SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' (ક્યાં કાંકીડો અને ક્યાં સિંહ !) કાંકીડો સિંહને શું કરી શકે? નાની માછલીઓ મહાકાય વહેલ માછલીઓનું શું બગાડી શકે ? દેડકો વિશાળ પટવાળી નદીને નતરી શકે. શ્વાનને ખીર ખાંડનું મિષ્ટ ભોજનન પચે. (નિર્બળ બળવાનનું શું બગાડી શકે?) .. ૧૪૬૪ હે કોણિકરાજા! તમે તમારા ઘરમાં ચૂપચાપ બેસી રહેજો. પૃથ્વી ખણવા જશો તો દરમાંથી સાપ નીકળશે. (તમારું પોતાનું જ અનિષ્ટ થશે.) મણિધર નાગ પોતાના મણિને લીધા વિના કદી પાછો ફરતો નથી. (તેમ કોણિકરાજાને હરાવ્યા વિના અમે પાછા નહીં ફરીએ) હે દૂત! તારો કોણિકરાજા આટલું અભિમાન શીદ કરે છે? .. ૧૪૬૫ કાંણી આંખ રાખી જાગતા રહેવાથી શું ફાયદો? કાણી આંખ રાખી સૂતા તો પણ શું ફાયદો? ગરીબને પ્રસન્ન કરવાથી શું વળે? ગરીબને નારાજ કરવાથી પણ તેઓ આપણું શું અનિષ્ટ કરી શકે? (વિકલાંગ અને નિર્ધન પ્રસન્ન થાય કે નાખુશ થાય તેથી કોઈ લાભ ન થાય.) ... ૧૪૬૬ હે દૂત! પશુઓ જ્યાં સુધી કોઈ પાછળ ન પડે ત્યાં સુધી વસ્ત્રો છોડતાં નથી, તેમ તું પણ હું બોલતો નથી ત્યાં સુધી કોણિક રાજા શૂરવીર છે' એવો બડબડાટ ચાલુ રાખે છે. તું મને દુશ્મનોનો ભય દેખાડી ડરાવે છે. શું મેરૂપર્વત ધક્કો મારવાથી કદી પાછો ખસે ખરો? (અમે મરજીવા બની રણમાં લડશું.)...૧૪૬૭ ધાતુ અગ્નિમાં કદી બળતી નથી, તેમ દેવોનું સામર્થ્ય-પ્રભાવ પણ સદા અખંડ રહે છે. શું પવનના ઝપાટાથી કોઠાનું ફળ પડી જાય ખરું? (તેમ હું પણ તારા આ પત્રથી વિચલિત થઈશ નહીં.)” આ પ્રમાણે ચેડારાજાએ કોણિકરાજાને પત્રમાં લખ્યું. ... ૧૪૬૮ ચેડારાજાએ દૂતને કડક શબ્દમાં કહ્યું, “હે મૂર્ખ!તારો કોણિકરાજા આજે ઉન્મત્ત બન્યો છે. જ્યારે પાણીમાં ડૂબીએ ત્યારે બાવળના બટકણા ઝાડને બાથ ન ભીડાય. સાપે ડંખે ત્યારે આવળા(ખાટું) ચાવનારો જીવતો ન રહે. આ નાદાન કોણિક છોકરો આજે અભિમાની બન્યો છે. તેના હૈયે સત્તાનો ઉન્માદ (આફરો) ચઢયો છે. તેણે ભાઈઓ પાસેથી સેચનક હતિ મેળવવાની જીદ કરી છે. કોણિક રાજા અને પદ્માવતી રાણી આ હાથી ઉપર સવારી કરી નગરમાં ફરવા માંગે છે. કાનમાં કુંડલ, ગળામાં દિવ્યહાર અને દિવ્ય વસ્ત્રોનો શણગાર કરી પદ્માવતી રાણી સાથે રાજા ગજ પર આરૂઢ થવા માંગે છે. પદ્માવતી રાણીની હઠના કારણે કોણિકરાજાને હાર અને હાથી મેળવવાની ઈચ્છા થઈ છે પરંતુ તે પૂર્ણ થવી દુર્લભ છે. ••• ૧૪૭૧ ભિખારી અમૃતના આહારની અભિલાષા કરે, યોગિની નવોઢા સ્ત્રી જેવા સોળ શણગારની ઈચ્છા કરે, પ્રજ્ઞાચક્ષુ પૂનમની રાત્રિએ ચાંદની જોવાની મનોકામના કરે તો, તેમની આ હોંશ મનમાં જ મૃત્યુ પામે છે અર્થાત્ કદી પૂર્ણ થતી નથી. ... ૧૪૭૨ કોણિકરાના હાર અને હાથી મેળવવાની જેમ જેમ પ્રબળ મનોકામના કરશે તેમ તેમ તેની અભિલાષા અપૂર્ણ જ રહેશે. તેને સેચનક હસ્તિ, દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્રો અને દિવ્ય હાર કાંઈ જ નહીં મળે. . ૧૪૬૯ •. ૧૪૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy