________________
પ્રવચન ૪૨ મું
૩૮૫ ને અનાર્ય રાજાએ દીક્ષા લીધી. અનાચે રત્ન સમજી દીક્ષાધર્મરૂપી રત્ન ગ્રહણ કર્યું. તે સમજુ માટે શું કરવું? માટે ધર્મ તેજ રત્ન. પહેલાં આ બુદ્ધિ આવવી મુશ્કેલ, ઉપમિતિમાં કહેલ કમક-મારું આ ભોજન જાય નહીં અને વધે. કુજન વધારે તેમાં જ આનંદ, પદ્દગલિક સંગનું રક્ષણ-વૃદ્ધિ થાય તે જ ધર્મ, કુજન જેવા સંગમાં વૃદ્ધિ-રક્ષણ ન થાય તે દ્રમકને આનંદ આવતો નથી, તેમ આ જીવ રૂપી કમકને પિગલિક સંગ તત્ત્વરૂપ લાગ્યા છે, તેના માટે જ રાતદિવસ ચિંતવન, તે માટે તે જ પ્રમક આગળ જતા સમજે છે. તે પહેલા નંબરે ભાજન બેઈ સાફ કરી નાખ્યું છે. જ્યારે ધર્મરત્નની ખરી કીંમત સમજશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ બધું શું છે? ક્ષણવાર પણ સંઘરવા લાયક નથી, માટે ધર્મ એજ રત્ન છે. તે માટે ધર્મ એજ રત્ન છે એવી બુદ્ધિ હોય તેવા ગ્રંથને અંગે અધિકારીઓ છે. તેવા મનુષ્યએ પ્રથમ પિતાના આત્માને કંઈક લાયક બનાવ જોઈએ. ઘી લેવા જાવાવાલાએ પ્રથમ તપેલી લેવી પડે છે, તેમ ધર્મ રત્નની ઈચ્છા હોય તેઓએ ૨૧ ગુણરૂપી ભાજન લેવું જોઈએ, ઠામ વગર ઘી લેવા આવે તે ઠામ ન દેખે ત્યાં સુધી ઘી લેવા આવ્યો છે તેમ માનો નહી, તેમ ૨૧ ગુણે ન હોય તે ધર્મત્ન લેવા તૈયાર થએલા ન ગણાય, માટે શાંતિસૂરીજી મહારાજ ધર્મરત્નને લાયક, તે મળવાની વાર હોય તો પણ તેને લાયક કોણ? ૨૧ ગુણવાળ હોય તે. તેમાં પહેલે અક્ષુદ્ર ગુણ કેને કહે ને તે આવો કેટલે મુશ્કેલ છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૪ર મું શ્રાવણ વદી ૫ (પંદરનું ઘર) મહેસાણા શાસકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ રચતાં થકાં જણાવી ગયા કે આ સંસાર સમુદ્રમાં રખડતાં રખડતાં આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ હતી. જંગલમાં ભૂલે પડે, પગ વગરને, મૂંગે, બહેરે, આંધળો, દારૂડી એ રસ્તે કેવી રીતે મેળવે પગે અપંગને, મૂંગાને, આંધળાને, બહેરાંને, દારૂના ૨૫