SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ’ કાલી કિવલી ગાય કરાઈ, સરખી મતિ નવિ ધરીઈજી; અન્ય હોય તો લેઉં વઢીનિ, બંધવનિ શું કરીઈજી. ... ૧૪૧૮ કો. મહારી ઋધિ સહુ કઈ એહની, એહની ઋધિ છઈ મહારીજી; જણુની જાયામાં સ્યો અંતર, જો તું નારિ વિચારીજી. ... ૧૪૧૯ કો. નારિ કહઈ જે જેણેિ ગ્રહીઉં, તેથી હોય તસ કામજી; આપઈ માગ્યું તોહઈ પચારઈ, ખરા ગાંઠિ જે દામજી. ૧૪૨૦ કો. પરિક્ષા કારણિ તુમે મગાવો, રાખઈ કેટલી લાજજી; વાર વાર નારી કહઈ પાછું, ચ્યાર વિના મ્યું રાજજી. ૧૪૨૧ કો. જલ તાઢું પણિ અગનિ મયંતિ, થયું ઉનડું બાલઈજી; ઋષભ કહઈ સ્ત્રી અગ્નિ સરિખી, પ્રેમ પ્રીતી પરજાલઈજી. ... ૧૪રર કો. અર્થ:- મગધદેશની ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતા હતા. તેઓ પોતાની રાણીઓ સાથે સ્વર્ગલોકનાં સુરદેવ જેવાં દિવ્ય સુખો ભોગવતાં હતાં. તેઓ સુવર્ણમય રાજમહેલમાં પોતાની રાણીઓના સુખ સૌંદર્યને નિહાળતાં તેમની સાથે વિવિધ ક્રીડાઓ કરતાં, રંગ રાગમાં દિવસો પસાર કરતાં હતાં....૧૪૦૫ એકવાર કોણિકરાજાના નાના ભાઈઓ હલ-વિહલ કુમાર (પોતાની રાણીઓ સાથે) સેચનક હસ્તિ પર બેસી ચંપાનગરીમાં ફરવા નીકળ્યા. તેમણે શરીરે દિવ્ય વસ્ત્રો, કંઠમાં દિવ્ય હાર હતો તેમજ કાનમાં દિવ્ય કુંડળો પહેર્યા હતાં. ... ૧૪૦૬ કોણિકરાજાની પટ્ટરાણી પદ્માવતીએ આ દૃશ્ય જોયું. તેઓ સ્ત્રી સહજ ઈર્ષાથી બળી ગયા. તેમને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે મનમાં વિચાર કર્યો કે, “મારા પતિદેવ રાજ્ય કરે છે અને તેનું ફળ આ બંને ભાઈઓને મળે છે અર્થાત્ બાદશાહી હલ-વિહલકુમાર ભોગવે છે.” ..૧૪૦૭ પદ્માવતી રાણીથી હલ-વિહલકુમારનું સુખ જોવાતું ન હતું. તેમણે તરત જ કોણિકરાજા પાસે આવી કાન ભંભેરતાં કહ્યું, “(તમે કેવા રાજા છો?) તમારા રાજમહેલમાં કોઈ ઉત્તમ વસ્તુઓ નથી. તમારી પાસે કોઈ વિશેષ પ્રકારની સંપત્તિ નથી. તમારી પાસે જો ચાર દિવ્ય રત્ન હોય તો તમારા રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ થાય.” ...૧૪૦૮ હે નાથ! (તમે ફક્ત નામના જ રાજા છો) નથી તમારી પાસે સેચનક હસ્તિ જેવું ગજરત્ન ! દિવ્ય હાર પણ તમારા અધિકારમાં નથી. તમારા કાનમાં દિવ્ય કુંડળો પણ નથી તેમજ દિવ્ય વસ્ત્રો પણ તમારી પાસે ...૧૪૦૯ પદ્માવતી રાણીએ પોતાના પતિને ઉશ્કેરતાં કહ્યું, “દિવ્યહાર, દિવ્ય વસ્ત્રો, ગજ રત્ન અને દિવ્ય કુંડળ વિના આ અવતાર નિરર્થક છે.(હલ-વિહલ કુમાર સત્તાધારી ન હોવાં છતાં) આ ચારે રત્નો તમારા ભાઈઓ પાસે છે. આ વસ્તુઓથી રાજ્યના ઉત્કર્ષ થશે અને આપનો મોભો શોભી ઉઠશે. ... ૧૪૧૦ હે સ્વામીનાથ! આ ચારે રત્નો પર તમે અધિકાર મેળવો. આ ચારે રત્નો તમે ભાઈઓ પાસેથી નથી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy