________________
વૈભારગિરિ પરવત યાંહિ, વિપુલગિરિ બીજો છઈ ત્યાંહિ; રત્નાગિરિ સોવન ગિરિ સાર, રૂપગિરિ સબલો વિસ્તાર જંત્રઢીંગલી તિહાં જઈ નાલિ, ત્રસૂલ ગોલા તિહાં નિહાલ; વિષમ ડુંગરા વિષમો માર, એ રાજહીનો શિણગાર
... ૨૮ અર્થ :- ઉપરોક્ત સાડા પચ્ચીસ આર્ય દેશ છે. તેમાં ઉચ્ચ જાતિ અને ગુણોમાં શ્રેષ્ઠ હોય તેવા આર્ય લોકો વસે છે. મગધદેશમાં રાજગૃહી નગરી હતી. આ નગરીમાં મહારાજા શ્રેણિક જન્મ્યા હતા. ... ૨૫
રાજગૃહી નગરીને ફરતો સુરક્ષિત મજબૂત કિલ્લો હતો. રાજગૃહી નગરી વિશાળ હતી. તે એક યોજન લાંબી અને નવ યોજન પહોળા વિસ્તારની હતી. તેની શોભા લંકા નગરી જેવી અનુપમ હતી.... ર૬
નગરીની એક બાજુ વૈભારગિરિ પર્વત હતો. બીજી બાજુ વિપુલગિરિ તો ત્રીજી બાજુ રત્નગિરિ અને સુવર્ણગિરિ પર્વત હતા. રૂપગિરિ પર્વતનો વિસ્તાર ઘણો મોટો હતો. મગધ દેશ વિશાળ પર્વતોની હારમાળથી ચારે તરફ સુરક્ષિત હતો.'
.. ૨૭ રાજગૃહી નગરીમાં જંત્ર, ઢીંકલી (હથેળીથી વાગતું વાઘ) જેવા સંગીતના વાદ્ય હતા. વળી ત્યાં તોપ, ત્રિશુળ, દારુગોળો પણ નજરે પડતો હતો. રાજગૃહી નગરીને ફરતાં વિષમ રળિયામણા પર્વતો અને સખ્ત મારની ઘાંટી(અડચણ) હતા, જે રાજગૃહી નગરીનો શણગાર હતો.
રાસનાયકનો જન્મ પ્રસેનિજત કરઈ તિહાં રાય, અકર અન્યાય કરયા તેણઈ ત્યાગ; લાત લાંપડા ચાબક લાકડી, એ ચ્યારઈ નઈ વેલા પડી રાજિ નિકંટક રાજા કરઈ, સો કન્યા સુંદર જોઈ વરઈ; કલાવતી પટરાણી સહી, સુક ભોગવતી ગૃ૫ ગહઈ નહી અનુકરમિં સો બેટા થાય, કલાવતી સુત શ્રેણિક રાય; વિદ્યા ચઉદ ભણ્યો નર તેહ, શસ્ત્ર ભેદ જાણઈ નર જેહ પ્રથમ વઈ નવિ શિખ્યો જ્ઞાન, બીજી વઈ નવી મેલું ધાન; ત્રીજી વઈ શ્રેય નવિ સાધેય, ચોથી વઈ તે કરયું કરેહ તેહિં શ્રેણિકાદિક સુત જેહ, સકલ કલા નર સીખ્યા તેહ; પ્રસેનજીત દેખી હરખંત, ઋષભ કહઈ સુત નઈ નિરખંત
... ૨૮
... ૩૩
(૧) વિપુલ, ર, ઉદય, સ્વર્ગ અને વૈભારગિરિ. આ પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાથી રાજગૃહીને ગિરિત્રજ કહે છે. બૌદ્ધિક અને વૈદિક પરંપરામાં તેનાં જુદાં નામો છે. વૈદિક પરંપરા - વહાર, બારહ, વૃષભ, ઋષિગિરિ, ચૈત્યક, બૌદ્ધ પરંપરા – ચંદન, મિક્ઝફુટ, વેભાર, ઈસમિતિ, વેમુન્ન. આ પહાડો આજે પણ રાજગૃહીમાં છે. મગધની રાજધાની રાજગૃહ વિવિધ નામોથી ઓળખાતી હતી. જેમકે મગધપુર, ક્ષતિપ્રતિષ્ઠિત, ચણકપુર, કુશાગ્રપુર. અહીં ભગવાન મહાવીરે સૌથી વધુ ચાતુર્માસ કર્યા હતાં. તે રાજગિરિના નામથી વિશ્રત છે. તે બિહાર પ્રાંતના પટણાથી પૂર્વ અને ગયાથી પૂર્વોત્તરમાં અવસ્થિત છે. (શ્રી અંતગડસૂત્ર પૃ. ૨૨૦-૨૨૧.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org