________________
શારદા સિદ્ધિ સાથે કે જડ સાથે? તું જડ સાથે વૈરાગ્યભાવ કેળવજે, ઉદાસીન બનજે પણ જીવ પ્રત્યે ઉદાસીન ન બનીશ. હે જીવ! તારે અનંતકાળ સંસાર પરિભ્રમણમાં એળે ગયે. તે કર્મદુશ્મન સાથે મિત્રતા કરી ! તારા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને કદી ન વિચાર્યું ! ભવચક્રના દુઃખમય પરિભ્રમણને તું ભૂલીશ નહિ. જે જે પ્રમાદ અને અજ્ઞાન નામના ચારો ધર્મ પુરૂષાર્થની અમૂલ્ય તકને ઝુંટવી ન જાય તે માટે સદા જાગૃત રહે. આ પ્રમાણે ધ્યાનમાં ચિંતવના કરતાં અધ્યવસાયે વિશુદ્ધ-વિશુદ્ધતર બનતા અજ્ઞાનના કાળા પડદા ચીરાયા અને એ શ્રાવકને નિર્મળ અવધિજ્ઞાન પ્રગટ થયું.
“જ્ઞાનથી શું જોયું ?” – અવધિજ્ઞાનના દિવ્ય પ્રકાશમાં અનેક પદાર્થોને જોયા. જોતાં જોતાં પોતાના નાના ભાઈને જીવનનું અવલોકન કરતા એના આયુષ્ય કર્મની સ્થિતિ નિહાળી. તો માત્ર છ મહિનાનું એનું આયુષ્ય બાકી રહેલું જોયું, એટલે તે થંભી ગયે, પણ મનને મકકમ કરીને નિર્ણય કર્યો કે કોઈ પણ રીતે મારે મારા ભાઈનું બાકી રહેલું જીવન સુધારવું. બંધુઓ ! આખું જીવન ગયું પણ જેને અંતિમ સમય સુધર્યો તેનું જીવન સુધરી જાય છે, બહેને કૂવામાં ઘડા ઉતારે છે પણ વેંત દેરડું હાથમાં હોય તો ઘડો પાછો આવી શકે છે, પણ જે એ છૂટી
જાય તો ઘડે કૂવામાં ડૂબી જાય છે, તેવી રીતે આપણી જેટલી જિંદગી ગઈ તેટલી કે ગઈ પણ જે બાકી છે તેમાં ધર્મની આરાધના કરીને આત્માને ઉગારી લો. નહિતર આત્મા ભવકૃપમાં કયાંય ડૂબી જશે.
આ શ્રાવકને નાનો ભાઈ મોટાભાઈના સહવાસથી જૈન ધર્મના રંગે રંગાયેલ હતો. એની દિનચર્યા આદર્શ હતી, પણ હજુ તેને આત્મયના ઘણું સોપાન ચઢવાના બાકી હતા. લઘુ બાંધવના હિતસ્વી મોટાભાઈએ પિતાના ભાઈને અપાયુષી જાણીને કહ્યું કે મારા વહાલા લઘુબંધવા ! હવે તું આ સંસારની માયા અને મમતા છોડીને બને તેટલી ધર્મક્રિયાઓમાં તપ, જપ, પૌષધ વગેરેમાં રકત રહે ધર્મક્રિયામાં બિલકુલ પ્રમાદ ન કર. એમાં તારું કલ્યાણ રહેલું છે. આ પ્રમાણે મોટેભાઈ વારંવાર નાના ભાઈને કહેવા લાગ્યો. આ સાંભળીને એના મિત્રે કહ્યું ભાઈ! આ તારે નાનભાઈ તો હમેશા ધર્મકિયામાં રક્ત રહે છે છતાં એને દરરોજ પષધ કરવાનું શા માટે કહે છે? ત્યારે મેટાભાઈએ કહ્યું મિત્ર! એ જે આરાધના કરે છે એ તો સિંધમાં બિન્દ જેટલી છે. હજુ સિધુ જેટલી આરાધના બાકી છે એ વાત તમે કેમ ભૂલી જાઓ છે? મિત્ર! એ વાત સાચી છે પણ જે એ જ પૌષધ કરીને બેસી જશે તે તમારો સંસાર કેવી રીતે ચાલશે? ખાવા માટે કમાવું તો પડશે ને ? મિત્ર! તારી વાત સત્ય છે. હું સમજું છું છતાં એને હું રોજ પૌષધને આગ્રહ કરું છું એમાં ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તે વાત હું તને પછી કરીશ.