________________
૫૦૨
આગમ દ્વારક પ્રવચન શ્રેણી ત્યાં સુધી જ સીધા શબ્દો મીઠા લાગે. ઈમીટેશનને બહારથી દેખે તે સાચા કરતાં વધારે ચમકે, પણ પરીક્ષામાં ઉતરે તે ત્યાં મોત છે. બહારનું વાક્ય સુંદર લાગશે-કે કરમને ક્ષય નહીં કરે તે મેસે નહીં જાય, કઈ પણ ગતિમાં કરમ ક્ષય કરે તે મોક્ષે જાય, પણ કરમો ઘણા પહેલાનાં બાંધેલા છે. તે તિર્યંચની, નારકીની–ગતિ અમુક ફળ ભોગવવાનું સ્થાન, મહારભ, મહાપરિગ્રહ, પંચંદ્રિયની હિંસા, માંસનો આહાર કરી–આ ચાર મહાપાપો કરી જે દુખના કરમ બાંધ્યા તે ભોગવવા માટે નરકનું સ્થાન, આ ચાર મોટા પાપ કરીને જે કરમ બાંધ્યા તેનું ફળ ત્યાં જોગવી લે. બાકીના ૭૦ કેડીકેડ, ૩૦ કેડીકેડ, સાગરોપમની સ્થિતિના કરમ નારકીમાં ભેગવવાનું સ્થાન નથી. ત્યાં તો તેત્રીશ સાગરોપમની આયુસ્થિતિ છે. ત્યાં દેવલેકમાં તપસ્યાદિકને અગે શાતાદિક ભોગવી લે. તિર્યંચમાં માયાદિકથી બાંધેલા ભોગવી લે, તે મનુષ્યપણું પણ એવી જ સ્થિતિનું છે. પણ સવાલ કયાં છે ? નારકનાં દુઃખો ચાર પાપ કાર્યોથી નિયમિત થયા છે. દેવતાનાં સુખ સમ્યકત્વ, અણુવ્રત, મહાવ્રત કે નિર્જરા તે ચાર શુભ કારણથી નિયમિત છે. પાતલા કષાયે સ્વતંત્ર સુખ-દુઃખનું કારણ નથી. કપટ દુઃખનું કારણ, તેમ પાતલા કષાય એ સુખદુઃખનું કારણ નથી. તે નારકીગતિનાં દુઃખે, દેવતાનાં સુખ, અમુક કારણથી ઉપાર્જન કરેલાં છે, તે ત્યાં ભેગવી એ પણ શેષ કર્મો એમના એમ નહીં ભગવાય. શેષકર્મો કયાં ભેગવાય અને ક્ષય કરાય?
શાસ્ત્રોમાં દેવલોકે ગયા ત્યાં કઈ નહીં, નારકીએ ગયા ત્યાં કઈ નહિ, ત્રાષભદેવજીએ અંતરાય બાં, પણ તેત્રીસ સાગરોપમ દેવલોકમાં ગયા. તે અંતરાય ત્યાં ભોગવવાને નહીં. ખીલા ઠકના ગોવાળીયાને ઘેર પણ વીશ સાગરોપમ સુધી વેરની વસૂલાત નથી. અહીં મનુષ્યભવમાં વસૂલાત છે. દેવતામાં તેઓ ભેળા મળી બેસે પણ વેરની વસૂલાત નહીં. અહીં છેડે લવાય છે, બીજી ગતિમાં કર્મને છેડે પૂરો થતો નથી. અહીં અમુક સુખની તીવ્રતાને અંગે મનુષ્યભવ રજીસ્ટર નથી. દુઃખની સુખની તીવ્રતા કરી. નારકી દેવતા તે માટે રજીસ્ટર છે. અહીં પર્યવસાન લાવવું પડે છે. મનુષ્ય પાપ રેકાણ ન કરે ત્યાં સુધી જૂનાને ક્ષય નથી. કમાણીમાં દેવું પૂરું થાય. બચાવ ન કરે તેને જુદું દેવાનો વખત નથી. આવતા કરમને રોકવાને તાકાતદાર થાય નહીં, તે જનાને