SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” મહાકૃષ્ણ મુઉં સહી, વિરકૃષ્ણ જ મારયો; રામકૃષ્ણ પડીઉં યદા, કોણી હડવડીઉં. •.. ૧૫૩૬ પીઉસેનકૃષ્ણ જ વલી, નોમઈ દિનિ ચડીઉં; ચેડઈ બાણ મુકિઉં તહી, તેહઈ રણિ પડીઉં. ... ૧૫૩૭ મહાસેનકૃષ્ણ જ વલી, દસમઈ દિનિ આવઈ; ચેડઈ બાણ મુકિઉં તહી, જિમ મંદિર જાવઈ. ... ૧૫૩૮ દસ દિવસ દસ જણ હણયા, કાલાદિક ભ્રાતો; ઋષભ કહઈ કોણી તણઈ, તવ ચિંતા થાતો. ... ૧૫૩૯ અર્થ:- શૂરવીર યોદ્ધાઓ ઘરબાર, પરિવારજનોની માયા મૂકી, નિર્મોહી બની પોતાના મહારાજાનું ઋણ ચૂકવવા યુદ્ધ ભૂમિમાં મરણિયા બની લડતા હતા. તેઓ ધનુષ્યની પણછ ચડાવીને શત્રુઓની પાછળ વેગથી દોડતા હતા. તે શૂરવીર બાણાવળીઓનું એક પણ બાણ ખાલી જતું ન હતું. ... ૧૫ર૫ સેનાપતિઓમાં ખમીર પ્રગટ થતાં તેઓ શત્રુ સૈન્ય ઉપર આગની જેમ તૂટી પડયાં. તેઓ શૂરવીરતા પૂર્વક લડતાં બોલ્યાં, “ચાલો સાથીઓ! રણમેદાનમાં ઝંપલાવીએ. આપણા રાજા માટે યુદ્ધ કરતાં કરતાં આયુષ્ય ખૂટશે તો ત્યાં આપણું મૃત્યુ થશે.”(આપણી સદ્ગતિ થશે.) ... ૧૫ર૬ સેનાપતિઓના વીરતાભર્યા વચનોથી સુભટોના તન વિસ્તીર્ણ થયા. તેમના માથાના વાળ વિકસ્યા (વિખેરાયા). તેમના મતકનું શિરછત્ર પણ નાનું પડયું તેથી માથા પર ન આવ્યું. આવા ખુમારીવંત સુભટો પાસેથી કયા શત્રુઓ બચીને જઈ શકે? ... ૧૫ર૭ કેટલાક વીર યોદ્ધાઓએ મ્યાનમાંથી ધારદાર તલવારો કાઢી યુદ્ધના મેદાનમાં દોટ મૂકી. કેટલાક સુભટો દંડ, બરછી, ભાલા જેવા વિવિધ તીક્ષ્ણ હથિયારો લઈ દોડયા. બંને પક્ષના શત્રુઓ વચ્ચે આક્રમક યુદ્ધ થયું. બળવાન યોદ્ધાઓ એક વાર ભાલો ઊંચો કરી શત્રુઓ ઉપર પ્રહાર કરે તો કેટલાય શત્રુ સેનાનીઓને યમસદને પહોંચાડતા હતા. શૂરવીર સુભટો શત્રુ સેનાનીઓને લલકારતાં કહેતાં હતાં કે, “તમે (ભિખારીની જેમ) ઘરે ઘરે ભિક્ષા માટે) ફરતા રહો છો તે કરતાં અહીં આવો અમે તમને ભક્ષ્ય (ભોજન) આપીએ.” ... ૧૫ર૯ - સુભટો પોતાના મુખેથી આવાં શબ્દો બોલી શત્રુપક્ષના સેનાનીઓ પાસે સામેથી જતાં હતાં. કેટલાક યોદ્ધાઓએ અંગરક્ષા માટે રીંછના ચામડાથી પોતાનું શરીર અને શિર છત્ર વીંટયું હતું. ... ૧૫૩૦ કેટલાક સેનાનીઓએ દેડકાની ચામડી જેવા વર્ણના બખ્તર પહેર્યા હતાં. તેઓ હાહાકાર કરતાં શત્રુ સેના પર મરણિયા બની પ્રહાર કરતા, આવા શૂરવીર યોદ્ધઓને દેવો પણ નમસ્કાર કરતાં હતાં.... ૧૫૩૧ રણસંગ્રામમાં કેટલાક સુભટોનાં મસ્તકો ખડગો વડે છેદાઈ ગયાં હતાં, છતાં પોતાના ધડને લડવાની આજ્ઞા કરતાં હોય તેમ જણાતું હતું. તેઓ રણભૂમિને છોડી બહાર જવા તૈયાર જ ન હતા. ચેડારાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy