________________
૨૬૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ',
ઋષભદાસ કહે છે કે ઈર્ષાળુ સ્ત્રી અગ્નિ સમાન છે, જે પ્રીતિને પ્રજાળે છે.
.. ૧૪રર દુહા ઃ ૭૩ સ્ત્રી ચરિત્ર કુડ કપટની કોથલી, સ્ત્રી હોઈનીઠુર જાત્ય; દેખી ન સકઈ ર્અ, કરઈ પીઆરી તાતિ.
•.. ૧૪૨૩ કપટ કામ કુકમ વલી, કજલ કુટલ સાર; ઋષભ કહઈ કલહ વલી, લાગઈ નારિ રસાલ.
. ૧૪૨૪ જસ ઘરિ મહિલા મંત્રણ, દુર્જન કેરી સીખ; સજન સાથિં રૂસણું, ત્રણે માગઈ ભીખ.
... ૧૪૨૫ કંત કોહાડો મણિ, તુઝ ધરિ છું એ કુહાડિ; પ્રીઉ પરોણો આવતો, માંડઈ પહેલી રાઢિ.
... ૧૪૨૬ અર્થ - ઈર્ષાળુ સ્ત્રીઓ કૂળ-કપટ (માયા)ની કોથળી જેવી છે. તેવી સ્ત્રીઓ અત્યંત નિષ્ફર હ્રદયની હોય છે. તેઓ બીજાનું રૂડું જોઈ શકતી નથી તેથી નિંદા કરી સ્વજનો વચ્ચે જુદાઈ કરાવે છે. ... ૧૪૨૩
કવિ ઋષભદાસ કહે છે કે, ઈર્ષાળુ સ્ત્રીઓને કપટનીતિ, કામ (વિષય ભોગ વિલાસ), કુકર્મ (દુષ્કર્મ), કાજલ, કુટનીતિ ઉત્તમ લાગે છે. તેમને કલહમાં ખૂબ રસ પડે છે.
...૧૪૨૪ સ્ત્રીઓની ખાનગી મંત્રણા, અહિતકારી અને દુરાચારી શિક્ષા અને પ્રિયતમ સાથે રિસામણાં જેવાં ત્રણે દોષ જે ઘરમાં હોય તે ઘર ભીખ માંગે છે. (તેવા ઘરની દુર્દશા થાય છે.)
પદ્માવતી રાણીએ આગ્રહ કરી કોણિકરાજાને કહ્યું, “નાથ! શા માટે કોહીનૂર રત્ન જેવી કિંમતી વસ્તુઓ ફોગટ ગુમાવો છો? તમારી પાસે ફક્ત કુહાડી જેવી અલ્પ કિંમતી તુચ્છ વસ્તુઓ છે.” પદ્માવતી રાણીએ પોતાના પ્રિયતમ પાસે પ્રથમ હાર અને હાથી મેળવવાની રઢ (જીદ) કરી. ... ૧૪૨૬
- ચોપાઈ : ૧૬ કોણિકનો આક્રોશ લઈ રાઢિ રહી કોણી નારિ, તવ નરપતિ ફરીઉ તેણઈ ઠારિ; તેડી ભ્રાતનિ માગઈ હાર, ગજ કુંડલીનિ વસ્ત્ર સુસાર.
... ૧૪૨૭ બંધવ હોય વિચારી કરી, માયા વચન કહઈ તે ફરી; સર્વ તુમારુ સ્વામી અછઈ, એમ કહી મંદિર આવ્યા પછઈ. ... ૧૪૨૮ કરી સજાઈનિં તે ગયા, આવી વડુઆ પાસિં રહયા; કોણી ભૂમ્પિં જાણીઉ જસઈ, સબલ ક્રોધ ધરયો મનિ તસઈ.
૧૪૨૯ રાણી તામ વિચારઈ ઘણું, કહેણ ન માન્યું કાંઈ તુમ તણું; કરી કુડનિ સહુ લેઈ ગયા, બંધવ હુતા કૃતઘન થયા.
... ૧૪૩૦ કોણી ક્રોધ ધરઈ અદભૂત, લખી લેખ મોકલીઉ દૂત; તુમ મનિ સહુ સરીખા હોય, રાખેવા નવિ આવઈ દોય.
•.. ૧૪૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org