________________
૨૪૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
• ૧૩૪૧
અંબે લહી ઉછેરીઉં, હવો તે વિષનો છોડ; સુત ફીટી વયરી થયો, તાત ન પોહતું કોડ
... ૧૩૩૭ માતા માન રંજિઉં નહી, પીતા ન પૂજયા ચર્ણ; જન્મ ગયો આલિં વહી, જિમ વનિ ચરતા હરણ.
•.. ૧૩૩૮ હરણ ભલો જે ગુણ બહુ, આવઈ દેહી કામિ; કૃતધન ભુંડો બેહુ ભવિ, પુજ ન એકઈ ઠામિ.
...૧૩૩૯ સેચનક હસ્તિ પરિ કર્યું, સીહ સરીખો રાય; આંખિકીધો દેખતો, તેહ જ વેદનિ ખાય.
. ૧૩૪૦ પાયું રગત નિજ નારિનિં, દીધું મંશ નિજ કાય; નારિ નર જલિ નાખીઉં, કૃતઘન સુકુમાલિકાય. હું કૃતઘન હુઉં તસ્યો, પિતાનો મારણહાર; અપજસ જગમાં વિસ્તરો, પરભાવિ નહી જયકાર.
.. ૧૩૪૨ શ્રેણિક પિતાનિ છોડવું, આપું પાછું રાજ; દુખિં ઉછેરયો દિકરો, ફલ દેખાડું આજ.
... ૧૩૪૩ અર્થ:- ચેલણા માતાના વચનોથી કોણિકરાજા જાગૃત થયા. તેમને પોતાના નીચ કૃત્ય બદલ પ્રશ્ચાતાપ થયો. તેમણે તરત જ માતાને કહ્યું, “હે માતા! ધિક્કાર છે મારા જેવા પિતૃદ્રોહી પુત્રને! હું કેવો અધમાધમ છું. જે પિતાએ મને જીવન આપ્યું તેમના જ મસ્તકે મેં પ્રહાર કર્યા.
... ૧૩૩૬ તેમણે મને આંબાના વૃક્ષની જેમ નેહપૂર્વક માવજત કરી ઉછેર્યો પરંતુ હું લીમડાના વૃક્ષ જેવો કડવો થયો. હું પુત્ર મટીને વૈરી-શત્રુ બન્યો. મેં વૃદ્ધાવસ્થામાં પિતાની કોઈ અભિલાષાઓ પૂર્ણ ન કરી.... ૧૩૩૭
મેં જન્મદાતા માતાનું મન પ્રફુલ્લિત ન કર્યું તેમજ પિતાજીના ચરણ પણ ન પૂજ્યા. હું મારું કર્તવ્ય ભૂલ્યો છું. વનમાં ભટકતા હરણની જેમ મારું જીવતર નિરર્થક ગયું.
.. ૧૩૩૮ અરે ! વનમાં રહેતો હરણ પણ મારા કરતાં શ્રેષ્ઠ છે. તેનો દેહ બહુ ગુણકારી હોવાથી ઘણાં કાર્યોમાં ઉપયોગી થાય છે, જ્યારે હું તો કૃતની અને નાલાયક છું. આ ભવ અને પરભવ બંને ભવ હારી ગયો છું. હું અપજશનો ધણી બન્યો છું.
... ૧૩૩૯ હું સર્વત્ર ધિક્કારને પાત્ર બન્યો છું. મેં સેચનક હાથીની જેમ જીવન આપનારનું જીવન છીનવી લઈ કૃતજ્ઞતા કરી છે. મારા પિતા સિંહ સમાન શૂરવીર રાજા છે. જેણે મને આંખો આપી દૃષ્ટિ આપી તે પિતારૂપી વૈદ્યને જ હું ભરખી ગયો. (મારા જેવો અધમ કોણ હશે?)
... ૧૩૪૦ જે પતિએ પોતાની વહાલી પત્નીને પોતાના શરીરનું લોહી પીવડાવ્યું તેમજ માંસ ખવડાવ્યું તે જ પત્નીએ વિશ્વાસઘાત કરી પોતાના પતિને પાણીમાં ધક્કો માર્યો. તે કૃતળી સ્ત્રી સુકુમાલિકા હતી... ૧૩૪૧
હું પણ તેવો જ કૃતની છું. હું પિતાનો મારણહાર બન્યો છું. મારા થકી જગતમાં અપશય વિસ્તૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org