________________
પર૮
૧૫) તીર્થકર લબ્ધિ ૧૬) ચક્રવર્તી લબ્ધિ ૧૭) બલદેવલબ્ધિ ૧૮) વાસુદેવ લબ્ધિ ૧૯) ક્ષીર મધુ સપ્તિ આસવઃ જેમનાં વચન દૂધ, મધ અને ઘી જેવા મધુર લાગે. ૨૦) કોષ્ટબુદ્ધિ જેમ કોઠારમાં ધાન્ય સુરક્ષિત રહે, તેમ એક વાર ભણેલા સૂત્રાર્થને ભૂલે નહીં. ૨૧) પદાનુસારિણી એક પદ પરથી હજારો લાખો પદો કહી શકે. રર) બીજ બદ્ધિ એક બી માંથી અનેક બી ઉત્પન થાય તેમ એક અર્થમાંથી અનેક અર્થ વિસ્તૃત રીતે કહી શકે તેવી યોગ્યતા. ૨૩) તૈજસ લબ્ધિ તેજોવેશ્યા વડે ઉત્કૃષ્ટ સોળ દેશને બાળી શકે. ૨૪) આહારક લબ્ધિ આહારક શરીર બનાવી શકે. ૨૫) શીત લેશ્યા: તેજોલેશ્યાને ઠારે. ર૬) વૈક્રિય લબ્ધિ: અનેક રૂપ બનાવી શકે. ૨૭) અક્ષણ મહાનસી લબ્ધિ લાવેલ આહારમાંથી હજારો મુનિઓને આહાર કરાવી શકે છતાં ખૂટે નહીં. ૨૮) પુલાક લબ્ધિ સંઘાદિ કામે ચક્રવર્તીનું સૈન્ય ચૂર્ણ કરી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org