SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” તેમણે ઘણી પૃથ્વી જીતીને પોતાની કીર્તિનો ધ્વજ લહેરાવ્યો. ... ૪૩૧ ઉદાયનરાજા સર્વને ત્યાં સુખની લહેરો લહેરાતી હતી પરંતુ તેઓ સદા ઉદાસ રહેતાં હતાં. તેમને પ્રત્યેક ક્ષણે પોતાની માતા મૃગાવતીજીનું સ્મરણ થતું હતું. તેઓ તેમનાં દર્શન અને વંદનની અભિલાષા ધરાવતા હતા. તેઓ નિત્ય તેમનું મનમાં ધ્યાન ધરતા હતા. કવિ કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં જનની સમાન કોઈ શ્રેષ્ઠ તીર્થ સ્થાન નથી. જે પોતાની માતાને સન્માન આપે છે, તેના ઘરમાં સર્વ તીર્થસ્થાનો રહેલાં છે. ... ૪૩૩ જે માતાએ પોતાના પુત્રને નવ માસ ગર્ભમાં સાચવ્યો, તેના બાળપણમાં મળ-મૂત્ર ધોઈ રવચ્છ કર્યા. તે વ્યક્તિ માતાના ચરણોની નિત્ય પૂજા કરે, છતાં પણ તેના ઉપકારોનું ઋણ ચૂકવી શકે નહીં. ...૪૩૪ જો કોઈ વ્યક્તિ માતાની કાયાના વજન બરોબર સુવર્ણ તોલી દાનમાં આપે, મનમાં અત્યંત પશ્ચાતાપ સાથે માતાને તીર્થયાત્રા કરાવે, માતાને દિવ્ય મણિની માળા પહેરાવે, છતાં તે માતાના ઉપકારોમાંથી કદી ઋણ મુક્ત ન થઈ શકે. ...૪૩૫ માતાના ચરણોનું પ્રક્ષાલન કરી તેનું પાણી પોતે પીએ, માતાના મુખમાં પોતાના હાથે અમૃત કવલનો આહાર કરાવે, તેમને દિવ્ય વસ્ત્રો પહેરાવે, છતાં તેમના ગુણો(ઉપકારો)ની બરોબરી કદી ન કરી શકે. ...૪૩૬ દુહા ઃ રર માતૃભક્તિની શ્રેષ્ઠતા ઉત્તમ નર ચૂકે નહી, ભગતિ કરે નીજ તાત; તેહ થકી અધકી કહી, જે પોતાની માતા સઈવ કહઈ ઉવઝાયની, ભગતિ કરઈહ સદાય; એકદા આચરજ તણા, પૂરી સરીખોં થાય આચરજને પૂજતો, કો એક પૂરષ સો વાર; તાત ભગતિ એકદા કરઈ, તેહનો પુણ્ય અપાર પીતા તણી પૂજા કરઈ, ફરી ફરી વાર હજાર; માત ભગતિ એકદા કરઈ, પૂણ્ય તણો દી થાય રે ભરત જસા સૂત જેહવા, તેણઈ માત ભગતિ મોટી કરી; શત્રુંજ ગીર સંઘવી થયો, કરયો ભગતિ એ થાય પાંડવ પંચ જનમ્યા ભલા, શગુંજ ગયા સુજાણ; કરયો ઉધાર જ બારમો, માત વચન પ્રમાણ ... ૪૪૨ અર્થ :- સજ્જન અને ઉત્તમ પુરુષો માતાની ભક્તિ કરવાનું કદી વિસરતા નથી. તેઓ નિત્ય પોતાના પિતાની પણ ભક્તિ-સેવા પણ કરે છે. શાસ્ત્રકરો એ પિતાથી પણ અધિક શ્રેષ્ઠ માતાને સ્થાન આપ્યું છે....૪૩૭ ઉપાધ્યાયજીની સો વાર ભક્તિ કરવી અને બીજી તરફ ફક્ત એક જ વખત આચાર્યજીની ભક્તિસેવા કરવી એ તુલ્ય (સમાન) છે. ... ૪૩૮ ... ૪૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy