________________
૪૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી હવે સહેજે વિચાર ધશે કે દરેક છે ધર્મને ઉત્તમ ગણે છે, અધર્મને સારો ગણતા નથી. તે દુનીયા ધરમ તરફે ઝૂતી કેમ નથી ? આરંભાદિક ખરાબ ગણે છતાં, છૂટતાં નથી. ધર્મ સારા ગણે છતાં મૂકતી નથી. બુધિની વિશાળતા થઈ નથી. આંખ ચાહે જેવી જબરી પણ ભીંત આડી હોય તે જોવાનું શું? ભીંત વચ્ચેનું બારણું હોય તે બહાર દેખે. તે આપણે આ મનુષ્ય જન્મ-મરણ વચ્ચેની ભીંતનું દુખ દેખીએ, બહાર દેખતાં જ નથી. જન્મ મરણ પછીની સ્થિતિ કયારે વિચારી? આ માટે હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે બીજા શાસ્ત્ર ન સમજ્યા તો એક અમોઘ હથીયાર તમારી પાસે છે, તે સજજ રાખે તો દુર્ગતિએ નહિ જાવ. કયું? ત્યાં સાદે જણાવ્યું કે
અહિંથી મરી જવું છે.” આટલું વાકય શાસ્ત્રમાંથી જ કહેવાય તેમ નથી, પ્રત્યક્ષ છે. આ સૂત્રને જાપ કરો, લગીરે ભીંતમાં બાંકુ પાડે, ભીંતમાં બાંકુ પડે તે થરથરી જાય. આ અમેઘ હથીયાર વિખૂટું ન મેલાય, ડગલે ડગલે આ વચન યાદ રાખ, એક પણ ડગલું ન ચૂકો. પણ બાંકું પાડવું નથી. ભીત વચ્ચેની જ વાત, વચલી ચિંતા કરવી છે, આગળ દષ્ટિ ગઈ નથી. વિશાળ બંધ થઈ નથી. તે મનુષ્ય ધરમને લાયક થઈ શકતો નથી. તેથી શુદ્ર એટલે ગભીર, છાછરી બધિવાળા હોય તે ધર્મ સાધી શકે નહીં. ભલે ધરમ કરે પણ સાધી શકે નહીં. દાક્ષિણ્યતાથી, લજજાથી, દેખાદેખીથી કરે પણ સાધે નહીં. બાકોરું પાડી બહાર દષ્ટિ રાખી હોય તે સાધે. શાસ્ત્રકારોએ વિચારવાળા કોને ગણ્યા છે ?
શાસ્ત્રકારોએ દેવતા-નારકી–મનુષ્ય સંસી-વિચારવ ળા છતા, બાકું પાડી દૃષ્ટિ બહાર કાઢી નથી, તેમને અપેક્ષાએ અસંશી ગણ્યા છે. આચારાંગ સૂત્રમાં પ્રથમ અધ્યયને કહેવું પડયું કે, અહીંથી પરવે કેણ થઈશ ? કઈ દિશાથી આવ્યો છું, આ વિચારને જ સંજ્ઞા, તે જેને હોય તે સં–વિચારવાળા. બાકીના બધા દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ અસંજ્ઞી છે. જન્મ-મરણરૂપ બે ભીત વચ્ચે દટ છે તે મનુષ્ય ધર્મ સાધી શકતો નથી. નિયમ બાંધે છે, જે ધર્મ સાથે તે ઉત્તાનમતિન હોય. કેટલીક વખત દુનીયાદારીની તે ગંભીરતા ગણી, તુચ્છતા ગણી, તેને ધર્મ નથી તે કલ્પના કરાણે મૂકો. બે ભીંતમાં બાકોરાં પાડે તે દષ્ટિ વિશાળ થાય. તે વગર કઈ ધર્મ સાધી શક નથી. ધર્મને અનુષ્ઠાન કરે પણ સાધે નહીં. જન્મ-મરણની ભીંત બહાર નીકળેલી