________________
૧૧
શારદા સિદ્ધિ માતા પિતાએ મોટા મોટા વેદ અને હકીમને બોલાવ્યા. બધાએ તપાસીને દવા આપી પણ પેટની પીડા તલ માત્ર એાછી ન થઈ. આમ કરતાં એક અનુભવી માણસ ત્યાં આવ્યો ને શેઠના પુત્રને પૂછ્યું કે તમને આ દુખાવો કયારે ને કેવી રીતે ઉપડે? છોકરાએ કહ્યું જંગલમાં ખાબોચીયાનું પાણી પીધા પછી શરૂઆત થઈ છે એટલે અનુભવી સમજી ગયો કે જંગલમાં ખાબોચીયાનું પાણી પીધા પછીની આ બિમારી છે, માટે પાણીમાં કંઈક હોવું જોઈએ.
શેઠના પુત્રે આપેલી એંધાણ મુજબ અનુભવી ત્યાં પહોંચી ગયા. પાણીના ખાબોચીયામાં નજર કરી તે પાણીમાં જળો ખદબદી રહી છે. એ જ જળ શેઠના પુત્રના કાળજામાં ચુંટી ગઈ હશે, એને જ આ ભયંકર દુઃખાવે છે. આ અનુભવી પુરૂષે ઘેર આવીને હકામાંથી પાણી કાઢીને શેઠના પુત્રને પીવડાવ્યું. બે ત્રણ વખત
ડું ડું પાણી પીવડાવ્યું, ત્યાં ઉલ્ટી થવા લાગી. ચોથી વખત પાણી પીવડાવ્યું. ત્યાં જ જેરથી ઉલટી થતાંની સાથે ચાર જળે બહાર નીકળી ગઈ ને શેઠના પુત્રને દુઃખાવો શાંત થયો.
બંધુઓ ! જ્યાં સુધી કાળજામાં જળો ચેટી હતી ત્યાં સુધી બધા પ્રયત્ન વ્યર્થ ગયા. જળો નીકળ્યા પછી થોડા ઉપાયથી દીકરે સાજો થઈ ગયો. એને તે ચાર જળ કાળજામાં ચોંટી હતી પણ આત્માને કોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આદિ કેટલી જ કાળજામાં ચોંટી ગઈ છે? એ જળે અનાદિકાળથી જીવને કેટલે હેરાન કરે છે? એ જળે કઢાવવી છે ને? “હા” તો આ ચાતુર્માસના દિવસોમાં સદ્દગુરૂ રૂપી અનુભવી પુરૂષો વીતરાગ વાણીરૂપી હેકાના પાણી પીવડાવી તમારા કાળજામાં ચૂંટેલી જળ કાઢવાને પ્રયત્ન કરે છે. દર્દી સાલતું હોય તે કઢાવવા તયાર થઈ જજે.
આજે મંગલાચરણમાં નવકારમંત્રના મહિમા ઉપર ઘણું કહેવાયું છે. જે નવકારમંત્ર ઉપર શ્રદ્ધા કરી એનું સ્મરણ કરશે તેનું કલ્યાણ થશે. સમય થઈ ગયે છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૨ અષાઢ વદ ૬ ને રવીવાર
તા-૧૫-૭-૭૯ “આત્મિક સુખની શોધમાં સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! સ્યાદ્વાદના સર્જક, ભવે ભવના ભેદક, લેય પ્રકાશક વિતરાગ વિભુએ ભવ્યજીના કાજળ જેવા કર્મોના મેલને દેવા માટે