Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 535
________________ ૫૧૨ વ્યાજભક્ષણના દેષથી બચો શાસ્ત્રકારોએ ફરમાવી છે તથા સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઉત્કૃષ્ટ દેશવિરતિની પ્રાપ્તિ માટે ખપાવાતી કર્મસ્થિતિ કરતાં વધારે ખપાવે ત્યારેજ પ્રમત્ત ચારિત્રની પણ પ્રાપ્તિ થાય, એ વાત સ્પષ્ટપણે સમજાશે.) [ “સિદ્ધચક્ર ' માસિકમાંથી ] વ્યાજભક્ષણના દોષથી બચો અને બચાવો. દેવદ્રવ્યની વૃદ્ધિ (૫) આખાયે સંઘમાં પરિણામની વૃદ્ધિ કરનાર દેવદ્રવ્યની વૃદ્ધિ છે, આથી તે અત્યન્ત આવશ્યક કર્તવ્ય તરીકે છે, ઈન્દ્રમાળા કે બીજી માળાની ઉછામણીથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. શ્રીરેવતાચાલજી ઉપર વેતામ્બર અને દિગમ્બરને સંઘ ભેગો થયે હતું, તીર્થ અને વિવાદ થયો. તે વખતે વૃદ્ધોએ કહ્યું કે બોલી બોલો. તેમાં જે વધે તેનું આ તીર્થમાં નિર્ણય 'પણ બેલીના આધારે થ, બેલીને રિવાજ કે તે વખતે પણ પ્રબળ હતું, તે અત્રે વિચારે! આ સમયે સાધુ પેથડશાહે પદ ઘડી સુવર્ણ બેલી ઈન્દ્રમાળા પહેરી, ઘડી સોનું એટલે દશ શેર સોનું. તે સમયે તેઓએ ચાર ઘડી સોનું તે યાચકને આપ્યું હતું. એક વાત ખ્યાલમાં રાખજે કે પહેલાં દેવદ્રવ્યની બેલી બેલતા, તેનાં નાણાં તરત જ આપી દેતા, બેંકમાં પણ નાણાં મૂકાય તેની સાથે તુરત વ્યાજ શરૂ થાય છે. પેથડશાહ છપ્પન ઘડી સોનું બેલ્યા અને માળ પણ પહેરી. સોનું આપવા જોઈએ તે માટે તુરત ઊંટડીસાંઢણી દોડાવી, એ સેનું આવે નહિ, દેવાય નહિ ત્યાં સુધી અન્ન પાણી લેવા નહિ, આ સંકલ્પ કર્યો હતો, આથી છ થયે, બીજે દિવસે જ્યારે બેઘડી દિવસ બાકી રહ્યો ત્યારે સોનું આવ્યું, સૂર્યાસ્તની છેલ્લી બેઘડી પાણી પીવાય નહિં. રાજ્યના મંત્રી હતા, કહો કેવી શ્રદ્ધા ! આ બધાઓના નામે શાસ્ત્રના પાને ખોટા નથી ચઢ્યા. શાસ્ત્રને વિધિ છે કે બોલવું તે તુરત ચુકવી દેવું. આ માટે નામે ચઢાવવું પડે, નોકર રાખવા પડે, ઉઘરાણીઓ કરવી પડે છે તે રીત વ્યાજબી નથી, તરત તે નાણું ન આપે તે વ્યાજભક્ષણને દોષ લાગે છે તે સમજે ! બોલાય છે કે- પડતી કેમ આવી? પણ તમારાથી દરેક કાર્યોમાં પુણ્ય પાપને વિચાર કેટલે કરાય છે તે વિચારતું નથી. (આગમારક પર્વ વ્યાખ્યાન સંગ્રહ-પત્ર ૬૪-૬૫)

Loading...

Page Navigation
1 ... 533 534 535 536