________________
૧૬ર
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
૮૫૧ સો.
કણેકની ગોળીઓ ખાઈ ગયાં તેથી બનાવટી નો છે એવું સાબિત થયું. અભયકુમારે ન્યાય કરી રનો પાછાં મેળવ્યાં. તે પારિણામિકી બુદ્ધિ જાણવી.
...૮૪૮ મહામંત્રી અભયકુમાર ચાર બુદ્ધિના સ્વામી ધણી હતા. નંદીષેણ તેમના ભાઈ હતા. કવિ ઋષભદાસ હવે નંદીષેણ કુમારનો અધિકાર કહે છે.
.૮૪૯ ઢાળ : ૩૩ નંદીષેણકુમાર ચરિત્ર
પ્રણમું તુમ સીમંધરૂ જી : એ દેશી નંદીષેણ પછઈ ઉપનોજી, સુણયો તામ કથાય; દાન સુપાત્રિ દેવતાજી, શ્રેણિકનો સુત થાય
•.. ૮૫૦ સોભાગી એ શ્રેણિક સુત હોય... આંચલી. નગર પ્રથવી ભૂષણ વિષઈ જી, વિપ્ર વસઈ તિહાં એક; લક્ષ ભોજન તિહાં આદરઈજી, મલ્યા વિપ્ર અનેક કામ કરેવા કારણિ , જોઈ નર વલી ત્યાંહિ; મુખિ માગિઉં ધન આપીઈ જી, કરઈ પ્રીસણાં આંહિ એક પુરુષ તિહાં બોલીવું જી, લેઉં ઉગરતું રે અન; લેઉં લાડૂ લેહૂ ખાજલાં છે, જો તુમ માનઈ મન પરઠી પુરુષ તિહાં રહઈજી, કરઈ સજાઈ રે સાર; વિધ્યિસિ6 વિપ્ર જમાડતો જી, ઉગરતો લહઈ આહાર આપઈ તપીયા સાધનિ જી, અતિ અનુમોઈ રે દેહ; માનવ ભવ પૂરો કરી જી, પામ્યો સુરની દેહ થોડુંઈ હરખિ દીઈ જી, ભેલીમાંહિ વિવેક; સખર સાધ પ્રતિ લાભતાં જી, પામઈ ઋધિ અનેક સંગમ જીવ નયસારનું જી, નથી ઘણું કાંઈ દાન; ભાવિ સાધુ સંતોષતાં જી, પામ્યા સકલ નિધાન ચંદનબાલા બાકુલા જી, થોડા તે તુછ ધાન; ભાવિ જિનનિ આપતાં જી, પાગ્યું કેવલ જ્ઞાન ઘણું દીઈ કુપાત્રનિ જી, તોહિ ન પામઈ રે પાર; થોડું બંભ દેઈ કરી જી, પામ્યો સુર અવતાર સુરનાં સુખ પૂરાં કરી જી, શ્રેણિક ઘરી હુઉ પૂત; નંદીષેણ નામ જ થયું છે, વાધિયું બહુ ઘર સૂત
... ૮૬૦ સો. (૧) નંદીષેણ કુમાર ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૬, પૃ.૧૧૩
•• ૮૫૩ સો.
• ૮૫૫ સો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org