SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ સ્વછંદપણે ચોરી કરવા લાગ્યો. તેના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે મહારાજાએ અભયકુમારને બોલાવ્યા ...૯૦૯ એક દિવસ રૌહિણેયચોર વૈભારગિરિની ગુફાઓમાંથી નીકળી રાજગૃહીમાંથી ચોરી કરી પાછો જઈ રહ્યો હતો. ત્યારે તેણે જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીને જોયા. પરમાત્મા માલકૌશ રાગમાં દેશના આપતા હતા. રોહિણેયને પિતાજીનો અંતિમ આદેશ યાદ આવ્યો. રોહિણેય બંને હાથની આંગળીઓ કાનમાં ખોસી ઝડપથી ત્યાંથી દોડવા લાગ્યો. ...૯૧૦ રોહિણેય ખૂબ ઉતાવળથી આમ તેમ જોતો ઝડપથી દોડી રહ્યો હતો. ત્યાં અચાનક તેના પગમાં તીર્ણ કાંટો વાગ્યો. તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અસહય પીડા થવાથી તે એક પગલું પણ ચાલી શકે એમ ન હતો. તેણે એક હાથથી પગ દબાવ્યો અને બીજા હાથથી કાંટાને જોરથી ખેંચી કાઢયો, ત્યારે તેણે પ્રભુના મુખેથી ઉત્તમ શબ્દો સાંભળ્યા. ...૯૧૧ (દેવોની આંખો કદી મટકું ન મારે. એમની પુખોના માળા કદી કરમાય નહિ. તેમના શરીર ઉપર પરસેવાનાં ટીપાં ન હોય. તેમના પગ જમીનથી અધ્ધર હોય. તેમને પડછાયો પણ ન હોય.) પ્રભુના મુખેથી સાંભળેલી દેવોના વર્ણન સંબંધની ગાથાનો અર્થ વિચારતો વિચારતો ઘરે આવ્યા. (તે જિનવાણી ભૂલવાનો પ્રયત્ન કરતો હતો તેમ તેને તે શબ્દો વધુ યાદ આવતાં હતાં. રાજગૃહીના શ્રેષ્ઠીઓ અને સાર્થવાહો ચોરના ત્રાસથી ભયભીત બન્યાં. તેમણે મહારાજાને ફરિયાદ કરી. મહારાજાએ મહામંત્રી અભયકુમારને ગમે તેમ કરી રોહિણેયને પકડવાનો આદેશ આપ્યો. રોહિણેય વેશ પરિવર્તન કરી નગરની નવા જૂની જાણવા નગરમાં ફરવા લાગ્યો. અભયકુમાર પણ ગુપ્ત વેશમાં ફરી રહ્યા હતા. ગુપ્તચરોને સંશય થતાં રોહિણેય જાળમાં ફસાયો. મહારાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. રોહિણેયે પોતાનો પરિચય આપતાં કહ્યું, “હું શાલિગ્રામનો દુર્ગચંડ નામનો ખેડૂત છું.” પ્રમાણ સ્પષ્ટ ન મળતાં રોહિણેય નિર્દોષ જાહેર થયો. હવે અભયકુમારે તેની સાથે મૈત્રી કરી.) ચોરે રોહણશેઠ નામ રાખી શાહુકાર શ્રેષ્ઠીનું રૂપ ઘારણ કર્યું. અભયકુમારે (પ્રેમ અને સ્નેહના ચક્કરમાં) પોતાના મહેલમાં ભજન કરવા બોલાવ્યો. ...૯૧૨ અભયકુમારે વિવિધ વાનગીઓ અને ચંદ્રહાસ નામનું મધુર પીણું આગ્રહ કરી કરીને પીવડાવ્યું. અતિશય આહાર અને મદિરાના સેવનથી નશો ચઢતાં રોહણ શેઠનો દેહ પલંગ ઉપર બેહોશ થઈ ઢળી પડયો. રોહણ શેઠ જ્યારે ઢોલિયો ઉપર સૂઈ ગયો ત્યારે ત્યાં સુંદર દેવભવનની રચના કરવામાં આવી. ....૯૧૩ આદેવભવનમાં (પુષ્પ શય્યા હતી. રત્નદીપ પ્રકાશ પાથરી રહ્યા હતા. મધુર સંગીતની સુરાવલિઓ છૂટી રહી હતી. સુંદરીઓના ઝાંઝરના ઝણકારથી મહેલ ગુંજી રહ્યો હતો.) અપ્સરા જેવી ચાર નવ યુવાન સુંદરીઓ (પુષ્પમાળાઓ લઈ) ઊભી હતી. ચાર સ્ત્રીઓ પ્રસન્ન વદને મંદ મંદ ચામર વીંઝતી હતી. જ્યારે રોહણ શેઠે આંખો ખોલી ત્યારે કોકિલ કંઠે ગીત ગાતી સુંદરીઓએ તેમનો જયજયકાર કર્યો. ...૯૧૪ સુંદરીઓએ હાથ જોડી કહ્યું, (૨વામીનાથ! આપ આ દેવ વિમાનના સ્વામી છો) “પ્રાણનાથ! તમે કયા પુણ્યથી આવ્યા છો? સ્વર્ગ લોકનાં સુખ પ્રાયઃ પુણ્યોદયથી જ મળે છે. (હે દેવ ! સ્વર્ગની પરંપરા પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy