________________
૪૫૪
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
દાન દીધા તે ૨૧ ગુણ નથી ને ધર્મરત્ન આવ્યું, તમારા હીસાબે
જ્યાં ધર્મરત્ન હોય ત્યાં ૨૧ ગુણ હોય છે. જે આમ છે તે તેમાં જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ વિભાગ પાડવાની જરૂર શી? કેટલીક વખત તુચ્છતા હેય, ધરમ, દેવ ગુરુ ન માનતા હોય તે પણ વખતે ધરમમાં જેઠાય, ધરમ એ વગર આવે, તેમ કેટલાએક ગુણો શરૂઆતમાં ન હોય, પાછળથી આવે; ગુણ લક્ષણ વિગેરે, ન છાજે તે આવતા થાય. જે વખતે આત્મામાં ધરમ આવ્યું તે વખતે થઈ જાય. તેથી જ જધન્ય-મધ્યમ પાત્ર ગણવાની જરૂર પડી. માટે ૨૧ ગુણ જોઈએ તે ગુણોનું વિશેષ વર્ણન અગ્રે.
પ્રવચન ૪૯મું સંવત ૧૯૯૦ ભાદરવા સુદી ૮ ને સોમવાર મહેસાણા
खुद्दोत्ति अ गंभीरो उत्ताणमई न साहए धम्मं । सपरोवयारसत्तो अक्खुद्दो तेण इह जोग्गो ।। ८ ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી આગળ જણાવી ગયા કે–આ સંસારમાં અનાદિકાળથી રઝળતાં પ્રથમ મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. છતાં ભવિતવ્યતાના ગે, ચકવતીના ઘેર જન્મ લેનાર પુત્રે છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્નો વિગેરે મેળવ્યા. છ ખંડ સાધનાને વિચાર નથી કર્યો પણ જમેલે સીધે માલિક થઈ ગયે. વિચાર કર્યા વગર માલિક થશે, તેમ આ જીવ ચક્રતી પણ કરતાં પણ દુર્લભ ૨૯ આંકની સંખ્યાવાળા મનુષ્ય ભવમાં આવ્યું, મનુષ્યમાં અદ્વિતીય થવું, છ ખંડમાં રહેવાવાળા ભરતના સર્વ જેમાં ઉત્કૃષ્ટ થવું તે ચકવતી. મનુષ્યપણું એટલે અનંતાનંતમાં ઉત્કૃષ્ટ થવું તે, અનંતાનંત જીવો કરતાં જ્યારે ઉત્કૃષ્ટ થાય, ત્યારે બાદર એકેન્દ્રિય, તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે બેઈન્દ્રિય, પા છે તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે તેઈન્દ્રિય, તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે ચઉરિન્દ્રિય, તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે અસંરપચેન્દ્રિય ને તેમાં ઉત્કૃષ્ટ થાય ત્યારે સંજ્ઞિપચેન્દ્રિય. આ બધા ઉત્કૃષ્ટતામાં, એક ઉત્કૃષ્ટી જુદી જાત છે. મનુષ્યજાતિમાં ભિન્નપણું નહીં; પચેદ્રિય, મનુષ્ય, સંજ્ઞી-પણું ચક્રવતી અને સામાન્ય મનુષ્યને સરખું, કેવળ પુન્ય પ્રકૃતિને ફેર