________________
૫૦૮
સાગર-સમાધાન કમલે, નવી નવી વેલે, ૧૪ સ્વપ્ન, અષ્ટ મંગલિક વગેરે આલેખવામાં આવે તે તે વ્યાજબી લાગે છે. આરાધ્ય મહાપુરૂષનાં ચિત્રને આરાધનાના સાધનમાં બેઠવે તે ઠીક નથી. સાથને સાધનમાં ખેંચી જવું વ્યાજબી નથી. (વિશેષાર્થીએ સં. ૧૯૯૨ માં આગાદ્વારકશ્રીએ લખેલા તપ અને ઉદ્યાન નામના તેમના લખેલા વિસ્તૃત પુસ્તકના ૫૨૮ થી ૫૩૬મા પત્રે અવલોકન કરવું.)
પ્રશ્ન-૬૯૨. સાતક્ષેત્ર કયાં અને તેમાં ધન વ્યય કરવા માટે સાધુઓ ઉપદેશ આપે કે આદેશ કરી શકે ?
સમાધાન–જિનમંદિર, જિનમૂર્તિ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ (સાધુ-સાદેવી, શ્રાવક-શ્રાવિકા) એ સાત ક્ષેત્ર છે. જુના ચૈત્યને ઉદ્ધાર કરે કે નવાં ચૈત્ય (દહેરાં) બનાવવાં તે ચિત્યક્ષેત્ર કહેવાય. ચેત્ય અને સ્મૃતિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે અને તેથી જ દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારે ત્યદ્રવ્ય, દેવદ્રવ્ય, જિનદ્રવ્ય વિગેરે ઉભય સાધારણ શબ્દ વાપરે છે. જો કે ચિત્ય અને સ્મૃતિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હોય તે ચાલી શકત, પણ ચિત્ય અને મૂતિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખરચ કરવાની યેગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રો જુદાં રાખ્યાં છે, વળી દરેક શ્રાવકે સો એનૈયા જેટલી પિતાની મિલક્ત થાય ત્યારે પોતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઈએ.
એ વાતનો ખ્યાલ પણ ચિત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે.
વળી ભગવાનની ત્રિકાળ પૂજા કરવાવાળો શ્રાવક પોતાના દ્રવ્યને દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે, એ ખ્યાલ પણ મૂતિ નામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનને પુરો આધાર જીવાજીવાદિ તના જ્ઞાન પર હોઈ પુસ્તકોનો ઉદ્ધાર કર, પુસ્તક લખાવવા કે સાચવવા વિગેરેને અંગે થતો વ્યય જરૂરી હોઈ જ્ઞાન નામનું ક્ષેત્ર જ રાખેલું છે. આ ત્રણે ક્ષેત્રો (ચિત્ય, મતિ અને જ્ઞાન ) માં નવીન ઉત્પત્તિ, જનાની સંભાળ કે જીર્ણનો ઉદ્ધાર કરાય તે
ગ્ય ગણાય છે, તેવી જ રીતે ચતુવિધ સંઘને અંગે સાધુ-સાધ્વી નવી દિક્ષાઓ, દીક્ષિતને અશન પાન, ખાદિમ, વસ્ત્ર–પાત્ર. કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય. તે સર્વ સાધુ-સાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયા સમજવા.
તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર