SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ દુહા : ૭૭ ૧૫૨૪ ૧૫૨૪ રાગ : અશાવરી સીપૂર્વ જે હોસઈ ચેડા તણઈ, ન રહઈ કોણી નૂર; અસ્તું કહીનિં ઉઠીઆ, ચેડાના ભલ સૂર. અર્થ - ચેડારાજાનો સર્વત્ર જય જયકાર થશે. કોણિક રાજાનું અભિમાન ચૂર ચૂર થઈ જશે;'' એવું કહીને ચેડારાજાના શૂરવીર સુભટો ઉઠયા. તેઓ યુદ્ધના મેદાન તરફ દોડયા. ઢાળ ઃ ૬૬ અમોઘ બાણ વડે સેનાપતિઓનું મૃત્યુ કાહન વજાવઈ વાંસલી એ દેશી. સુર લડઈ રણમાં બહુ, ઘર માયા મુંકઈ; ધનુષ ચડાવીનિં ધસઈ, નર બાણ ન ચૂકઈ. સુર ગણો તન ઉલસઈ, તવ આગા ત્રૂટઈ; ચાલો રણિં ઝંપાવીઈ, તિહાં મરવું ખૂટઈ. મસ્તગિ વેણી ઉહલસઈ, શરિ ટોપ ન આવઈ; સુર સુભટ તે આગલિં, જીવત કુણ જાવઈ. કેતા નર રણમાં ધસઈ, કાઢી તરૂઆરયો; દંડ સાંગિ લેઈ ધસઈ, થઈ મારયા મારયો. એક ભાલો ઊંચો કરી, તિહાં યમ નોંહતરતો; આવો ભષ્ય તુમ દીજઈ, રહઈ ઘર ઘેર ફરતો. અસ્યાં વચન બોલઈ મુખિં, રણિ સાહમાં આવઈ; રીંછ ચામડઈ વીટયા, શિર ટોપ બનાવઈ. કુરમ ચરમ સરખા વલી, સલહ બગતર પેહરી; ગરજ તણા ઘા બહુ કરઈ, નર સોય નમે હરી. માથા વિઠ્ઠણાં ધડ ધસઈ, નવિ જાય છાંડી; ચેડો કોણી બેહુ વઢઈ, રામાયણ માંડી. ચેડો સમકિત નો ધણી, રાખઈ વ્રત બારો; એક બાણ મુંકઈ સહી, મારઈ નિરધારો. સેનાપતિ તિહાં મારીઉં, નામેિં જે કાલો; કોણી મુખ ઝંખુ થયું, પડી ઉદર ફાલો. સુકાલ બીજઈ દિન હણ્યો, મહાકાલ જ મારયો; કૃષ્ણ પડયો રણમાં સહી, સુકૃષ્ણ જ હારયો. Jain Education International For Personal & Private Use Only ... ... ૨૭૯ ૧૫૨૫ ૧૫૨૬ ... ૧૫૨૭ ૧૫૨૮ ૧૫૨૯ ... ૧૫૩૦ ૧૫૩૧ ૧૫૩૨ ૧૫૩૩ ૧૫૩૪ ... ૧૫૩૫ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy