________________
ભાદર
૪૮૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી પ્રવચન પ૩ મું ભાદરવા વદ ૧૪ રવિવાર, મહેસાણા શાસ્ત્રકારમહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી આગળ સૂચવી ગયા કે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. તેમાં અન્ય કારણથી અન્ય કાર્ય થતું નથી. આમ જણાવતાં શાસ્ત્રકારેને ઔદયિક પ્રકૃતિ કે જેનું હિંમેશાં વિરમવું જ હોય છે. પ્રતિક્રમણ શબ્દનો અર્થ એ જ છે કે
ઔદયિક ભાવમાં જવાનું થયું હોય તેથી પાછું હડવું, તેજ પ્રતિક્રમણ, તેથી આત્માને પાછો સરકાવી ક્ષાયે પશામકભાવમાં લાવવો, તેનું જ નામ પ્રતિક્રમણ. જેનશાસનનું ધ્યેય કર્મને સોપશમ, ઉપશમ કે ક્ષય કરો. કેટલાકને વિભાગ કેમ પડે છે તે જ ધ્યાન ન હોય તે જૈનશાસનનું ધ્યેય કેવી રીતે ધ્યાનમાં આવે? સામાન્ય ક્ષય શબ્દનો નાશ કરે. આટલે માત્ર શબ્દાર્થ પકડી રાખેલો હોય. કેમ નાશ કરે, શાનાથી નાશ કરે, કઈ રીતે નાશ કરે તે સમજતા નથી. એક બાજુ
अवश्वमेव हि भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ।
नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । १ ॥ કર્મ ભગવટાને અંગે શંકા :
આમ બોલીએ છીએ કે કરોડો કલ્પ થાય છતાં કરેલું કર્મ ભેગવ્યા સિવાય છૂટકો નથી. ચાહે શુભ કે અશુભ હોય પણ ભેગવવું જ પડે. એક બાજુ કરેલા કર્મ ભોગવવા જ પડે, બીજી બાજુ કરમનો ક્ષય થવાનું માન્યું, આ બે ચીજ શી રીતે થવાની? કર્મ જેવી ચીજ માનવામાં આવે તો કરેલું કરમ ભોગવવું જ પડે, અર્થાત્ વદતો વ્યાઘાત જેવા બે સિદ્ધાંત માનીએ છીએ. અરિહત થયા તે શાના લીધે? કરેલા કર્મોને ક્ષય કર્યો તેથી સિદ્ધ થયા. કરેલા કર્મનો ક્ષય ન માનીએ તો અરિહંત-સિદ્ધપણું મનાય નહીં. કરેલા કરમ છૂટે નહીં–આ વસ્ત રહી નહીં. આસ્તિકતાની જડ ત્યાં છે. જીવ માનો, જીવને નિત્ય માનો, આત્મા કર્મ કરે છે, કર્મ ભેગવવા પડે છે, કરેલા કર્મ ભેગવ્યા વિના છૂટકો નથી તે માનો. મોક્ષ અને તેના ઉપાય માનો, આસ્તિકતાની જડ આ રાખી છે. કરેલા કરમ ભોગવવા પડે તે નિયમ. તે જ આસ્તિતામાં મેક્ષ અને તેના ઉપાયે
*
: