SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ૩૮ર. અપમાન કર્યું. ચાણક્ય પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી પાટલિપુત્રનું રાજ્ય નંદના હાથમાંથી ન લઉં ત્યાં સુધી માથાની શિખા છોડીશ નહીં.) ચાણક્યનું અપમાન થવાથી તે ખિજાઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે ચંદ્રગુપ્ત મોર્યની સહાયતા લઈને નંદરાજાને હરાવી પાટલિપુત્રનું રાજ્ય ઝૂંટવી લીધું. વીર નિર્વાણ પછી એકસો પંચાવન વરસ થયાં ત્યારે પાટલિપુત્રની ગાદીએ ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો. તેણે લોકોનાં ધન-સંપત્તિ લૂંટી લીધાં. ... ૧૭૮૩ ચંદ્રગુપ્ત મૌર્ય પછી તેનો પુત્ર બિંદુસાર રાજગાદીએ આવ્યો. બિંદુસારનો પુત્ર અશોક સમ્રાટના નામે પ્રસિદ્ધ થયો. અશોક સમ્રાટ પછી તેનો પુત્ર કુણાલ રાજા બન્યો. કુણાલનો પુત્ર સંપ્રતિ નામે રાજા થયો. તેણે જૈન ધર્મની સૂત્ર પરંપરાની રક્ષા કરી. ... ૧૭૮૪ જેના રાજ્યમાં સવા લાખ જેટલા શ્રાવકો હતા. તેણે ઘણાં જિન પ્રસાદો (મંદિરો) બંધાવ્યા. સવા ક્રોડ જિનબિંબો ભરાવ્યા, જ્યાં ઘંટરાવવાગે છે. ... ૧૭૮૫ ત્યાર પછી પાટલિપુત્રની ગાદીએ બીજા ચાર વારસદાર થયાં. તેમનાં નામ પ્રાપ્ત થતાં નથી. તે સર્વ પાટ પરંપરા ઉદાયી રાજાના અવસાન પછી થઈ. શ્રી પરિશિષ્ટ પર્વમાં તેનું વિસ્તારથી વર્ણન છે.... ૧૭૮૬ ઉદાયીરાજા મહારાજા શ્રેણિકના કુળમાં અવતર્યા હતા. તેઓ મહારાજા શ્રેણિકની જેમ જૈન ધર્મના પરમ શ્રાવક હતા. મહારાજા શ્રેણિક ભવિષ્યમાં આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી મોક્ષમાં જશે. ... ૧૭૮૭ ઢાળઃ ૭૮ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર લાલ મન મોહનાં એ દેશી. રાગ : ગોડી કર્મ ખપી મુગતિ જસઈ મન મોહનાં, એ શ્રેણિક નર સાર લાલ મન મોહનાં; સુધ સમકિત ધારી સહી, મઠ, કરઈ જિન ભગતિ અપાર, લા.. ...૧૭૮૮ કનક તણા જવ કરિ ગ્રહી, મઠ, એકસો નિ વલી આઠ, લાવે, જિન આગલિ કરઈ સાથીઉ, મ૦, સાધઈ મુગતિ વાટ, લા. ... ૧૭૮૯ શેત્રુજ ગિરિ સંઘવી થયો, મ0, પૂજ્યા 28ષભ જિણંદ, લાવે, બહુ ધિન વાર્દિ ખરચીલું, મળ, મનિધરી અતિ આણંદ, લાવે, ••• ૧૭૯૦ સંઘ ભગતિ કીધી ઘણું, મઠ, સાત ખેત્ર પોષેહ, લાઇ, જિન ગુરૂ ભગતિ કરંતડાં, મઠ, તીર્થંકર પદ લેહ, લા. વીરથી વરસ ગયાં ગણો, મળ, ચોરાસી હજાર, લા. સાત વરસ પંચ માસ રૂં, મ, જાતા જિન હોય સાર, લા. પ્રથમ નરગથી નીકલઈ, મ0, પુરૂં હોય જવ આય, લાટ વરસ ચોરાસી સહેસ તિહાં, મ, જાતાં જિનવર થાય, લા. ... ૧૭૯૩ એહ જ જંબૂઢીપ ભલું, મ, ભરત ક્ષેત્ર માંહેત, લા. વૈતાઢિ મૂલ પાસિં ભલો, મ, પૂઢર દેસ વસંત, લા. •.. ૧૭૯૪ ૧૭૯૧ *. ૧૭૯૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy