SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” કરે તો ઉદાયનકુમાર તેને કહેતા, “અરે કાંણી કેમ ભૂલ કરે છે?'' ... ૫૧૭ રાજકુમારી આ સાંભળી મનમાં ખીજાણી પરંતુ તેણે મનને શાંત કરી વિચાર્યું, ‘ઉત્તમ પુરુષોને આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો અશોભનીય છે. હવે જ્યારે પણ રાજકુમારી વિદ્યાભ્યાસ કરતાં કોઈ ભૂલ કરતી ત્યારે ઉદાયનકુમાર તેને કટાક્ષ કરતાં કહેતાં, “અરે કાંણી! તું ગાંધર્વ શાસ્ત્રનો કેમ વિનાશ કરે છે? કેમ ભૂલ કરે છે?” ..૫૧૮ રાજકુમારીએ અભદ્ર વચનો સાંભળી ઉદાયનકુમારને રોકતાં કહ્યું, “તમે ઈન્દ્રની જેવા શ્રેષ્ઠ છો પરંતુ અસત્ય અને કર્કશ ભાષાનો ઉપયોગ શા માટે કરો છો? આ વિશ્વમાં સર્જન અને પરોપકારી પુરુષો સદા ઉત્તમ અને મધુર વાણી બોલે છે. ..પ૧૯ તમે વિદ્વાન થઈને બુદ્ધિથી કામ કરો. હું જ્યારે ભૂલ કરું ત્યારે તમે મને ‘શારદા' કહેજો” ઉદાયનરાજાને (માનભંગ થતાં) ક્રોધ આવ્યો. તેમણે વિચાર્યું, “હાથિણી કદી અંકુશ વિના નિયમનમાં રહેતી નથી, તેમ આ કુંવરી નિરકુંશ થઈ કોઈની માન મર્યાદા રાખતી નથી.' ...પર રાજકુમારી વારંવાર ભૂલ કરવા લાગી ત્યારે ઉદાયનકુમાર ખીજાઈને તેણીને પુનઃ પુનઃ “કાંણી’ (આંધળી) એવા સંબોધન કરવા લાગ્યા. તેમણે કહ્યું, “હે કુંવરી! (હવે તો હદ થઈ ગઈ) તારાં નયનમાં ક્ષતિ હતી તે તો હું જાણું છું પરંતુ હવે તો તું હદયથી પણ ખોડ (ક્ષતિ) વાળી છે.” ...પ૨૧ રાજકુમારી વાસવદત્તાની ક્રોધની કોઈ સીમા ન રહી. તેણે મર્યાદાનો ભંગ કરી કહ્યું, હું “કાંણી' નથી પરંતુ તમે કોઢિ' જરૂર છો તેથી જ હું માથે વસ્ત્ર ઓઢીને વિદ્યા ભણું છું. રખે! મને તમારા કોઢના રોગનો સ્પર્શ થાય અને મારા શરીરે પ્રસરે.” ...પરર અચાનક રાજકુમારીએ પૂછયું, “તમે શી રીતે જાણ્યું કે હું કોણ છું?” ઉદાયનકુમારને આ પ્રશ્ન ઉપર વિચાર કરતાં વાતનું રહસ્ય પ્રગટ થયું. રાજકુમારીએ મને “કોઢિ” શામાટે કહ્યો? રાજકુમારી સમજ્યા વિના કદી અભદ્ર ન બોલે (આ ચંડપ્રદ્યોતનરાજાની કોઈ ચાલ છે) ...પર૩ ચંડપ્રદ્યોતનરાજાએ અસત્ય બોલીને રાજકુંવરી કાંણી' છે, એવું મને કહ્યું. રાજાનું આ વચન અસત્ય છે. જેમ હું કોઢિ' નથી તેમને કાંણી' નથી. રાજાએ કોઈ અનર્થ (ખોટું કાર્ય) ન થાય તે માટે અમને બન્નેને ખોટું બોલી છેતર્યા છે.' ...પર૪ ઉદાયનકુમારે આ રીતે ચિંતન કરી એકાએક મનના સંશયનું નિવારણ કરવા પડદો ખેંચી કાઢયો. તેમણે સ્વરૂપવાન અને મનોહર સુંદરીને જોઈ. રાજકુમારી એ પણ કામદેવના રૂપ સમાન દેખાવડા ઉદાયન કુમારને જોયા. એકબીજાને જોઈને બન્ને ખુશ થયા. તેમનું મન પાણિગ્રહણ કરવા હર્ષિત થયું. ...પરપ રાજકુમારીએ નેહભરી નજરે ઘૂંઘટ ખોલીને ઉદાયનકુમારની સામે જોયું, “વામીનાથ ! હું અણવિચાર્યું (નિરર્થક) બોલી છું. મેં આજે કામદેવ જેવા સ્વરૂપવાન કુમારને કોઢિયો કહ્યો. હેનરપતિ ! મારા (૧) એક વખત વાસવદત્તાના મનમાં થયું, “હું એમને જોઉં.” એવા વિચારથી તે ભણવામાં ધ્યાન ન આપી શકી. અભ્યાસમાં શુન્યતા જોઈ ઉદાયનકુમારે તરછોડીને કહ્યું. (ત્રિ.શ.પુ.ચ. : પર્વ-૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy