________________
४४८
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
હોવાથી) સર્વ જીવો પ્રત્યે અનુકંપા લાવો. દાન-પુણ્યનાં કાર્યો કરો, ઉપશમ ભાવ ધારણ કરો, જેથી તમે આ ભવ અટવી પાર કરી શકશો.”
...૬૧૭ મહાસતી મૃગાવતીજીના ધર્મસભર વચનો એકાગ્ર ચિત્તે સાંભળી ઉદાયનરાજા અને વાસવદત્તા રાણી પાછા ફર્યા. રાજાએ સાત વ્યસનનો ત્યાગ કર્યો તેમજ રાજ્યમાં અમારિ પ્રવર્તન પ્રવર્તાવ્યું...૬૧૮
તેમણે સદા ચાયનીતિ અને સદાચારનું પાલન કર્યું. તેઓ વયમાં નાના હતા પરંતુ ખૂબ પુણ્યશાલી હતા. કવિ કહે છે કે ઉદાયન રાજા ભલા હતા. તેમણે અનેક જીવોને દુઃખમાંથી ઉગાર્યા હતા. ...૬૧૯
દુહા : ૩૧ મૃગાવતી સુત મોહિઉં, વાસવદત્તા સાથિ; પૂરીસભા બેસું નહીં, રહે ઘરમાં દિનરાત.
.. ૬૨૦ ૧૦ અર્થ :- સતી મૃગાવતીના પુત્ર ઉદાયનરાજા, વાસવદત્તારાણી પ્રત્યે અતિ આશક્ત બન્યા. તેમણે હવે રાજસભામાં બેસવાનું છોડી દીધું. તેઓ દિવસ-રાત મહારાણી સાથે મહેલમાં જ રહેવા લાગ્યા...૬૨૦
ચોપાઈ : ૧ર અણધારી આફત રાતિ દિવસ ઘરમાં રહઈ જસે, રાજકાજ સાદાઈ તસે; જાવા લાગો જો પણિ દેશ, રાયન ચેતેં તિહાં લવ લેસ.
•.. ૬ર૧૧૦ પંચાલ દેસનો રાજા જેહ, લેવાદેશ લાગો નર તેહ; પૂરી સભા બઈઠો નર રાય, બહુદીવો તવ પરગટ થાય. નૃપ આગલિ છે દીવી જેહ, એકાએક ઉલાહીતે; એક કુંનીમત દેખી કરી, પંડિત જન તિહાં બોલ્યા ફરી.
... ૬૨૩ ઉસભકીત્યું રાજાનેં હોય, કહતાં મંદિર લાગું જોય; વાસવદત્તા બલતી લહી, સાર કરે તે મંત્રી સહી.
...૬૨૪ અગનિમાંહિ ઝંપાવે જિસે, હાહાકાર હુઉં પૂરિ તિસે; વાસવદત્તા મોહયો રાય, અગનિમાંહિં ઝંપાવ્યો જાય. સેનાની બોલ્યો તેણે ઠારો, નૃપને અછે ઘણેરી નારિ; પૂરવ દિઈ તુમારી માય, વાંદો જિમ દૂખ સઘળું જાય. ઉદયન કહી તેણે પરધાન, વારંત કહેતૃપકીજે સાન; વાસવદત્તા હોસઈ યાંહિ, યુગંધરાયણિ જાણેવો તાંતિ
•••૬૨૭ મંત્રી નારિનો શોક મનિ ધરે, પૂરવદેશ ચાલેવું કરંઈ; વસંત સેનાની સ્યુ રાય, થાકો એક થલિ સુતો જાય.
• ૬૨૮ સીધ પુરષદીઠો એક જિસે, સેનાની જઈ પૂછે તિસે; ઉદયનને સહૂદુખનો અંત, કહો કહીઈ હોસેં ગુણવંત.
••૬૨૨ ૧૦
...૬૨૫
...૬ર૬
•••૬૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org