________________
(૩) સફેદ સિંહ : સિંહ ઉમદા પ્રકૃત્તિ ધરાવે છે, છતાં હિંસક પ્રાણી છે. તે મિશ્રભાવ ધરાવે છે, તેમ ત્રીજા ગુણસ્થાનકે રહેલા જીવને સદ્ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે એકાંત શ્રદ્ધારૂપ પ્રેમ નથી તેમ દ્વેષ પણ નથી. સિંહ છલાંગ મારે તો ઉંચો અથવા નીચે ખાડામાં પડે તેમ આ સ્થાનેથી જીવનું ઉર્ધ્વગમન પણ શકે અને પતન પણ થઈ શકે .
(૪) કમળના સિંહાસન પર બિરાજેલાં લક્ષ્મી : મિથ્યાત્વનું છૂટવું અને સમ્યગ્દર્શનનું પ્રાપ્ત થવું સૌથી મોટી લક્ષ્મી છે. સમ્યગ્દર્શન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થતાં આત્મા અત્યંત બળવાન બને છે. તે અદમ્ય પુરુષાર્થ કરે તો આગળ વધી શકે . (૫) પંચવર્ણી ફૂલની સુગંધિત માળા : ચંપવર્ણી લાંબી બે પુષ્પ માળા સર્વત્ર સુગંધ ફેલાવે છે, તેમ જીવ પાંચમા ગુણસ્થાનકે અણુવ્રતરૂપી માળા ધારણ કરી અણીશુદ્ધ પાલન કરે ત્યારે શોભાયમાન બને છે.
(૬) પૂનમનો ચંદ્ર : જીવનમાં અપ્રમત્તતા ઓછી થાય તો પૂનમના ચંદ્ર જેવો બની સાધક શીતળતા અનુભવે છે. ધીરે ધીરે જીવનમાંથી અંધકાર ઘટતો જાય, પ્રકાશ વધતો જાય છે.
(૭) સૂર્ય : સાતમા ગુણસ્થાનકે અપ્રમત્તતા આવવાથી અંધકારનો સંપૂર્ણ નાશ થાય છે. આત્મા સૂર્ય જેવો ઉજ્જવલ અને તેજસ્વી બને છે.
(૮) ધ્વજા : (દિગંબર પરંપરા પ્રમાણે બે માછલી અને ધ્વજા) જીવની વિજય યાત્રાનું સૂચક છે. જેમ સમ્રાટ દિગ્વિજય કરવા નીકળે ત્યારે સમગ્ર વિશ્વ જીતી લીધું હોય પરંતુ એક કિલ્લો જો જીતવાનો બાકી હોય અને પરાજય પામે તો તમામ ખોઈ બેસે છે, તેમ આઠમા ગુણસ્થાનક વાળો જીવ ઉપશમ શ્રેણી કરે તો છેલ્લા ગઢથી પાછો ફરી બધું જ ગુમાવે છે પણ ક્ષપક શ્રેણી કરે તો વિશ્વવિજયી બની કર્મશત્રુઓનો વિધ્વંસ કરે છે.
(૯) બે સુવર્ણ કળશ : નિર્મળ નીરથી પરિપૂર્ણ, કમળથી આચ્છાદિત ચાંદીનો કળશ નિર્વિકાર, નિર્લેપ અને અનાસક્ત ભાવનું સૂચન કરે છે. નવમા ગુણસ્થાને દેહાધ્યાસ પૂરેપૂરો છૂટી ગયો છે. વેદમોહનીયનો ક્ષય કે ઉપશમ થવાથી આત્મા નિર્મળ બને છે.
(૧૦) પદ્મસરોવર ઃ હજારો પાંખડીવાળા કમળોથી પદ્મસરોવર સુશોભિત છે. શરીરનો સંગભાવ છૂટી જવાથી તેમાં નિર્લિપ્ત ભાવોનાં કમળો ખીલ્યાં છે. સૂક્ષ્મ કષાયોનું ગલન કરવા આત્મા વેગવાન બન્યો છે.
(૧૧) ક્ષીરસમુદ્ર : ચિત્તને આનંદ આપનાર ઉજ્જવલ ક્ષીર સમુદ્ર સૂચવે છે કે સમુદ્ર ખારો છે. આત્મબળે જીવે ખારાશને મીઠાશમાં ફેરવી નાખી છે પરંતુ ઉપશાંત થયેલા કષાયો ઉદયમાન થતાં જીવને ભવસાગરના તળીયે ખેંચી જાય છે.
(૧૨) દેવવિમાન : (દિગંબર અનુસાર રત્નજડિત સિંહાસન અને દેવવિમાન)જે જીવ ક્ષીરસમુદ્રની મીઠાશમાં લેપાતો નથી અને સમુદ્ર તરવાનો પુરુષાર્થ ચાલુ રાખે છે તે વિમાન જેવી તીવ્ર ગતિથી ભવસાગર પાર કરે છે.
(૧૩) રત્નરાશિનો ઢગઃ કર્મનો રાજા મોહનીયનો પરાજય થતાં તેરમે ગુણસ્થાનકે આત્મા ઘનઘાતી કર્મો જેવાંકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય પર વિજય મેળવે છે તેથી તેને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ અને વીર્યરૂપ રત્નરાશિ પ્રાપ્ત થાય છે.
(૧૪) નિર્ધમ અગ્નિ : આયુષ્ય કર્મનો ક્ષય થતાં અઘાતી કર્મોનું દહન થાય છે. મન, વચન અને કાયાનો યોગ રૂપી ધૂમાડો ઉડી જતાં જીવ અયોગી, અજર, અમર, અજન્મા બને છે.
તીર્થંકરોના પ્રતીક ચિહ્નોમાં પશુ પક્ષીઓ અને નૈસર્ગિક તત્ત્વનું પ્રમાણ વધુ . આ મહત્ત્વપૂર્ણ સંકેત છે કે, જૈનધર્મની મૂળભૂત ધારણા ‘પરસ્પરોપગ્રહો જીવામાન્' પર નિર્ભર છે. આ ચૌદ સ્વપ્નોમાં જૈન દર્શન સમાયેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org