SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ હતી. તેમને જિનવચનોનમાં અંશ માત્ર સંદેહ ન હતો. ... ૧૬૦૯ ચેડારાજાએ જ્યારે વરૂણ શ્રાવકને સેનાપતિ પદે નિયુક્ત કરી યુદ્ધ કરવા માટેની આજ્ઞા આપી ત્યારે તેમના બે ઉપવાસ થયા હતા. રણભૂમિમાં જઈ યુદ્ધ કરવું એ પાપનું કાર્ય છે તેથી વરૂણ શ્રાવક(બે ઉપવાસનું પારણું ન કરતાં, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ)ના પ્રત્યાખ્યાન કરવા ત્યાં ઊભા થયા. ... ૧૬૧૦ મને આજે અઠ્ઠમ તપના પ્રત્યાખ્યાન છે તેથી યુદ્ધમાં મારા પ્રાણ છૂટે તો શુભ ગતિમાં જાય તેવું વિચારી વરૂણ શ્રાવકે અઠ્ઠમ તપ કરી એક ઉપવાસ વધાર્યો. ત્યાર પછી તેમણે સ્નાન કર્યું. તેઓ ધોળેલા કેસર અને ચંદનના ભરેલા કટોરા લાવ્યા. ... ૧૬૧૧ તેમણે કેસર અને ચંદનથી જિનદેવની પૂજા કરી તેમજ પુષ્પો વડે જિન ચરણોની પૂજા કરી. ત્યાર પછી તે આયુધશાળા તરફ ગયા. તેમણે યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રોની વિધિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી શસ્ત્રોની લડવા માટે આજ્ઞા લઈ તેને પ્રદક્ષિણા આપી. ... ૧૬૧ર તેઓ અરીસા ભુવનમાં આવ્યા. તેમણે સુંદર વસ્ત્રો પહેરી, શરીરે શણગાર કર્યા. તેમણે મસ્તકે મુગટ ધારણ કર્યું. તેમણે કાનમાં કુંડળ અને કંઠમાં રત્નજડિત નવસરો હાર પહેર્યો. તેમણે માથા ઉપર એક શ્રેષ્ઠ મણિરત્ન બાંધ્યું. ... ૧૬૧૩ તેઓ શરીરે સુવર્ણની સ્વચ્છ, ઉજળી સોનાહ પહેરી ચાલ્યા. તેમણે હાથમાં સુવર્ણનાં કડાં પહેર્યા હતા. તેમના બાંયે બાજુબંધ શોભતાં હતાં. તેમણે કમ્મરે સુવર્ણનો કમ્મરપટ્ટો બાંધ્યો હતો. .. ૧૬૧૪ તેમણે દશે આંગળીઓમાં સુવર્ણની અંગૂઠીઓ પહેરી હતી. તેમના પગમાં અમૂલ્ય મોજડી હતી. તેમના મસ્તકે સુવર્ણમયી છત્ર શોભતું હતું. ગળામાં મનમોહક પુષ્પની માળા શોભતી હતી. .... ૧૬૧૫ તેમણે તીર, તોબર, ધનુષ્ય અને બાણ જેવા વિવિધ શસ્ત્રો યુદ્ધ માટે લીધાં. તેમના હાથમાં ગુરજ, ગુપ્તિ, ખોડું, ખડગ અને શાંગિ જેવાં હથિયારો શોભતાં હતાં. વરૂણ સેનાપતિ પોતાના શણગારેલા સુંદર રથમાં બેસી રણસંગ્રામ તરફ ગયા. ... ૧૬૧૬ આ રથ પર સુવર્ણમયી ચાર ઘંટડીઓ તેમજ અનેક ધજાઓ લગાડેલી હતી. જાણે સૂર્યદેવનો ચમકતો રથ ન હોય!આ રથની સુંદરતાની પ્રશંસા એક જીભ વડે કરવી અશક્ય છે. .. ૧૬૧૭ આ રથને વહન કરનારા અશ્વોના ગળામાં સુવર્ણહાર હતા. અશ્વોના પગમાં નૂપુરનો ઝણકાર થતો હતો. તેમને સુવર્ણની બેઠક(મૂરડા) અને સુવર્ણની ઝુલોથી શણગારેલા હતા. તે ઝુલો ઉપર બહુમૂલ્ય રત્નો જડેલાં હતાં. ... ૧૬૧૮ એવા સુશોભિત અશ્વ સહિતના રથ ઉપર વરુણ-નાગ શ્રાવક આરૂઢ થયા. તેઓ શક્તિશાળી સેનાનીઓ સાથે યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. દેવો દ્વારા રથમુશળ યુદ્ધભૂમિમાં ફરતો હતો. વરૂણ –નાગ શ્રાવકે યુદ્ધના પ્રારંભ પૂર્વે એક અભિગ્રહ કર્યો. ... ૧૬૧૯ હું પ્રથમ કોઈના ઉપર શસ્ત્ર ઉગામી પ્રહાર નહી કરું. મારા ઉપર કોઈ પ્રથમ પ્રહાર કરે પછી જ હું તેના ઉપર પ્રહાર કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ કરી વરૂણ-નાગ શ્રાવક રથ સહિત યુદ્ધ ભૂમિમાં પ્રવૃત્ત થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy