીમાં પાછા આવશે તે કથા હવે સાંભળો. .. ૩૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy