________________
પ્રવચન ૫૪ મું
૫૦૧ આત્માને કેટલે ચડતી દશામાં રાખે, કોટિવજની સ્થિતિમાં દરિદ્ર આવે તે કે વિચાર કરે? જ્યાં કર્મને લૂંટવાનું પણ ન હતું, તેવી દશામાંથી ચડ્યા. વિવર મળ્યું તેમાં આ જીવ ઉચે ચડી ગયો. હવે કઈ સ્થિતિએ આવ્યા ? મનુષ્યપણું મળ્યું, જેનાથી બીજી ઉચી હદ નથી, ચક્રવર્તી એ છેલ્લી હદ, તેમ કર્મને લીધે સંસારમાં પર્યટન થાય છે, તેમાં છેલ્લામાં છેલ્લી હદ મનુષ્યપણું.
भवजलहिम्मि अपारे दुल्लहे पत्ते अ मणुअत्ते ।
અપાર સંસાર સમુદ્રમાં, મનુષ્યપણુ મળવું મુશ્કેલ, મનુષ્યપણું મળ્યું પણ પદાર્થની કિંમત તેના ઉપયોગ પર આધાર રાખે છે. મનુષ્યપણાને છેલ્લી ટોચ કેમ માની?
મનુષ્યપણું છેલ્લી ટોચ લીધી. તેને દુન્યવી ઉપગ જાનવરમાં પણ છે. કુટુંબ મમત્વ, સ્થાન સાચવવું, શરીર પોષવું તે જાનવરમાં પણ છે. બધાને પોતાના શરીર, સ્થાન, કુટુંબ વહાલા છે. હવે મનુષ્યપણામાં ટોચ શાથી ગણીએ છીએ? કર્મના કાંટા કાઢી નાખે, ફેર કરમના કાંટા ન લાવે. બે પ્રકારના અનર્થને હરણ કરનાર. આ સ્થિતિ કરનાર પદાર્થ મનુષ્યપણુમાં જ મળે. તે જ કારણથી દરેક મતવાલાએ મેક્ષ મેળવવાનું સ્થાન મનુષ્યપણું માન્યું. કેઈએ પણ મનુષ્ય સિવાય મોક્ષ માન્ય નથી. ચંદ્રલોકમાં જવાનું માન્યું પણ મોક્ષમાં તહીંથી જવાનું ન માન્યું. ચારે ગતિમાં મેલને લાયક મનુષ્યગતિ, મેક્ષને સાધી આપનાર મનુષ્યપણું મળ્યું એટલે લાખનો હીરે મળે, પછી છેકરા ઉછાંછળા થયા અને સટ્ટામાં પડે પછી લાખને હીરે કાચના ભાવમાં વેચી દેવો પડે, તેમ મનુષ્યપણું મોક્ષ મેળવી દેનારૂં તે મળી ગયું છે. કહે કે તમે મનુષ્ય તેથી ઈજા લઈ લીધે? કરમ બધે ભગવાય છે, બધે કરમને ક્ષય છે, મનુષ્યભવ પર શું દેવું છે? નારકીમાં તિર્યંચમાં દુઃખ ભોગવે છે. દેવતામાં કથંચિત્ કરમને ભેગવટો છે. ત્યાં પણ કરમ ભેગવી લે ને ક્ષય કરે, મનુષ્યપણામાં જ કેમ કરમ ક્ષય માનો છે. ચારે ગતિમાં એક સરખો ન્યાય રાખે. સીધી વાત રાખે. જેમાં કરમક્ષય ન કરે તે ગતિમાં મેક્ષે ન જાય, મારી મનુષ્યગતિનું રજીસ્ટર શું કરવા કરે છે ? ત્રણ ગતિમાં મોક્ષ નહિ, આ શું? કર્મક્ષય માટે મક્ષ છે કે ગતિને અંગે મોક્ષ છે? ચાહે જે ગતિમાં કર્મક્ષય થાય, અને મોક્ષે ચાલ્યા જાવ, ઊંડુ તત્વ ન વિચારે