________________
પ્રવચન પ૦ મું
૮૬૩ પ્રવચન ૫૦ મું સંવત ૧૯૦ ભાદરવા સુદી ૧૩, મહેસાણા અનાદિની તેજસસગડી :
શાસ્ત્રકાર મહારાજા શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન ગ્રંથને રચતાં જણાવી ગયા કે આ જીવ અનાદિકાળથી આ સંસારમાં રઝળે છે, અનાદિથી રખડું છું તેને ભરોસો છે? પૂરા ન મળે ત્યાં સુધી ફલાણે દહાડે વસ્તુ મળી છે તેનો પત્તો શે? બારીક દૃષ્ટિથી તપાસી જોઈએ તો જન્મ કર્મની પરંપરાની અપેક્ષાએ જન્મ છે, તો કર્મ કારણ હેવું જોઈએ. જન્મ કર્મની પરંપરા વડે અનાદિથી આ જીવ જન્મ-કર્મ કરી રહ્યો છે. બીજું તારી પાસે તેજસ શરીર રૂપી સગડી છે તે નવી સળગતી નથી, કેઈ જગાએ જીવ સિવાય તૈજસની સગડી નથી. પૃથ્વી, અપ, તેજી, બેઈન્દ્રિય તૈઈદ્રિય, ચૌદ્રિય, પંચંદ્રિય કોઈ પણ જગોએ જીવ છે ત્યાં જઠરાગ્નિની સગડી છે. તેજસની સગડી ચાલી જાય ત્યારે અંત અવસ્થામાં ખાધેલું હોય તેવું ને તેવું પડી રહે છે, દાહ થાય ત્યારે ખાવા માગે એક શેર, ખાઈ જાય, પણ બધું તેમને તેમ પડી રહે, છેલ્લી અવસ્થામાં ઠંડા થાય. આ સ્થિતિ વિચારતાં સગડી જીવ સાથે જ રહે છે, જીવ સિવાય સગડી બીજે રહેતી નથી. તે સળગતી કેમ રહી? સળગવાનું મળે ત્યાં સુધી ટકે, અગ્નિ સળગવાનું ભક્ષણ મળે તો જ ટકે, તેમ આ તારી ભરી રોજ સળગવાનું લેતી જાય છે, પહેલાંનું સળગાવે, નવું લે, તેથી જ તું સમજે છે, પણ સુધા લાગે તે વખતે તે કામનું નહીં, જે પ્રમાણે જેટલે રાક જોઈએ તે બીજે લે, પહેલાનું પરિણમે ને નવું જોઈએ, રાખોડે કામ ન લાગે, તેમ આ જીવ ભટ્ટી જોડે રાખીને રહ્યો છે, તેથી અનાદીને જીવ તૈજસથી સાબિત થાય છે.
આવી રીતે અનાદિથી રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ હતી. લુલો, બહેરો, અંધ ઘેલે ભૂલે પડ્યો તે માગે શી રીતે આવે? તેમ એકેન્દ્રિયમાં આપણે હતા. તેમાંથી મનુષ્યપણમાં આવવું તે દેવતાઈ પ્રભાવે જ જેમ માર્ગે આવે, તેમ મનુષ્યપણામાં પણ કોઈ ભાગ્યશાળી જ આવે. તે દેવતાની ઈચ્છા બહાર કહેવાય છે, ઇતર પદાર્થો દેવતાને આધીન છે, મનુષ્યપણું દેવતાને આધીન નથી. ઈન્દ્ર મહારાજ સભામાં