________________
૩૬૮
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ”
શત્રુંજ્ય તીર્થની યાત્રા કરી અમારા મનોરથો પૂર્ણ કરશું.
...૧૪૧ ત્યાર પછી અમે સર્વવિરતિ ઘર્મ સ્વીકાર કરશું. અમારા દુઃખોનો કોઈ પાર નથી (યૌવન વયે મારા પિતા સુભદ્ર શ્રેષ્ઠીએ મને વસુદત્ત નામના ધનાઢય વેપારીના પુત્ર સાથે પરણાવી. ભોગાંતરાય કર્મના ઉદયથી) મારા પતિદેવનું મૃત્યુ થયું. ત્યાર પછી થોડા જ સમયમાં મારા યુવાન બન્ને પુત્રોનું અવસાન થયું”...૧૪૨
ગણિકાએ પોતાની સાથે લાવેલી યુવાન બે સુંદરીઓને અભયકુમારને બતાવતાં કહ્યું, “ઘર્મબંધુ! આ મારી બે વહુઓ છે જેમને નાની વયમાં વૈધવ્યપણું પ્રાપ્ત થયું છે. તેમનાં યુવાનીમાં જ શરીર પરનાં સર્વ શણગારો છીનવાઈ ગયાં છે. તેમણે સાત પ્રકારની “ક” કાર વસ્તુઓનો દેહ પરથી ત્યાગ કર્યો છે....૧૪૩
દુહા ઃ ૭ વૈધવ્યનું કારણ કંકણ કાજલ કનક કાંબ, ક્રિડા કુસુમ કુંકુમકાર; રીષભ કહે દુર્લભ તસંઈ, ગત હુઉં ભરતાર
... ૧૪૪ રુપઈ રંભા બહુલ ધન, યોવન લહરેં જાય; ઈહિં અવસરિ રંડાપણ, પગ પગ ખટકે માય
... ૧૪૫ સુગુણ સનેહો માણસા, નિસ દીન અવગુણ હત; કિં રંડા કિં વિરહણી, મેં સંતાન ન હંત અધોખંડા તપ કીયા, છતેં ન દીધું દાન; તે કિમ પામેં પ્રેમદા, યોવન ભોગ નિધન
... ૧૪૭ અર્થ - કવિ 2ષભદાસ કહે છે કે, જે સ્ત્રીને પતિ મૃત્યુ પામ્યો છે, તે વિધવા બની છે. તેમની પાસે કંકણ, કાજલ, કંચન, કાંબ (સ્ત્રીનું પગનું ઘરેણું), ક્રીડા, કુસુમ, કુમકુમનો શણગાર દુર્લભ બને છે. ...૧૪૪
પુત્રી ભલે રંભા અને ઉર્વશી સમાન સ્વરૂપવાન હોય, ખૂબ ધનવાન હોય, યૌવન પૂરબહારમાં ખીલ્યું હોય છતાં પણ તેના પતિના મૃત્યુના અવસરે માતાને પુત્રીનું વૈધવ્યપણું ડગલેને પગલે ખટકે છે.....૧૪૫
સદ્ગુણી અને સ્નેહી વ્યક્તિઓ પ્રતિદિન પોતાના દુર્ગુણોનો નાશ કરે છે. તેમના મને કેવું વૈધવ્ય? કેવો પતિનો વિરહ, કે કેવું સંતાનનું મૃત્યુ? (સદ્ગણી વ્યક્તિઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સમભાવ રાખે છે. કર્મોના ખેલ સમજી તેને સહર્ષ સ્વીકારી લે છે. તેવી સ્થિતિમાં રાગ-દ્વેષકરતા નથી.) ...૧૪૬
જેણે તપ કરીને ભાંગી નાખ્યાં હોય, સમૃદ્ધિ હોવા છતાં દાન ન આપ્યું હોય, તેવો જીવાત્મા ભવિષ્યમાં યુવાન અને સુંદર સ્ત્રીનો રહેવાસ, યુવાનીનાં ઉપભોગો અને સંપત્તિ ક્યાંથી પામી શકે?...૧૪૭
ઢાળ : ૫ સંસારની અસારતા
ચંદાણિની એ દેશી. યોવન ભોગ અફલ જવ હોયો, તવ વહુરો બોલી ઈમ દોયો; એ સંસાર દીસેં જ અસારો, ત્રણે લેંર્યે સંયમ ભારો
••• ૧૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org