SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ભગવાન મહાવીર સ્વામીના વચનો શ્રવણ કરી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પ્રતિજ્ઞા કરી કે, “હવે હું સંયમ ધર્મની રક્ષા કરવા દેહના સુખનો ત્યાગ કરું છું'. .. ૯૫૯ મેઘકુમારને સમ્યબોધ થતો. (તેમણે અગિયાર અંગ સૂત્રોનું જ્ઞાન મેળવ્યું તેમજ ઘણી તપશ્ચર્યા કરી.) તેમણે સંયમ ધર્મમાં ઉદ્યમ કરી તેનું સારી રીતે પાલન કર્યું. અંત સમયે એક માસનો સંલેખના તપ કરી (વિજય નામના અનુત્તર વિમાનમાં) દેવનો અવતાર પામ્યા. ... ૯૬૦ તેમનો હવે એક જ આવતાર બાકી છે. તેઓ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન થશે. તે ભવમાં સંયમ ગ્રહણ કરી, સાધના કરી, સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિ મેળવશે. કવિ ઋષભદાસ તેમને ચરણે નમસ્કાર કરે છે. ... ૯૬૧ દુહા : ૪૮ જિનવચનિ વછ બુઝીઉં, નાખ્યો નહીંવત ભાર; જ્ઞાતા ધરમ કથાગમાં, મેઘ તણો અધિકાર. •.. ૯૬૨ વલી વઈરાગ જ પામીઉં, નંદીષેણ નર જેહ; શ્રેણિક રાય મનાવીઉં, સંયમ લેતો તેહ. ••. ૯૬૩ અર્થ:- મેઘમુનિ જિનવચનથી પ્રતિબોઘ પામ્યા. તેમણે પંચ મહાવ્રતનું પાલન કર્યું. શ્રી જ્ઞાતાઘર્મકથા નામના અંગ સૂત્રમાં મેઘકુમારનો અધિકાર છે. ... ૯૬૨ મેઘકુમારની જેમ મહારાજા શ્રેણિક અને ચેલણા રાણીના પુત્ર નંદીષેણ કુમાર પણ જિનવચનથી પ્રતિબોધ પામ્યા. મહારાજા શ્રેણિકે સંયમની કઠોરતા અનેક રીતે સમજાવી છતાં પ્રબળ વૈરાગ્ય અને આયુષ્યની ક્ષણભંગુરતા જાણી નંદીષેણ કુમાર અણગાર ધર્મ સ્વીકારવા તૈયાર થયા. ...૯૬૩ ઢાળ : ૩૯ મહાત્મા નંદીષણ કાયા વાડી કારમી એ દેશી. સંયમ લેવા સંચરયો, વીર જિનવર પાશ; વારઈ વાટિ દેવતા, મ કરાવીશ હાશ •. ૯૬૪ સંયમ લેવા સંચરતો ... આંચલી. ભોગ કરમ તાહરઈ ઘણું, નથી સંયમ કાલ; દ્દઢનિ ભોગ કરઈ કસિઉં, દેવ જંપઈ આલ. વીર હાર્થિ થયો સંયમી, દીધો શિવરનિ હાથિ; સૂત્ર અરથ સવી સીખીલ, ચાલઈ ગુરનિ સાથિ. એક દિન જિન કિં જઈ કરી, માગ્યો આદેશ; વિહાર કરઈ નર એકલો, ચાલ્યો પરદેશ. ... ૯૬૭ સે. (૧) મહાત્મા નંદીષેણ : કથા પ્રબોધિકા, પૃ.૧૭૭ થી ૧૯૩. ૯૬૫ . ૯૬૬ સં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy