Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 528
________________ પ્રવચન ૫૪ મું ૫૦૫ માત્ર તે દેખીએ છીએ. બીજી ગતિમાં મોક્ષ નથી, આ કલ્પના શી રીતે આવે છે? ગટરમાં કસ્તુરી નથી, એ શંકા શી રીતે થાય છે? એમ નરક, દેવ, તિર્યંચ-ગતિમાં સંવર-નિર્જરાની સંભાવના કરી મેક્ષ માનવે તે સમજણ બહાર છે. માટે સર્વ અનર્થને નાશ કરનાર ધર્મ મનુષ્યપણામાં જ મળે છે. મનુષ્યમાં ભૂખ્યાને ભેજન મળે છતાં ધારે તે ન ખાય. જાનવરમાં તેવું દેખે છે? જાનવર કાયમ ભૂખ્યું, ધરાય નહીં. અહીં ખાધું, ધરાયું, બીજે જાય તે પણ મેં ઘાલશે. સંતોષ પામતું નથી. મનુષ્યમાં પ્રત્યક્ષ દેખીએ છીએ કે ભૂખે છે, ભજન મલ્યા છતાં ત્યાગ કરે, ને સમતા રાખે, સંતેષ રાખે, કંબલ, સંબલ બળદે ભદ્રિકભાવે નાગકુમાર દેવલોકમાં ગયા છે. સમ્યક્ત્વ નથી, નહીંતર વૈમાનિકમાં જો. શેઠનું અનુકરણ છે. તિર્યંચની ગતિમાં પ્રત્યક્ષ દેખીએ છીએ તે મધ્યમગતિ છે. તેમાં સંવરનો છાંટો કે નિર્જરા પણ દેખતા નથી, તે નારકી, દેવતાને મોક્ષ કેમ નહિં? એ વિચાર શી રીતે આવે? દેવતાઓ આરંભ પરિગ્રહમાં રક્ત, અસંખ્યાત જોજન લાંબા વિમાને, તેમાં રક્ત, તેની સાહ્યબી કરનાર મગજમાં મમતા-મદિરાના ઘેનવાલા હોય. તેટલા માટે જાતિસ્વભાવ પલટવાની, સંવર નિર્જરા કરવાની તાકાત મનુષ્ય ભવમાં જ મળે છે. તે તમને મલ્ય છે. આ ઉત્તમ ભવ મલ્યા છતાં ધર્મની સિદ્ધિ ન કરે તે તલવાર સજાવીને તૈયાર કરાવી બહાર નીક, રાંડું ઉભું હતું તેને કાપી નાખ્યું. ‘તલવારના ઝાટકે રાડું ઉડાડયું તે બેલતા શરમ આવવી જોઈએ. તરવાર રાડું કાપવા માટે ન હતી, તેમ મનુષ્યભવ પામી શું કર્યું ? તેને જવાબ . રાડું કાપ્યું, ચંદ્રહાસ તરવાર હાથમાં આવી, તેથી રાડું કાપ્યુ તેથી કઈ બહાદુરી કરી? એ તે સમરાંગણમાં ઝમે તો શોભે. તેમ સમસ્ત અનર્થ હરણ કરનાર ધર્મને લાયક મનુષ્ય ભવ પામ્યા. હવે તે માટે કોઈ પૂછે કે, મનુષ્ય પણું મેળવી શું કર્યું? તુચ્છ બુદ્ધિ સરાવી નથી. તેટલા માટે ધર્મને લાયક ૨૧ ગુણ કહેતા તુચ્છતાની બુદ્ધિ સરાવવી જોઈએ. આત્મા અને પુદ્ગલના સ્વભાવને જેડમાં મેલતાં પુદ્ગલ તરફ દેરાઈએ તે તુચ્છતા. પારમાર્થિક સુખ તરફ બેદરકાર, ઐહિક

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536