SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪00 કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” વિણ અપરાધઈ દીધો દંડ, કરઈ રાય કિમ એહ અખંડ; જખ્ય આરાધ્યો જઈ બહુ ભાતિ, વર દીધો તે જિમણે હાથ ... ૩૫૫ મૃગાવતીનું લખ્યું સરુપ, ભેટયો ચંદ્રપ્રદ્યોતન ભૂપ; પટ દેખાડી ઉભો રહ્યો, રાજા તવ કામાતુર થયો • ૩૫૬ શ્લોક :- કામાર્થિ તન કીતો લજ્યા, મંશ આહારી તસકતો દયા; મદિપાની તસ કીતો સૌચ, દારીશ્રી તસ કીતો કાય .... ૩પ૭ અર્થ:- શતાનીકરાજા જ્યારે રાજસભા ભરીને બેઠા હતા ત્યારે ત્યાં એક વીણા વાદક આવ્યો. તે હાથમાં વીણા પકડી મધુર ગીતો હતો. તેના મધુર વીણા વાદનના નાદથી રાજા અત્યંત પ્રસન્ન થયા. ...૩૨૦ વીણાવાદકે (ગર્વિષ્ઠ બની) રાજસભામાં લોકોને લલકારતાં કહ્યું, “મહારાજ! હું વીણાવાદન કરવામાં અવ્વલ નંબરે આવું છું. મેં ઘણા પુરુષોના અભિમાન ઉતાર્યા છે. કોઈ મારી સાથે વાદમાં ઉતરી તેની ખાતરી કરી શકે છે.” ત્યારે ઉદાયનકુમારે પ્રતિકાર કરતાં ત્યાં ઘોષવતી વીણાના નાદ છેડયાં. ...૩૨૧ ઉદાયનકુમારની વીણાનો નાદ સાંભળી દેવલોકનાં દેવો પણ ડોલવા લાગ્યા. ઉદાયનકુમારે વીણાવાદક પુરુષનો ગર્વ ઉતારી તેને ચરણે નમાવ્યો. ઉદાયનકુમારે પોતાને કઈ રીતે વીણાવાદનની વિદ્યા પ્રાપ્ત થઈ તેની વિગતવાર કથા કહેતાં કહ્યું, “હું અને મારી માતા અમે બન્ને જ્યારે મલયાચલ પર્વતના ચંદનવનમાં રહેતા હતા. ..૩રર ત્યારે એક દિવસ મેં મણિધર સર્ષને (ભીલકુવકના હાથે) મરતાં બચાવ્યો. તે સર્પ મટીને દેવ થયો. તે દેવ મારા ઉપર પ્રસન્ન થયો. તે મને પાતાળ લોકમાં લઈ ગયો. તેણે મને (વીણાવાદન શીખવી) વીણા આપી પુનઃમારા મૂળ સ્થાને મૂક્યો. ...૩૨૩ દેવે મને આશીર્વાદ આપ્યા કે, વીણાવાદનમાં તમારો કોઈ પરાજ્ય નહીં કરી શકે.” શતાનીકરાજા, પુત્રની વાત સાંભળી ખુશ થયા. મહારાજાએ શુભ મુહુર્તે ઉદાયનકુમારનો રાજ્યાભિષેક કરી યુવરાજની પદવી આપી. ઉદાયનકુમારની વીણા વાદનની કળા જગતમાં ખૂબ પ્રસિદ્ધ થઈ. ...૩૨૪ એક દિવસ શતાનીક રાજા રાજસભા ભરીને બેઠા હતા. તે સમયે પરદેશથી એક દૂત આવ્યો. રાજાએ દૂતને ત્યારે પૂછયું, “જેવું બીજા રાજાઓ પાસે હોય એવું મારે ત્યાં શું નથી? (મારા રાજ્યમાં શું ઉણપ છે?)" ... ૩૨૫ દૂતે કહ્યું, મહારાજ! કાંતીપુર નગરમાં જેવી ચિત્રશાળા છે, તેવી ચિત્રશાળા ક્યાંય જોઈ નથી તેથી પુષ્પચૂલ રાજાના રાજ્ય જેવી જચિત્રશાળા આ સ્થાને કરાવો. ...૩૨૬ - શતાનીકરાજાએ ચિત્રશાળાના નિર્માણ માટે અનેક ચિત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા. ચિત્રકારોએ આનંદપૂર્વક ચિત્ર બનાવવા માટે સભાની ભૂમિ વહેંચી લીધી. (એક યુવાન ચિત્રકારને (૧) પુખશેખર પ્રસાદમાં જે ચિત્રો અંકિત થયાં છે તે જોઈને ઈન્દ્રસભા પણ ચકિત થઈ જાય. આ ચિત્ર જાણે વિધાતાએ જ ન ચીતર્યા હોય તેવા લાગે છે! (કવિસમયસુંદર એક અ. પૃ. ૧૦૦.). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy