SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ લીજૈ વીધા સાહમા જઈ, વીધા સફલ હોઈ તે સહી; ગુરુની ભગતિ કરી જેં સાર, એમ કહે ઉદયન કુમાર ૪૫૩ અર્થ :- (માતા મૃગાવતીજીએ સર્વવિરતિ ધર્મ અંગીકાર કર્યો, તેથી) માતાની સ્મૃતિમાં ઉદાયનરાજાનું ચિત્ત ખિન્ન બન્યું. તેમને રાજ્યના કાર્યોમાં કોઈ રસ ન હતો. તેઓ રાજસભા ભરાય ત્યારે ત્યાં હાજરી આપતા ન હતા. મંત્રીશ્વરે આ પરિસ્થિતીનો સુલેહ કરવા બુદ્ધિપૂર્વક વિચાર કર્યો. ...૪૪૩ ૪૪૪ મંત્રીશ્વરે હાથી, ઘોડા જેવા પ્રાણીઓને ખેલવવાની ક્રીડામાં રાજાનું મન જોડયું, જેથી રાજા આનંદ પ્રમોદમાં રહી શકે. માતાનું દુઃખ વિસ્મરણ થાય તેમજ રાજા પુનઃ રાજ્યના કાર્યોની ચિંતા કરે ...... એક દિવસ ઉદાયનરાજા હાથી ખેલવવા જંગલમાં ગયા. તેઓ દિવ્યવીણા લઈ જંગલમાં આવ્યા. તેમણે મધુર વીણાવાદન શરૂ કર્યું, જેમાં તેમણે પોતાની માતાના ગુણોનું સ્તવન કર્યું. વીણાનો મધુર આલાપ સાંભળી સર્પ, મૃગ જેવા વનચર પ્રાણીઓ બાવરા બની ડોલવા લાગ્યા. ...૪૪૫ ‘‘વીણા વાદનમાં કુશળ એવા ઉદાયનરાજા જો અહીં આવે તો તમારી પુત્રી વાસવદત્તાને સંગીતાનું જ્ઞાન શીખવી શકે,'’ એવું અભયકુમાર ચંડપ્રદ્યોતનરાજાને કહી રહ્યા હતા. અભયકુમારની વાત સાંભળી રાજાએ લોહબંધ દૂતને તરત જ કૌશાંબી નગરીમાં મોકલાવ્યો. ...૪૪૬ રાજદૂત લોહબંધ ચાલતો કૌશાંબી નગરીમાં આવ્યો. તેણે ઉદાયનરાજાને કહ્યું, “મહારાજ! તમે મારી સાથે ચાલો. તમને ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજાએ બોલાવ્યા છે. તેઓ તમારી વીણાવાદનની કળા સાંભળવા માંગે છે. ....૪૪૭ મહારાજાની એક વાસવદત્તા નામની પુત્રીની પુત્રી છે. તમે તેમને પ્રીતિપૂર્વક, વીણાવાદનની કળા શીખવો. તમને ખૂબ સન્માન પ્રાપ્ત થશે. તમે ઘોષવતી રાગમાં વીણા વગાડી મહારાજાની સંગીત શ્રવણની ઉત્કંઠા પૂર્ણ કરો.'’ Jain Education International ... ...૪૪૮ ઉદાયનરાજાએ મંત્રીશ્વરની સામે જોયું. તેમણે સલાહ લેતાં કહ્યું, ‘‘મંત્રીશ્વર ! તમે શું કહો છો ? તમે કહો તો હું અવંતી નગરી તરફ પ્રયાણ કરું ?'' મંત્રીશ્વરે કહ્યું, “મહારાજ ! આ સમયે ત્યાં જવું યોગ્ય નથી. અહીં રાજ્યનાં ઘણા કાર્યો આપની ગેરહાજરીથી બગાડી જશે. ...૪૪૯ તમે રાજકુંવરી વાસવદત્તાને સંગીત વિદ્યા શીખવા માટે અહીં બોલાવો. વિદ્યાગુરુ કદી વિદ્યા આપવા સામે ચાલીને ત્યાં ન જાય.'' મંત્રીશ્વરનાં વચનો સાંભળી ઉદાયનરાજાએ કહ્યું, “તમે સત્ય કહો છો.’’ ત્યાર પછી લોહબંધ દૂત તરફ ફરીને રાજાએ કહ્યું. ... ૪૫૦ ‘‘રાજકુંવરી વાસવદત્તા જો મારી પાસે વિદ્યા શીખવા આવે તો હું મારી પાસે રહેલી સકળ વિદ્યા તેને શીખવીશ. કષ્ટનું સેવન કર્યા વિના ફળની પ્રાપ્તિ શી રીતે થાય ? વિનયથી વિદ્યા શીખવતાં ગુરુનો પણ ઉત્સાહ વધે છે.’’ ૪૫૧ ઉદાયનરાજાના વચનો સાંભળી સંદેશો લઈ લોહબંધ દૂત ઉજ્જયિની નગરીમાં પાછો આવ્યો. તેણે ત્યાં આવી ચંડપ્રદ્યોતનરાજાને કહ્યું, “મહારાજ ! શતાનીકરાજાના પુત્ર ઉદાયનરાજા વિદ્યા ભણાવવા અહીં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy