________________
શારદા સિદ્ધિ આ તરફ દેવપર્યાય પામેલા નાનાભાઈએ પિતાને પૂર્વભવ જે. એટલે ઊંચે ચઢાવનાર પિતાના વડીલ બંધુને જોયા એટલે તરત દિવ્ય દેહધારી દેવ પૃથ્વી ઉપર આવ્યો પૃથ્વી ઉપર પ્રકાશને પેજ પથરાયે. દેવ વડીલ બંધુના ચરણોમાં ઝૂકી પડે અને એના કૃતજ્ઞતાવાસિત હૈયામાંથી શબ્દ સર્યા હે વડીલ બંધુ! તમે તે મારા સાચા બંધુ છે. આપે મને ધર્મનું અમૃત પાઈ અમરત્વ અપાવ્યું. તમારા કેટલા ગુણ ગાઉં! તમે મારા જન્મ જન્મના ઉપકારી છે. તમને મારા ગુરૂ કહે, નાથે કહું જે કહું તે આપે છે. આ રીતે ગુણલા ગાઈ ઉપકારી વડીલ બંધુના ઉપકારને વ્યક્ત કરી એના ઘરમાં સોનામહોરોને વરસાદ વરસાવી દેવ દિવ્યલેકમાં ચાલ્યો ગયો.
ટૂંકમાં આ દષ્ટાંતથી મારે તે તમને એ સમજાવવું છે કે નવકાર મંત્રને મહિમા કેટલે બધે છે કે જે નવકારમંત્રના રટણના પ્રભાવે વૈષ્ણવ જૈન બન્યો. એણે આઠ દિવસના સમાગમમાં જીવન પલ્ટાવી નાંખ્યું. સ્વકલ્યાણ કરતાં બીજાને પણ કલ્યાણને માર્ગ બતાવ્યો. હું તમને પૂછું છું કે તમે કેટલો સંત સમાગમ કર્યો? કેટલા વ્યાખ્યાનો સાંભળ્યા ? કેટલી વખત નવકાદમંત્ર જાપ કર્યો ? પણ હજુ જીવનમાંથી વિષય કષાયો, મેહ-માયા અને મમતાના તોફાને ઓછા થયા? નવકારમંત્ર પ્રત્યે શ્રદ્ધા થઈ ? બોલે તે ખરા? “ના” કેમ ? તમારું મન સ્થિર નથી. અંતર સ્વસ્થ નથી. મને તે લાગે છે કે પેલા શેઠના એકના એક પુત્રની જેમ અંતરમાં જળો લઈને આવ્યા લાગે છે? શેઠના પુત્રના પેટમાં જળે કેવી રીતે આવી તે હું તમને સમજાવ્યું.
એક ગામના નગરશેઠને એકને એક દીકરે એક વખત ઘોડે બેસીને જંગલમાં ફરવા ગયો હતે. ઘેડે તેફાને ચઢયે ને કયાં કયાં લઈ ગયે. રસ્તો ભૂલી ગયો. ચૈત્ર-વૈશાખના ધમધખતા તડકા પડતા હતા. ખૂબ રખડે પણ માર્ગ મળતું નથી, ખૂબ તરસ લાગી. પાણી વિના પ્રાણ ચાલ્યા જાય એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. શેઠને પુત્ર ચારે તરફ પાણીની તપાસ કરે છે. આંખે અંધારા આવવા લાગ્યા. શોધતાં શોધતાં ત્યાં એક નાનકડું પાણીનું ખાબોચીયું જોયું. પાણી સ્વચ્છ નથી પણ ખૂબ તરસ લાગી છે. કહેવત છે ને કે “ભૂખ ન જુએ એ કે ભાત, તરસ ન જુએ બેબીઘાટ. વનવગડામાં કકડીને ભૂખ લાગી હોય ત્યારે કોઈ ગંધાતા કપડામાં બાંધેલ -સૂકે રોટલો આપે તે પણ ખાઈ જાઓને? કે હા-ના કરે? (તામાંથી જવાબ :- અરે, એ તે ઠેશે ખાઈ લઈએ ને મીઠા દૂધ જેવું લાગે) (હસાહસ) તે અહીં પણ એમ જ બન્યું. શેઠને દીકરે ખૂબ તરસ્યા થયે હતું એટલે તરસ છીપાવવા ખાબોચીયાનું ગંદુ પાણી પી લીધું ને માર્ગ શોધતા શોધતે ઘેર આવ્યા. ઘેર આવતાની સાથે એના પેટમાં સખત દુઃખાવો ઉપડે. સહેવાય નહિ ને રહેવાય નહિ. એ અસહ્ય દુખા થવાથી આ છેક આળોટવા લાગ્યો. માથા પટકાવવા લાગે.