________________
( 990999999999999999999999) શું સાહિત્ય સેવાથી આત્માના જ્ઞાન ગુણનાં વિકાસમાં શુભ પ્રેરક નિમિત્ત બને એવી શુભેચ્છા વ્યક્ત હું કરું છું.
ડૉ. કવિન શાહ શ્રાવણ સુદ-૧, સં. ૨૦૬૭
બીલીમોરા,
રાસ સાહિત્યનો રસપૂર્ણ સ્વાધ્યાય
ખંભાતના વાસી, સરસ્વતી કૃપા પ્રાપ્ત શ્રાવક કવિ ઋષભદાસે પોતાના જીવન કાળમાં અનેક રાસ રચનાઓ કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ રાસ
રચનાઓ સરળ, ગેય, ધર્મબોધના વૈભવવાળી અને સાથે જ વેગવંત કથાપ્રવાહથી આકર્ષક છે. છેઆવી કથાત્મક રાસ-રચનાઓની સાથે જ કેટલાક તાત્ત્વિક વિષયોના પણ રાસો રચ્યા છે. આવા
રાસોમાંના એક સમકિતસાર રાસ પર શ્રીમતી ડૉ. ભાનુબેન જયંતિલાલ શાહે પી.એચ.ડી. જે નિમીત્તે સંશોધન કર્યું.
મૂળરૂપે ગૃહિણી એવા ભાનુબેનમાં સંશોધન અને સ્વાધ્યાયની ઉત્કટ ભૂખ હતી, સાથે છે હું જ કવિ ઋષભદાસના સાહિત્ય સાથે પણ ગાઢ પ્રીતિ બંધાઈ. તેમણે થયું કે, કવિ ઋષભદાસનું
આટલું વિપુલ સાહિત્ય આજે પણ અપ્રકાશિત છે, તો તેનું યથાયોગ્ય સંપાદન કરી સાહિત્યરસિક છે વર્ગને ઉપલબ્ધ કરી આપવું.
તેમણે કવિ ઋષભદાસના રાસોની ઉપલબ્ધ હસ્તપ્રતો મેળવી અને કેટલાક રાસોના હું સંશોધનનો પ્રારંભ કર્યો. તેમણે જે વિવિધ રાસો સંપાદિત કરવાની યોજના બનાવી, તેના પ્રથમ ઉજ્જવળ ફળ રૂપે શ્રી શ્રેણિક રાસ’ અને ‘શ્રી અભયકુમાર રાસ' રૂપી રાસયની આપણા સૌને શું સંપ્રાપ્તિ થઈ રહી છે. આમાં આશરે ત્રણ હજાર કડી પ્રમાણ રાસ-સાહિત્ય સંપાદિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. પીએચ.ડી. બાદ બે વર્ષ જેવા ગાળામાં આ કાર્ય પૂર્ણ થયું છે, તે તેમની શોધનિષ્ઠાનું ઉત્તમ પરિણામ ગણાવી શકાય.
જૈન આગમોમાં ઉપલબ્ધ અને ઐતિહાસિક તથ્યોવાળા આ રાસના નાયકો પિતાપુત્રની જોડી હોવાથી આ રાસોનું સંયુક્તરૂપે થતું પ્રકાશન યોગ્ય જ છે. આ બંને રાસોમાં કથા છે. છે અત્યંત રસિક છે. “શ્રેણિક રાસ'ના પ્રારંભે શ્રેણિકના પિતા દ્વારા થતી તેની વિવિધ બુદ્ધિ છે હું પરીક્ષાઓ અનેરું આકર્ષણ જગાવે છે. એ જ રીતે આ બંને રાસોમાં અભયકુમારની બુદ્ધિ હું ચાતુરીની રસમય કથા વાચકોને રસતરબોળ કરાવવા સમક્ષ છે. આ સાથે જ મહારાજા
શ્રેણિકની પરમાત્મા મહાવીર પ્રત્યેની દઢ ભક્તિ, ચેડારાજાની વચનનિષ્ઠા, અભયકુમારનો હું વૈરાગ્ય આદિતત્ત્વો ઉત્તમ ધર્મબોધને ઉપલબ્ધ કરાવી આપે છે. 99999999999999999999999
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org