________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
૩૧ વહોરી લેવાને. માટે જો દુ:ખથી ડરતા હો તે નવા દુ:જે ઊભા થાય છે તેથી સાવચેત થા. આ જીવની એવી વિચિત્ર દશા છે કે એને પૂછવામાં આવે કે તું દુ:ખથી ડરે છે કે નહિ? તે હા કહેશે. આવા દુ:ખના કારણભૂત મકાન એવા મકાન (શરીર)નું પેષણ કરવા માટે ખોરાક લેવો કે બીજું કાંઈ? અમે એટલે સાધુ મહાત્મા. એ મકાનના પોષણ માટે ખોરાક લેતા નથી. ગળે પડેલા મકાનને દુરસ્ત રાખી ભાડું ઉપજાવી ભારે થતા બચવું. એવી રીતે આ મકાન દુરસ્ત કેટલા માટે રાખવું? ભાડું ઉપજાવવા સારૂં. ભાડું કર્મથી આપે ત્યાં કુરતીનું ખરચ, ભાડું સારૂં ન આવે તો દુરસ્તીનું ખરચ કોઈ કરતું નથી. આ રહેવાનું મકાન નથી. પણ ભાડું ખાવાનું મકાન છે. આ મકાન વાપરવાનું નથી, પણ ભાડે આપી ભાર ઓછો કરવાનું છે. આ મકાનની કિંમત કેટલી આપી છે? તે વિચાર! પાંચ હજારની મુડી નથી ને પચાસ હજારનું મકાન લીધું છે, તેમાં પહેળો થઈ પડી રહે તે પાલવે ખરું? એક ક્ષણ પણ મનુષ્ય આયુષ્ય મેળવવાની તાકાદ નથી. તે ક્ષણની કિંમત કેટલી છે? જગતમાં તેને કોઈ આવી તારી જીંદગી ધૂળ મળી એમ કહે તો તેને ખાસડું મારવા આવે. જીંદગી ધૂળના હિસાબમાં મળે તો સારું. કેમ? આ દુનિયાએ બધી વસ્તુની કિંમત કરી છે. ઘી, તેલ ઢોળાય તે અરરર થાય. સરાખડા કે ઉસમાંથી કોઈ બે મુઠા ફેંકી ઘો તે ચીડાય. દુકાને કાળી શાહી ઉપર નાખવા કાળી રેત રાખીએ છીએ, તેમાંશી બે મુઠા ફેકી દ્યો તે લડવા માંડી. કિંમત આ બધી વસ્તુઓની છે પણ આ જીંદગીની કીંમત નથી. તમારી જીંદગીની કીંમત ગણે. ધૂળના નુકશાનથી જે ચાનક થાય છે તે પ્રમાણે આ જીંદગીના નુકશાનમાંચાનક લાગે તો કીંમત ગણાય. નુકશાન સાથે ચાનક લાગે તો કિંમત ગણાય. દહાડાના વીસ કલાક ચાલ્યા ગયા, દહાડો પૂરો થયો. તેની કિંમત શી મેળવી? ચોવીસ કલાક ગયા તેમાં કિંમત મેળવવા કર્યો ઉદ્યમ કયો? ધૂળ રાખડી રેતીના નુકશાન માટે ચાનક ચડે. અને કલાકના કલાક ચાલ્યા ગયા. તેની ચાનક નથી. છતાં ધૂળ કરતાં હલકી જિદગી. ધૂળ ઓછી થાય તે ચમકાય છે, પણ અહીં કે વેપલો માંડયો છે તે વિચારો જિંદગીના વેપારમાં મેળવ્યું શું?
એક શેઠને છોકરો છત્રીસ હજાર રૂપિયા લઈ પરદેશ ગયો. નવા શેઠ તરીકે ગયો, નવા સંબતીયા મળી ગયા. સેબતીને વહીવટ સોંપી દીધું. બે વરસ ગયા એટલે મારે વહિવટ છે એટલું બોલતાં શીખ્યો. દશ પંદર વર્ષ ગયા એટલે ગામને માણસ આવ્યો. તેને ઉત્તર આપ્યો કે પેઢી ચલતી હૈ, ફલાણાને વહીવટ સોંપ્યો છે. સરવૈયું તપાસ્યું? તે તરફ અમે નીઘા પણ કરી નથી. જોખમદારી તમે રાખે છે, તેને તમે જોતા નથી. જેની જોખમદારી આપણે માથે છે તે જોઈએ