________________
૨૪૫
ચેલણા રાણીએ તરત જ કહ્યું, “પુત્ર!તારો સ્નેહ તો કાંઈ જ નથી (તને તારા પુત્ર ઉપર જેટલો પ્રેમ છે તે કરતાં અનેક ગણો પ્રેમ તારા પિતાને તારા ઉપર હતો.) તારા પિતાનો પ્રેમ સાચો પ્રેમ હતો. (એટલો પ્રેમ ભાગ્યે જ કોઈ પિતા પોતાના પુત્રને આપી શકે) મેંદુષ્ટ દોહદના કારણે તને વનમાં નખાવી દીધો. પુત્ર!તારા પિતાજી દોડીને તને વનમાંથી રાજમહેલમાં લાવ્યા.
.. ૧૩ર૬ વત્સ! તારી કુમળી હાથની આંગળી મૂકડાએ કરડી ખાધી. તે (વચલી)આંગળી પાકી ગઈ. તેમાંથી ઘણું પરુ વહેતું હતું. તારું શરીર અતિશય વેદનાથી આમળાતું (મરડાતું) હતું. ... ૧૩૨૭
પુત્ર! તું નાનકડો બાળ હતો. આ વયમાં વેદની દવા કામ ન આવે. તું વેદનાથી સતત ચીસો પાડી રડતો રહ્યો. ત્યારે તારા પિતાએ તને ખોળામાં બેસાડી તારી પરુ ઝરતી આંગળી પોતના મુખમાં મૂકી. (જ્યાં સુધી મુખમાં આંગળી રાખતા ત્યાં સુધી તને ખૂબ શાંતિ થતી.)
... ૧૩૨૮ - વત્સ! તું વિચાર કર. આવી દુર્ગધી, પરુથી ખરડાયેલી આંગળી પોતાના મુખમાં કયો પિતા મૂકે? પુત્ર! મને તારા પ્રત્યે પ્રેમ હતો પણ તારી પરુવાળી આંગળી જોઈને મને ઘણી દુર્ગછા થઈ. તારા પિતાને અંશ માત્ર સુગ ન આવી.
.. ૧૩૨૯ પુત્ર! તારા પિતાને તારા પ્રત્યે ખૂબ નેહ હતો તેથી તેમણે તેને પ્રેમથી ઉપાડી લીધો. તેમણે પરુ ભરેલી, દુર્ગધ મારતી આંગળી મોઢામાં મૂકી દીધી.
... ૧૩૩૦ પુત્ર! તું અસહ્ય પીડાથી રડતો જ રહ્યો. જ્યારે પરુ ચૂસાઈ ગયું ત્યારે તારી આંગળીની વેદના મટી ગઈ. તું રડતો શાંત થયો. વત્સ! તારા પિતાએ તારી પાકેલી આંગળીનું પરુ ચાટી લીધું પણ તારી આંગળી કાપી ન નાખી!
... ૧૩૩૧ વત્સ! તારા પિતાનો આવો નિઃરવાર્થભર્યો તારા ઉપર સ્નેહ હતો. તેવો પ્રેમ તારી પાસે નથી. પુત્ર! તારાથી આવી પરુ ભરેલી આંગળી નહીં ચટાય.
... ૧૩૩૨ વત્સ! તારા પિતાનો તારા ઉપર અપાર પ્રેમ હતો. (આવો પ્રેમ તું નહીં કરી શકે, તેઓ તને અવશ્ય રાજ્ય સોંપવાના જ હતા. તું થોડી પણ ધીરજ ધરી ન શક્યો. તારી અધીરાઈના કારણે તે જન્મદાતા પિતાને જેલમાં પૂરી અકૃત્ય કર્યું.”
... ૧૩૩૩ કોણિકરાજાએ માતાને પૂછયું, “માતા! પિતાજીએ મને ગોળના લાડુ મોકલાવ્યા? જ્યારે બીજા રાજકુમારોને ખાંડવાળા ઘીથી લથપથ મોદક આપ્યા. આવો પક્ષપાત શા માટે?' (ચેલણારાણીએ ખુલાસો કરતાં કહ્યું, “હે મૂઢ ! તું પિતાનો દ્વેષી છે એવું જાણી મેં તને ગોળના મોદક મોકલ્યા હતા.)'... ૧૩૩૪
કવિ ઋષભદાસ કહે છે કે, માતાએ પુત્રને કહ્યું, “પુત્ર! એ તો મારો દોષ છે. તારા પિતાને સૌથી વધુ પ્રેમ તારા ઉપર જ રહ્યો છે. તેઓ તને જમાડીને પછી જ જમતા હતા.'
...૧૩૩૫ દુહા ઃ ૬૭ કોણિકનો પશ્ચાતાપ જનુની વચને જાગીઉં, કહઈ મુઝ ધિગ અવતાર; જેણિ પિતાઈ પાલીઉં, તે સિર કરૂં પ્રહાર.
•.. ૧૩૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org